એક સમયની વાત છે ગુરુ તેના શિષ્યો સાથે ક્યાંક દુર જઈ રહ્યા હતા. રસ્તાઓ ઘણા જ લાંબા હતા, ચાલતા ચાલતા બધા જ થાકી ગયા. હવે તેને વિશ્રામ કરવાની ઈચ્છા થઈ, પરંતુ જો વિશ્રામ કરે તો ગંતવ્ય સ્થળ પર પહુંચતા વધુ રાત થઈ જાય. એટલા માટે તે સતત ચાલતા જ રહ્યા. રસ્તામાં એક નાળું આવ્યું જેને પાર કરવા માટે લાંબી છલાંગ લગાવવાની હતી. બધા લોકોએ લાંબી છલાંગ મારી નાળું પાર કરી લીધું પરંતુ ગુરુજીનું કમંડળ તે નાળામાં પડી ગયું. બધા શિષ્યો પરેશાન થઈ ગયા. એક શિષ્ય ગોપાલ કમંડલ નીકાળવા માટે સફાઈ કર્મચારીને ગોતવા નીકળી પડ્યો. બીજા શિષ્યો બેસીને ચિંતા કરવા લાગ્યા અને યોજનાઓ બનાવવા લાગ્યા કે આખરે આ કમંડલ બહાર કઈ રીતે નીકાળવું.
ગુરુજી પરેશાન થવા લાગ્યા
કેમકે ગુરુજીએ બધાને સ્વાવલંબનનો પાઠ ભણાવ્યો હતો. તેની સીખ પર કોઈ પણ અમલ કરી રહ્યા ના હતા. આ બધું જોઈ ગુરુજી વિચલિત થઈ ગયા. એક શિષ્ય મદન ઉઠ્યો અને તેણે નાળીમાં હાથ લગાવી જોયું પરંતુ કમંડળ ક્યાંય દેખાયું નહી. કેમકે તે નાળીના તળિયામાં પહુંચી ગયું હતું. ત્યારે મદન તેના કપડા સંભાળી નાળીમાં ઉતર્યો અને તુરંત કમંડલ લઈ ઉપર આવ્યો.
ગુરુજીએ તેના શિષ્ય મદનની ખુબ પ્રશંશા કરી અને ભરપુર વખાણ કર્યા કેમકે તેમણે ગુરુ દ્વારા ભણાવવામાં આવેલા પાઠ પર કાર્ય કર્યું. ત્યારે જ શિષ્ય ગોપાલ જે સફાઈ કર્મચારીને ગોતવા ગયો હતો તે આવી પહુચ્યો, તેને તેની ભૂલનો આભાસ થઈ ગયો હતો.
સીખ –
કોઈ પણ કાર્ય નાનું કે મોટું નથી હોતું, તમારું કામ તમારે જાતે જ કરવું જોઈએ. કોઈ પણ સંકટમાં હોવા છતાં પણ બીજી વ્યક્તિઓ પાસેથી બને ત્યાં સુધી ખુબ ઓછી મદદ લેવી જોઈએ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team