ઘરે જ બનાવો સંતરા – તુલસી નો જ્યુસ અને વધારો રોગપ્રતિકારક શક્તિ..

ખાટુ મીઠું સંતરું જેટલું ખાવા માટે ફાયદાકારક હોય છે એટલું જ તેનું જ્યુસ પણ લાભદાયી હોય છે. સાથે જ તે સ્કીન ની સમસ્યા ને પણ દૂર કરે છે. સંતરા થી વિટામિન c ની કમી દૂર થાય છે. તેમા સૌથી વધારે વિટામિન c હોય છે. આ ઉપરાંત તેમા વિટામિન e, પોટેશિયમ અને ફાઇબર પણ વધુ હોય છે.

Image Source

જો તમારે દિવસભર energetic રહેવું હોય અને immunity બૂસ્ટ કરવી હોય તો અહી કેટલાક સંતરા ના જ્યુસ ના પ્રકાર જણાવ્યા છે. તે તમે બનાવી શકો છો.   

1. સંતરા અને તુલસી નો જ્યુસ

Image Source

સંતરા અને તુલસી ના પત્તા નો જ્યુસ મોટા માં મોટી બીમારી નો નાશ કરે છે. આનાથી આંતરડા ની સમસ્યા દૂર થાય છે.

જ્યુસ બનાવાની વિધિ

સામગ્રી

  • 2 સંતરા, થોડા તુલસી ના પત્તા, બરફ અને મધ

વિધિ

સૌ પ્રથમ સંતરા ને છોલી લો અને તેને mixer મા નાખો તેની સાથે જ તુલસી ના પત્તા પણ નાખો. Mixer માં નાખી ને તેને ગ્રાઈન્ડ કરો. તેમા  થોડું મધ પણ ઉમેરો. હવે તેમા થોડો બરફ નાખી ફરી થી એક વાર ગ્રાઈન્ડ કરો. અને તેને ગાળી ને ઠંડુ ઠંડુ સર્વ કરો.

2. ઓરેંજ બૂસ્ટ

Image Source

સામગ્રી

  • એક મોટું ગાજર
  • 2 સંતરા, 1 ચમચી ચિયા બીજ,
  • 1/2  ચમચી તજ પાવડર
  • 1/2  ચમચી છીણેલું આદું
  • 1/2  નારિયેળ નું તેલ
  • 1/2 ચમચી હળદર

વિધિ

ઉપર દર્શાવેલ બધા જ ingredient ને બ્લેંડર માં બેલન્ડ કરી લો. તેમા થોડો બરફ નાખી થોડું બ્લેન્ડ કરો અને ઠંડુ ઠંડુ સર્વ કરો.

3.સંતરા અને ગાજર નું ડેટોક્સ જ્યુસ

Image Source

સામગ્રી

  • 2-3 ગાજર
  • 2 સંતરા
  • 2 ચમચી આદું
  • 1 ચમચી હળદર

વિધિ

ગાજર અને સંતરા ને છોલી ને તેના ટુકડા કરી ને તેનું અલગ અલગ જ્યુસ તૈયાર કરો. હવે બંને ને એક બ્લેંડર માં મિક્સ કરો. હવે તેમા  આદું અને હળદર નાખો અને ફરી થી બ્લેન્ડ કરો. હવે તેમા થોડો બરફ નાખો અને ગ્લાસ માં સર્વ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment