અત્યારનો સમય અપડેટ રહેવાનો આવી ગયો છે, જેમાં ‘સ્ત્રી’ અને ‘પુરૂષ’ બંનેની ગણના થાય છે. ટેકનોલોજી થી લઈને ટેકનીકલ નોલેજ અને બ્યુટીથી લઈને બોડી લેન્ગવેજ સુધી અપડેટ રહેવુ જરૂરી છે. એ અપડેટ રહેવા માટે ‘બ્યુટી રીલેટેડ ઇન્ફોર્મેશન’ હોવી પણ જરૂરી છે. આજનો લેખ આ માહિતીને આધારે સ્પેશિયલ તમારા માટે જ તૈયાર કરવામાં આવ્યો છે.

માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરૂષો પણ ચહેરાની ઓયલી સ્કીનને લઈને પરેશાન હોય છે. ચહેરાની ખૂબસૂરતી જરૂરી છે, પણ ચહેરો વધુ ઓયલી રહેવાને કારણે ખૂબસૂરતીમાં ઓછપ આવવા લાગે છે. ચહેરા પર ખીલ-ફોલ્લી થવા લાગે છે અને અંતે ચહેરો ખૂબસૂરતી ખોઈ બેસે છે. આ તકલીફના નિરાકરણ માટે આજનો લેખ અંત સુધી વાંચજો.
ફેસવોશ

અમુક પુરૂષોને કોઈ એક પ્રકારનું જ ફેશવોશ માફક આવતું હોય છે, તો તેને એ જ ફેશવોશ યુઝ કરવું જોઈએ. બજારમાં ઘણી કંપનીઓની વસ્તુ મળે છે પણ અન્ય કોઈ ફેશવોશને યુઝ કરવા કરતા જે ચહેરાની ત્વચાને માફક આવે છે એ જ ફેશવોશ યુઝ કરો.
સરખો ચહેરાને સાફ કરો

સાબુ અથવા ફેશવોશથી ચહેરો ધોવાથી ગંદકી નીકળી જાય છે એ વાત સાચી પણ ચહેરાને વ્યવસ્થિત સાફ કરવો પડે!! થોડા સમયે સ્ક્રબ પણ કરવું જોઈએ જેને કારણે ખીલ-ફોલ્લીની સમસ્યા ઓછી થવાની સંભવાના રહે છે.
ઘરેલું ઉપચાર

ચહેરાની ખૂબસૂરતી માટે કોઈ મોંધા અને કોઈ સ્પેશિયલ બજારમાં મળતા સૌંદર્ય પ્રસાધનો વાપરવા એવું જરૂરી નથી. પણ ઘરમાં આસાનીથી મળી જતી હોય એવી વસ્તુઓ પણ ચહેરાની ખૂબસૂરતીમાં વધારો કરવા માટે કામ આવે છે.

જેમાં ચણાનો લોટમાં સહેજ હળદર, દહીં અને સહેજ મધ ઉમેરીને ઘર પર જ ફેશપેક તૈયાર કરીને સુકાઈ ત્યાં સુધી ચહેરા પર લાગવાથી ઘણો ફાયદો થઇ શકે છે. આવી રીતે અન્ય પણ એવા ઘરેલું ઉપચાર છે જેનાથી પુરૂષો તેની ખૂબસૂરતીમાં નિખાર લાવી શકે છે.
મોસ્ચ્યુંરાઈઝરનો ઉપયોગ કરો

ઘણા પુરૂષો એવું માને છે કે, તેના ચહેરાની ત્વચા તૈલીય છે તો તેને મોસ્ચ્યુંરાઈઝરની શું જરૂર છે? પણ અન્ય પુરૂષની જેમ ચહેરો તૈલીય રહેતો હોય એ પુરૂષ પણ મોસ્ચ્યુંરાઈઝરનો ઉપયોગ કરી શકે છે. ઓઈલ ફ્રી મોસ્ચ્યુંરાઈઝરનો ઉપયોગ કરવાથી ચહેરાની ત્વચા વધુ ચીકાશ છોડશે નહીં.
ટોનરથી ચહેરો સાફ કરવો જોઈએ

અમુક સમયે ટોનરથી ચહેરો સાફ કરવો જોઈએ, જેનાથી ચહેરાની ગહેરાઈમાં ગંદકી હોય તો એ સાફ થઇ શકે છે. સાથે બીજા દિવસથી ફ્રેશ ત્વચા થઇ જાય છે.
રસપ્રદ બ્યુટી ટીપ્સ જાણવા “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અહીં અમે સ્પેશિયલ તમારા માટે અવનવી ઇન્ફોર્મેશન લાવતા રહીએ છીએ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel