ફક્ત હાઈ હિલ્સ જ નહિ, આ ફૂટવર પણ તમને નુકશાન પહોંચાડી શકે છે

Image Source

હાઈ હિલ્સ ઉપરાંત, તેવા પણ કેટલાક ફૂટવર છે, જે તમારા શરીરને નુકશાન પહોંચાડી શકે છે.

જ્યારે પોતાને સ્ટાઇલ કરવાની વાત હોય છે, ત્યારે સ્ત્રીઓ દરેક નાની નાની વસ્તુઓ પર ધ્યાન કન્દ્રિત કરવા ઈચ્છે છે. સામાન્ય રીતે, સ્ત્રીઓ ફક્ત તેના આઉટફીટ, એસેસરીઝ, મેકઅપ અથવા હેર સ્ટાઈલ જ નહિ, પરંતુ ચપલને સ્ટાઇલિશ રીતે કેરી કરવા ઈચ્છે છે. ઘણીવાર તો સ્ત્રીઓ તેના ચપલથી સ્ટાઇલ સ્ટેટમેન્ટ ક્રીએટ કરવાનું પસંદ કરે છે. પરંતુ, ચપલ માત્ર સ્ટાઇલ માટે જ નથી હોતા, તે ખૂબ જરૂરી છે કે તમે તેમાં આરામનું પણ પૂરતુ ધ્યાન રાખો. જો આરામને નજરઅંદાજ કરવામાં આવે તો સ્ટાઇલિશ ફૂટવેર કેરી કરવાનો પણ કોઈ ફાયદો નથી, કેમકે તેનાથી તમારા શરીરને નુકશાન પહોક.

સામાન્ય રીતે, અમે તે સાંભળ્યું છે કે લાંબા સમય સુધી ઉંચી એડીના ચપલ પહેરવા સ્ત્રીઓ માટે સમસ્યાનું કારણ બની શકે છે, પરંતુ ફક્ત હાઈ હિલ્સ જ તમારા માટે નુકસાનકારક હોતી નથી, આ ઉપરાંત પણ ઘણા એવા ફૂટવેર છે, જેને જો લાંબા સમય સુધી પહેરવામાં આવે તો તે તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે. તો ચાલો આજે આ લેખમાં અમે તમને આ ફૂટવેર વિશે જણાવી રહ્યા છીએ.

Image Source

પોઇન્ટેડ શૂઝ

પોઇન્ટેડ શૂઝ જોવામાં ખૂબજ સ્ટાઇલિશ લાગે છે અને તમને એક ફેમીનન ટચ આપે છે. પરંતુ લાંબા સમય સુધી પોઇન્ટેડ શૂઝ પહેરી રાખવા એ તમારા પગ માટે બિલકુલ પણ યોગ્ય નથી. તે ખૂબ ચુસ્ત હોય છે અને તમારા પગની આંગળીઓ પર ખૂબ વધારે દબાણ કરે છે. ક્યારેક તો લાંબા સમય સુધી પોઇન્ટેડ શૂઝ પહેરવાથી સ્નાયુઓમાં દુખાવો અને ફોલ્લીઓ જેવી સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે. તેથી, જો તમે પોઇન્ટેડ શૂઝ પહેરવાનું નક્કી કરી રહ્યા છો, તો તેને પહેરતા પેહલા તે તપાસ કરો કે તેમાં તમારા પગ સંપૂર્ણ રીતે આરામદાયક રહે.

Image Source

ફ્લેટ શૂઝ

ફ્લેટ ચપલ સૌથી વધારે આરામદાયક અને એક સારા ચપલ માનવામાં આવે છે. પરંતુ, ક્યારેક ક્યારેક ફ્લેટ ચપલ પણ તમારા પગને નુકશાન પહોચાડી શકે છે. તેવું એટલે થાય છે કારણકે તે ચપલમાં કોઈ આધાર હોતો નથી. આમ તમે તમારા ઘૂંટણ અને પીઠના દુખાવાનો અનુભવ કરો છો. પરંતુ, તેનો અર્થ એ નથી કે તમે ફ્લેટ ચપલ પહેરવાનું છોડી દો. માત્ર જરૂર છે કે તમે ઓર્થોટિક ઇન્સર્ટ ખરીદી લો અને તેને ચપલ પર ઇન્સર્ટ કરી લો. તે તમારા પગની સ્થિતિને સુધારશે.

Image Source

હંમેશા હળવા અને મુલાયમ રેગ્યુલર પગરખા પહેરવા

જ્યારે તમે દોડી રહ્યા છો ત્યારે રેગ્યુલર પગરખા (રેગ્યુલર બુટ ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો) પહેરવા ખૂબ જરૂરી હોય છે. પરંતુ કેટલીક સ્ત્રીઓ તેને દરરોજ પહેરવા લાગે છે, કેમકે તે ખૂબ આરામદાયક અને હળવા લાગે છે. પરંતુ તે તમારા પગને અસર કરી શકે છે કેમકે તે ખૂબ લવચીક અને નરમ હોય છે.

સારું રેહશે કે તમે રેગ્યુલર પગરખા માત્ર દોડવા માટે જ પહેરો. તેમજ, દરેક દિવસ માટે એક સારો વિકલ્પ પસંદ કરો. ઉદાહરણ તરીકે સખત તળિયા વાળા એથલેટીક પગરખા દરરોજ પહેરવા માટે વધારે સુરક્ષિત હોય છે.

Image Source

પ્લેટફોર્મ પગરખા દરરોજ પહેરવા

પ્લેટફોર્મ પગરખા વધારે આરામદાયક હોતા નથી અને તેમાં સખત ફૂટ બેડ હોય છે, આ સ્થિતિમાં જો તેને દરરોજ પહેરવામાં આવે છે, તો તેનાથી તમારા પગને નુકશાન ઉઠાવવું પડે છે. તે તમારી ચાલવાની પદ્ધતિ ખરાબ કરી શકે છે. તેથી તેને ક્યારેક ક્યારેક જ પહેરવા અને દરરોજ પહેરવાનું ટાળો.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment