તમારા હાથમાં મહેંદીનો કલર દમદાર ન આવતો હોય તો આ રહી ત્રણ આસાન ટીપ્સ…

મહેંદીને સ્ત્રીના ઘરેણા સાથે સરખાવી શકાય કારણ કે મહેંદીથી કોઇપણ સ્ત્રી અતિસુંદર લાગે છે. સ્ત્રીના રૂપની સુંદરતા વધારવા માટે મહેંદી કામ આવે છે પણ મહેંદીની બાબતમાં એક સમસ્યા બહુ રહેતી હોય છે કે મહેંદીનો કલર બહુ આછો આવે. જો મહેંદીનો કલર દમદાર ન આવે તો સ્ત્રીઓ મનોમન પરેશાન પણ રહેતી હોય છે.

આ પરેશાની દૂર કરવા માટે આજનો આ લેખ સ્ત્રીઓ માટે અતિઉપયોગી સાબિત થશે. આજના લેખમાં એવા ઉપાયો જણાવ્યા છે જેનાથી મહેંદીનો કલર એકદમ ડાર્ક આવશે અને મહેંદી લાંબા સમય સુધી ટકી રહેશે.

મહેંદી શા માટે લગાવવામાં આવે છે?

મહેંદીને એક તરફ પ્રેમીના પ્રેમ સાથે પણ જોડવામાં આવે છે અને એક બાજુ સુંદરતાની દ્રષ્ટિથી જોવામાં આવે છે. સ્ત્રીની ચામડી કોમળ હોય છે અને એ કોમળ હાથમાં મહેંદી લગાડવામાં આવે ત્યારે હાથની સુંદરતા ખીલી ઉઠે છે. મહેંદી માત્રથી કોઇપણ સ્ત્રી સુંદર દેખાય છે.

મહેંદીનો રંગ ન આવવાની સમસ્યાને કહો બાય-બાય :

નીચેના પેરેગ્રાફમાં એવા ઘરેલું ઉપચાર જણાવવામાં આવ્યા છે જેનાથી મહેંદીના રંગને લાંબો સમય ટકાવી શકાય છે અને મહેંદીનો રંગ પણ બરાબરનો ડાર્ક લાવી શકાય તો તમે પણ આ ઉપાયોને અજમાવવાનું ભૂલતા નહીં.

હવે, ડાર્ક કલર અને લાંબા સમય સુધી રહેશે મહેંદી :

વિકસ બામ :

શરદીમાં રાહત આપનાર વિકસ એ સિવાય અન્ય જગ્યાએ પણ કામ લાગે છે. મહેંદી સુકાયા ને’ કાઢ્યા પછી બંને હાથમાં વિકસ લગાવી દેવાથી મહેંદીનો કલર બીજા દિવસે એકદમ ડાર્ક થઇ જાય છે અને લાંબા સમય સુધી મહેંદીની ડીઝાઇન હાથમાં ટકી રહેશે.

લવિંગ :

લવિંગ એક તેજાનો છે પણ એ સાથે એ મહેંદી માટે પણ બેસ્ટ છે. મહેંદીના રંગને ડાર્ક કરવા માટે લવિંગ સારી રીતે કામ આવી શકે છે. લવિંગને તવીમાં મૂકીને ગરમ કરો ત્યાર બાદ લવિંગને બંને હથેળીની વચ્ચે મૂકીને મસળી નાખો. ત્યાર બાસ બે ત્રણ ટીપા તેલના હથેળીમાં લઈને ફરી એકવાર લવિંગને બંને હથેળી વચ્ચે મસળી નાખો. આ ઘરેલું ઉપચારથી બીજા દિવસે મહેંદીનો નીખરી ઉઠશે.

સરસવનું તેલ :

મહેંદી લગાવ્યા બાદ હાથને પાણીમાં પલાળવા જોઈએ નહીં નહીતર મહેંદીનો રંગ આછો થઇ જાય છે. સરસવનું તેલ બંને હાથમાં લગાડીને તેને મહેંદી પર હળવા હાથે માલીશ કરો. જો હાથ એકદમ ચીકાશવાળા થઇ જાય તો માત્ર કપડા વડે હાથને સાફ કરી નાખો. બીજા દિવસે મહેંદીનો કલર એકદમ ડાર્ક થઇ જશે.

આ ત્રણ ઉપાય સ્ત્રીઓને ખુબ કામ લાગશે અને મહેંદીના કલરને એકદમ બેસ્ટ બનાવી દેશે. સ્ત્રી પ્રસંગ હોય ત્યારે મહેંદી લગાવતી હોય છે પણ કલર ન આવવાની સમસ્યા એ સાથે જ સતાવતી હોય છે પણ આ ઉપાયથી મહેંદીનો બેસ્ટ કલર લાવી શકાય છે.

આશા છે કે દરેક સ્ત્રીને આ લેખ ખુબ પસંદ આવ્યો હશે. તમારા નજીકના મિત્રો સાથે પણ આ લેખને શેયર કરજો જેથી તેને પણ માહિતી મળી રહે. આવી જ અન્ય માહિતી મેળવવા માટે ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી” સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment