ઇતિહાસનું એક ઘૂંટાતું રહસ્ય, ગાંધારીએ કઈ રીતે આપ્યો એકસાથે 100 કૌરવોને જન્મ ?

હાલ પુરા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેથી લોકો ઘરમાં કંટાળી ના જાય એટલા માટે સરકારે દુરદર્શન પર રામાયણ, મહાભારત અન શ્રીકૃષ્ણ જેવી સીરીયલો રજુ કરી છે. મહાભારત અને રામાયણમાં ઘણા એવા પ્રસંગો છે જેની આપણને ખબર પણ હોતી નથી. આજે અમે તમને મહાભારતના એક પ્રસંગ વિશે જણાવીશું. જેમાં ગાંધારીએ એક સાથે કઈ રીતે 100 કૌરવોને જન્મ આપ્યો હતો. આ ઘટના પણ રહસ્યથી ભરેલી છે. આવો જાણીએ આ રહસ્યથી ભરેલી કહાની વિષે …

image source

કોણ હતી ગાંધારી?

મહાભારતની ગાંધારી એ ગાંધાર દેશના રાજા ‘સુબલ’ની પુત્રી હતી. ગાંધાર દેશમાં જન્મ લેવાના કારણે તેનું નામ ગાંધારી રાખવામાં આવ્યું હતું. ગાંધાર આજે અફગાનિસ્તાનનો ભાગ છે, જેને આજે પણ ગાંધારના નામથી જ ઓળખવા માં આવે છે. મહાભારતના સૌથી ચર્ચિત અને લોકોના તિરસ્કારનું પાત્ર બનતી ભૂમિકા એટલે શકુનીને તો તમે જાણતા જ હશો એ ગાંધારીના ભાઈ હતા. શકુની ગાંધારીના લગ્ન પછી હસ્તિનાપુર રહેવા આવ્યા હતા. અને તેમણે જ આખી મહાભારત કરાવી હતી.

image source

ધુતરાષ્ટ્ર સાથે ગાંધારીના લગ્ન કેવી રીતે થયા?

હસ્તિનાપુરના મહારાજા ધૃતરાષ્ટ્ર સાથે ગાંધારીના લગ્ન થયા હતા. ધૃતરાષ્ટ્ર અંધ હતા એટ્લે ગાંધારીએ પતિવ્રતા ધર્મ પાળીને જીંદગીભર પોતાની આંખ પર પટ્ટી બાંધી રાખીને અને પતિની જેમ અંધ બની રહી હતી. બન્નેના લગ્ન બાદ તેમને 100 પુત્ર થયા જેમને આજે આપણે કૌરવોના નામથી ઓળખીએ છીએ. પરંતુ આ 100 પુત્રનો જન્મ ઇતિહાસની સૌથી વિચિત્ર ઘટના છે, જેના વિશે કદાચ તમને પણ ખબર નહીં હોય.

image source

100 પુત્રનો જન્મ ઇતિહાસની રોચક કહાની

મહારાણી ગાંધારી ઘણી ધાર્મિક પ્રવૃત્તિની સ્ત્રી હતી. ગાંધારીની સેવાથી પ્રભાવિત થઈને મહર્ષિ વેદ વ્યાસે એક આર્શીવાદ આપ્યા હતા. ગાંધારીને વેદ વ્યાસ તરફથી 100 પુત્ર થવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. મહર્ષિ વેદ વ્યાસના વરદાનથી ગાંધારી ગર્ભવતી બની હતી. પરંતુ થોડાક દિવસ પછી તેને ખબર પડી કે એમના ગર્ભમાં એક નહીં પરંતુ 100 બાળકોનો ગર્ભ છે. એક સામાન્ય સ્ત્રીના ગર્ભમાં 9 મહિનાનું બાળક હોય છે તેવી સ્થિતિમાં મહાભારતની ગાંધારીના પેટમાં 2 વર્ષ સુધી ગર્ભવતી બની રહી હતી. 24 મહિના પછી પણ જ્યારે ગાંધારીને પ્રસૃતિ થઈ નહોતી ત્યારે લોકો અલગ અલગ વિચારો કરવા લાગ્યા હતા. આખરે કંટાળીને ગાંધારીએ ગર્ભને પાડી નાંખવાનો નિર્ણય લીધો હતો. ગાંધારીએ પોતાના બાળકનું ગર્ભપાત કરાવ્યુ તો એમાંથી લોખંડની જેમ એક માંસનું એક પિંડ નિકળ્યું, જેને જોઈને મહેલ સહિતના લોકો ગભરાઈ ગયા હતા અને અનેક વાતો થવા લાગી હતી.

image source

એક માન્યતા એવી પણ છે કે, આખી ઘટનાને તે વખતે મહર્ષિ વેદ વ્યાસ નિહાળી રહ્યા હતા. અને ગાંધારીના મોઢે ગર્ભપાતની વાત સાંભળતા જ તેઓ હસ્તિનાપુર દોડી આવ્યા હતા. એમણે મહારાણીના ગર્ભથી નીકળેલા માંસ પિંડ પર પોતાના કમાન્ડરમાંથી જળ છાંટ્યું હતું. પિંડ પર જળ નાખતા જ માંસના પિંડના 101 ટુકડા થઈ ગયાં હતા. ત્યારબાદ વેદ મહર્ષિએ ગાંધારીને આ માંસના પિંડને ઘીથી ભરેલા 101 કુંડામાં નાખીને 2 વર્ષ સુધી રાખી મૂકવા જણાવ્યું હતું.

image source

આ ઘટના બાદ બે વર્ષ પછી ગાંધારીએ જ્યારે ઘીના કુંડોને ખોલ્યો હતો. તેમાંથી ગાંધારીએ સૌથી પહેલા જે પિંડને ખોલ્યું એમાંથી દુર્યોધનનો જન્મ થયો હતો. તેવી રીતે ગાંધારીએ બધા પિંડોને એક પછી એક ખોલ્યા અને બધા માંથી એક એક કરીને પુત્રનો જન્મ થવા લાગ્યો હતો.

image source

એટલું જ નહીં, ગાંધારીને એક પુત્રી પણ અવતરી હતી, જેનું નામ દુઃશલા હતું. એવું કેહવામાં આવે છે કે જન્મ લીધા પછી તરત જ દુર્યોધન ગધેડાની જેમ બોલવા લાગ્યો હતો. જેને જોઈને પંડિતો અને જ્યોતિષોએ એવી આગાહી ભાખી કહી હતી કે, આ બાળક કુળનો નાશ કરી દેશે. જેથી જ્યોતિષોએ દુર્યોધનનો ત્યાગ કરવા માટે ધુતરાષ્ટ્રને જણાવ્યું હતું. પરંતુ પુત્રમોહના કારણે ધૃતરાષ્ટ્ર આવું કરી શક્યા નહોતા. તેના પછી તો આખી મહાભારત તમે જોઈ જ હશે. અને એક એક કરીને પાંડવોએ કેવી રીતે 100 કૌરવોનો નાશ કર્યો હતો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

1 thought on “ઇતિહાસનું એક ઘૂંટાતું રહસ્ય, ગાંધારીએ કઈ રીતે આપ્યો એકસાથે 100 કૌરવોને જન્મ ?”

Leave a Comment