આપણું ગુજરાત ઘણી વસ્તુઓ માટે પ્રખ્યાત છે પણ આપણું ગુજરાતી ફૂડ આખી દુનિયામાં દરેક લોકોને પસંદ છે. મોટા ભાગે ઘણા લોકો લીલીચટણી ઘરે જ બનાવતા હોઈ છે. આ મસાલેદાર અને સ્વાદીસ્ટ ચટણી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્નાટક અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ જાણીતી છે. આવો જાણીએ આ ચટપટી ચટણીને તૈયાર કેવી રીતે કરવામાં આવે છે.
લીલા મરચાની ચટણી બનાવવાની વિધિ –
તૈયારીનો સમય : 2 મિનીટ
બનાવવાનો સમય : 2-3 મિનીટ
લીલા મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી –
15-18 લીલા મરચા
3 લસણની કળી
2 ટેબલ સ્પુન તેલ
4 ટેબલ સ્પુન લીંબુનો રસ
સ્વાદનુસાર નમક
આ રીતે બનાવો લીલા મરચાની ચટણી –
- લીલા મરચાને નાના નાના ટુકડામાં કાપી લો. અને મિક્સરની મદદથી તેની પેસ્ટ બનાવી લો.
- હવે તેમાં લસણ નાખો અને એકવાર ફરીથી મિક્સર ચલાવો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરી અને તૈયાર કરેલી પેસ્ટ ને 2 મિનીટ સુધી તેમાં નાખી પકાવો.
- હવે ચટણી ને બાઉલમાં કાઢી અને તેમાં લીંબુનો રસ મેળવી દો.
- તો તૈયાર છે તમારી લીલા મરચાની ચટણી.
તૈયાર કરેલી આ લીલા મરચાની ચટણીને તમે મરચાના વડા, મૂંગદાળ વડા અથવા તો બાજરાના રોટલા સાથે પીરસી શકો છો, જેથી જમવામાં તમારો સ્વાદ બેગણો વધી જશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team