કાંદાનો ઉપયોગ તો દરેક કરે છે પરંતુ તેની છાલ નકામી સમજીને ફેંકી દે છે તો જાણો કાંદાની છાલના આશ્ચર્યજનક ફાયદાઓ

કાંદા ખાવા મોટાભાગે બધાને પસંદ હોય છે, કાંદાની બનેલ વસ્તુ આપણે ઘણી શોખથી ખાઈએ છીએ. પકોડા હોય કે કોઈપણ વસ્તુ કાંદાનો ઉપયોગ ખૂબ વધારે થાય છે અને કાંદાની છાલને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ કાંદાની છાલ પણ ઘણી રીતે ઉપયોગી છે. ઘણી બધી સમસ્યાઓને દૂર કરવામાં કાંદાની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વ અને વિટામિન જોવા મળે છે.

કાંદા વગરનું ભોજન ઘણા લોકોને પસંદ આવતું નથી. કાંદા અને લસણ બંનેની છાલ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે, તો પણ તેને મહત્વ આપવામાં આવતું નથી. કાંદાની છાલમાં વિટામીન એ, સી, ઈ અને ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ હોય છે.

ગળાના દુખાવામાં આરામ પહોચાડે

કાંદાની છાલથી ગળાની ખરાશ અને અન્ય સમસ્યાઓથી છુટકારો મળે છે. કાંદાની છાલને પાણીમાં નાખી કોગળા કરવાથી અને ચામાં ઉકાળીને પીવાથી ગળાની ખરાશ અને અન્ય સમસ્યાઓથી રાહત મળે છે. શરદી ઉધરસમાં ગળામાં દુખાવો રહે તો કાંદાની છાલને પાણી સાથે ઉકાળીતેનાથી કોગળા કરવાથી ગળાના દુખાવા માં રાહત થાય છે.

રોગ પ્રતિરોધક ક્ષમતા વધશે

કાંદાની છાલનો ઉપયોગ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે કરી શકાય છે. કાંદાની છાલમાં ઘણા એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે, જે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે કાંદાની છાલના રસનું સેવન કરી શકાય છે.

વાળ ખરતા અટકાવે

કાંદાની છાલને પાણીમાં નાખીને ઉકાળો અને શેમ્પૂ કર્યા પછી આ પાણીથી વાળને ધોવા. તેનાથી ખોડાની સમસ્યા પણ દૂર થાય છે. કાંદાની છાલથી વાળ ખરતા પણ અટકાવી શકાય છે અને વાળનો ગ્રોથ વધારી શકાય છે.

કેન્સરથી બચાવે – એક સંશોધન મુજબ કાંદાની છાલમાં ફાઈબર ઘણી માત્રામાં જોવા મળે છે. તેની સાથે તેમાં રહેલ ફ્લેવોનોઇડ્સ, કવેરસેટિન અને ફિનોલિક શરીરમાં સોજા, કેન્સર જેવી સમસ્યાઓથી બચાવવામાં ઘણી મદદ કરે છે.

ચેહરા પર ચમક લાવે

કાંદાના રસને હળદરમાં મિક્સ કરી ચેહરા પર લગાવવાથી દાગ ધબ્બા દૂર થાય છે. કાંદાની છાલનો રસ મૃત ત્વચા બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. તેનાથી ફક્ત ત્વચા જ સાફ થતી નથી પરંતુ તે તમારા ચેહરા પર ચમક અને તાજગી પ્રદાન કરશે.

છોડ માટે ઉપયોગી

કાંદાની છાલ છોડને ઉગાડવા માટે પોટેશિયમ યુકત ખાતરનું કામ કરે છે. કાંદાની છાલ છોડમાં નાખવાથી તે છોડને વિકાસ અને મજબૂતી પ્રદાન કરે છે.

ખંજવાળથી છુટકારો મળશે

કાંદાની છાલમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. જે શરીર પર થતી ખંજવાળમાં છુટકારો આપે છે. આ ઉપરાંત તે જંતુઓના ડંખ ને અટકાવવામાં મદદ કરે છે.

પગનો દુખાવો દૂર કરે

જો તમે સૂતા પેહલા દરરોજ 1 અઠવાડિયા સુધી કાંદાની ચા પીઓ છો, તો તે પગના દુખાવા, સ્નાયુઓના ખેંચાણ મા રાહત આપે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Comment