માત્ર તરબૂચ જ નહીં પરંતુ તેના બીજ ખાવાથી પણ થાય છે ઘણા બધા કમાલના અને આશ્ચર્યચકિત ફાયદા

Image Source

સંપૂર્ણ ભારતમાં ભયંકર ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આ ઋતુમાં તરબૂચનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તરબૂચ આપણા શરીરને હાયડ્રેટ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ માત્ર તરબૂચજ નહીં પરંતુ તરબુચના બીજ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે કોરોનાકાળ માં દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી ત્યારે તરબૂચ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે ખૂબ જ કારગર સાબિત થયું હતું. અને તેવી જ રીતે તરબૂચના બીજ પણ આપણા સ્વાસ્થ્ય માટે દરેક રીતે ખૂબ જ લાભ પહોંચાડવાનું કામ કરે છે.

તરબુચના બીજ ખાવાથી નીચે જણાવેલ ફાયદા થઈ શકે છે.

બ્લડપ્રેશરની સમસ્યાને ઓછી કરી શકે

તરબૂચના બીજ ને પોતાના ડાયટમાં જરૂરથી સામેલ કરવા જોઈએ, તેને ડાયટમાં સામેલ કરવાથી તેમાં રહેલ પ્રોટીન અને એમીનો એસિડ તમારા બ્લડપ્રેશરની સમસ્યાને ઓછી કરવામાં તમારી મદદ કરી શકે છે. તે સિવાય તરબૂચના બીજ તમારા ટીસ્યુને રીપેર કરીને તમારા મસલ્સ ને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. અને મસલ્સમાં થતા દુખાવાથી છુટકારો અપાવવા માટે તરબૂચના બીજ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે.

હૃદયની તકલીફમાંથી છુટકારો

તરબૂચના બીજ માં વધુ માત્રામાં મોનોસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફૈટી એસિડ જોવા મળે છે જે હાર્ટ એટેકના જોખમને ઓછું કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગરમીમાં લાગતી લૂ ના કારણે તમે ખૂબ જ જલ્દી થાકનો અનુભવ કરવા લાગો છો એવામાં તમારે તરબૂચના બીજનું સેવન જરૂરથી કરવું જોઈએ, તેનાથી તમારા શરીરને તાત્કાલિક ઉર્જા મળી શકે છે અને આ બીજ હિમોગ્લોબીન માટે પણ ખૂબ જ લાભકારી છે.

મેદસ્વિતા નો ઈલાજ કરી શકે છે

જો તમે વધુ વજન અથવા મેદસ્વિતાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો ઓછી કેલરીવાળા તરબૂચના બીજને તમારે વજન ઘટાડવા માટે તમારા ડાયટમાં સામેલ કરવા જોઇએ. તરબૂચના બીજનો લાભ ઉઠાવવા માટે તમારે તેને સલાડ શાક અથવા નાસ્તામાં સામેલ કરીને તમારા દરરોજના ડાયટનો ભાગ બનાવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment