આનંદ મહિન્દ્રાએ મધર્સ ડે નિમિત્તે, એક રૂપિયામાં ઈડલી ખવડાવનાર ‘ઈડલી અમ્મા’ ને ગિફ્ટ કર્યું ઘર.

Image Source

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા દિલથી પણ અમીર છે. ઘણી વખત તેમને સોશિયલ મીડિયા પર લોકોની મદદ કરતા જોવામાં આવે છે. મધર્સ ડેના દિવસે એકવાર ફરીથી એમણે ‘ ઈડલી અમ્મા’ ને ખાસ ગિફ્ટ આપીને લોકોનું દિલ જીતી લીધું છે. એમણે ઇડલી અમ્માને એક ઘર ગિફ્ટ કર્યું છે. એમણે પોતે જ આ જાણકારી આપી છે.

તેમણે એક વિડીયો ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, અમારી ટીમ અભિનંદન ને પાત્ર છે. જેઓએ સમયસર ઘરનું બાંધકામ પૂરું કર્યું અને મધર્સ ડે નિમિત્તે ‘ઇડલી અમ્મા’ ને ઘર ગિફ્ટ કર્યું. તે એક માતાની પાલનપોષણ, કાળજી રાખવાની નિસ્વાર્થ ભાવનાનો અવતાર છે. તેમને અને તેમના કામને ટેકો કરવાનું સૌભાગ્ય અમને મળ્યું.

‘ઈડલી અમ્મા’ ના નામથી જાણીતા એમ. કમલાથલ તમિલનાડુના કોયમ્બટુરના રહેવાસી છે. તેઓ પોતાના વિસ્તારમાં કામ કરનારા પ્રવાસી, મજુર વર્ગ અને જરૂરિયાતમંદ લોકોને ફક્ત એક રૂપિયામાં ઈડલી વેચે છે.

આનંદ મહિન્દ્રા એ વર્ષ 2019 માં ઇડલી અમ્મા વિશે ટ્વિટ કર્યું હતું. એ સમયે એમણે ઇડલી અમ્મા ને માં ટેકો કરવા માટે અને તેમને જરૂરી લાકડા અને ચુલ્હાની જગ્યાએ ગેસ સ્ટોવ આપવાની વાત કરી હતી. ત્યારબાદ જ્યારે મહિન્દ્રા ની ટીમ ઈડલી અમ્મા ની મદદ કરવા પહોંચી, ત્યારે એમણે એક નવા ઘરની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આનંદ મહિન્દ્રા એ એમની ઈચ્છા નું સન્માન કરતા એક નવુ ઘર આપવાનું વચન આપ્યું હતું.

હવે 2022માં મધર્સ ડે નિમિત્તે આનંદ મહિન્દ્રાએ ઇડલી અમ્માને આપેલું વચન પૂરું કર્યું, અને એમને ઘર ગિફ્ટ કર્યું. જેમાં એમના માટે એક સ્પેશિયલ કિચન પણ બનાવવામાં આવ્યું છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આનંદ મહિન્દ્રાએ મધર્સ ડે નિમિત્તે, એક રૂપિયામાં ઈડલી ખવડાવનાર ‘ઈડલી અમ્મા’ ને ગિફ્ટ કર્યું ઘર.”

Leave a Comment