કોઈ વ્યક્તિના શરીર પર વાળ કોઈપણ રીતે આપણી રક્ષા કરે છે. પરંતુ ફેશનને કારણે આપણે તેને આપણા શરીર પરથી દૂર કરીએ છીએ. ભલે તે આપણી સુંદરતાને વધારે છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્યને નુશાન પહોચાડે છે. જે રીતે ઘણા લોકો તેમના નાકના વાળ એટલા માટે કાપે છે કેમકે તે જોવામાં ખરાબ લાગે છે અને તેની આ ટેવ તેમના જીવનમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. તે જીવન માટે જોખમી પણ બની શકે છે. આજે અમે તમને નાકના વાળ સાથે જોડાયેલ ખાસ વાતો જણાવીશું જેનાથી તમે તેના મહત્વને સમજી શકો છો.
નાકના વાળ ગંદકીને સાફ કરે છે
નાકમા વાળ હોવાથી આપણે બહારના પ્રદૂષણથી બચીએ છીએ. નાકના વાળ શરીરની રક્ષા પ્રણાલીનો એક મહત્વનો ભાગ છે. કેમકે શ્વાસ લેવા પર ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ સાથે બેક્ટેરિયા પણ ધૂળ અને ગંદકીની સાથે શરીરમાં પ્રવેશ કરે છે, જેની સામે વાળ બહારની ગંદકીને ચાળવાનું કામ કરે છે.
નાકના વાળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે
નાકના વાળ બેક્ટેરિયા અને ધૂળને શરીરમાં પ્રવેશ કરતા અટકાવે છે. નાકમાં વાળ હોવાથી શ્વાસ લેતી વખતે ધૂળ, ગંદકી અને બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે, જેનાથી ઘણી બીમારીઓ પોતાની ઉપર લઇ લે છે. જો નાકમાં વાળ હોય છે તો બહારની ગંદકી શરીરમાં પ્રવેશ કરી શકતા નથી. તેથી નાકના વાળ કાપવા જોઈએ નહિ. નાકના વાળ આપણા નાકને સાફ અને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તે ફેફસા માટે ફિલ્ટરનું કામ કરે છે.
નાકના વાળ તૂટવાથી શરીરને જોખમ રહે છે
નાકમાં નાની રક્ત વહિકાઓ હોય છે, જે સીધી માથાની પાસેની રક્ત વાહિકાઓ સાથે જોડાયેલ હોય છે. તેથી નાકના વાળને તોડવાથી રક્ત વાહિકામાં છિદ્ર પડી જાય છે અને રક્તસ્રાવ થવા લાગે છે, જે માથાની નસો સુધી પહોંચે છે અને વ્યક્તિના જીવનને જોખમમાં નાખી શકે છે.
પક્ષાઘાત નો ભય
નાક પર વાળ તૂટવાથી રક્ત વાહીકાઓથી માથા સુધી સંક્રમણ લાગી શકે છે. જો તમારી પ્રતિરક્ષા પ્રણાલી નબળી છે તો સક્રમણનું જોખમ વધી શકે છે. રક્તની પૂર્તિ કરતી નસોમાં લોહીની ગાંઠો બની શકે છે અને માથા પર દબાવ નાખી શકે છે. તે એક વ્યક્તિને પક્ષાધાત કરી શકે છે અને જીવનને જોખમમાં નાખી શકે છે.
ખીલ જોખમી છે
જો તમારા નાકની આજુબાજુ ખીલ છે, તો ચેપનું જોખમ વધી શકે છે. તેનાથી લોહી ગાંઠો જામી જાય છે અને લોહી લઈ જતી નસ બંધ થઈ જાય છે. આવી સ્થિતિને કૈવન્સ સાઇનસ થ્રમ્બોસિસ કેહવામાં આવે છે. તે એક જોખમી સ્થિતિ છે અને 30 ટકા કેસમાં વ્યક્તિના જીવનને જોખમ હોય છે.
આ રીતે કાપો નાકના વાળ
તમે તમારા નાકના વાળને સાફ કરવા ઇચ્છો છો, તો તમે નાની કાતરથી વાળ કાપી શકો છો અથવા તો કોઈ સારા ટ્રીમરનો પણ ઉપયોગ કરી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “નાકના વાળ શરીર માટે છે વરદાનરૂપ, તેથી નાકના વાળ કાપતા પહેલા વિચારો”