નહિ ડાયટિંગ અને નહીં જિમ, જાણો વજન ઘટાડવાની અનોખી ચીની ટ્રીક 

Image Source : Photo: Getty Images 

આ તકનિકને EFT એટલે કે ઈમોશનલ freedom ટેકનીક કહે છે જેમાં શરીરના અમુક ભાગ ઉપર ટેપિંગ થેરેપી વજન ઓછું કરવામાં મદદ રૂપ માનવામાં આવે છે અમુક મીડિયા રિપોર્ટ અનુસાર ફોર્મ્યુલા ના આધારે ઘણા બધા લોકોએ પાંચ જ મહિનામાં લગભગ 30 પાઉન્ડ એટલે કે સાડા 13 કિલો વજન ઓછું કર્યું છે.

શું તમે ક્યારેય વજન ઉતારવા માટે આ પ્રકારની તકનિક વિશે સાંભળ્યું છે જેમાં શરીરના અમુક ભાગમાં આંગળી દબાવી ને વજન ઓછું કરી શકાય છે.આ તકનિકને EFT એટલે કે ઈમોશનલ ફ્રીડમ ટેકનીક કહેવામાં આવે છે જેમાં શરીરના અમુક ભાગ ઉપર ટાઈપિંગ થેરાપીથી વજન ઓછું કરી શકાય છે અમુક મીડિયાના રિપોર્ટ અનુસાર આપણને આ પ્રકારની માહિતી પણ મળી છે જેનાથી આપણે 13 કિલો જેટલું વજન ઓછું કરી શકીએ છીએ.

Image Source

શું છે ઇમોશનલ ફ્રીડમ ટેકનીક?

ધ ટેપિંગ સોલ્યુશનની લેખિકા જેસીકા ઓર્ટનર કહે છે કે ‘EFT એક્ટ્રેસ રિલીફ ટેબલેટ છે જે સાયકોલોજી અને ચીનની પ્રાચીન એક્યુપ્રેશર થેરાપીથી મળતાવડું રૂપ છે આ ટેકનિક શરીરમાં કોર્ટીસોલ નામના સ્ટ્રેસ હોર્મોનના લેવલને ઓછું કરે છે. જે વજન વધવું અને ઊંઘથી જોડાયેલી તકલીફને વધારવાનું કામ કરે છે. આ ટેપીંગ ટેકનિકથી ન માત્ર વ્યક્તિનું વજન ઓછું થાય છે પરંતુ તણાવ અને ઉંઘથી જોડાયેલી તકલીફ પણ ઓછી થાય છે.’

ટેપિંગ ટેકનીક લોકોને નકારાત્મક ભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરે છે. જેમ કે કોઈ સમસ્યાનું નિરાકરણ અથવા એવી વાતને લઈને ચિંતામાં હોય એ દરમિયાન શરીરની નવ ખાસ જગ્યાઓ પર 5થી 7 વખત આંગળીથી ટેપિંગ કરવામાં આવે છે અને કોઈ ખાસ મુદ્દા ઉપર ધ્યાન આપવામાં આવે છે.

Image Source

 

કેટલી કારગર છે આ તકનીક?

કેટલાક અભ્યાસો ટેપિંગને તણાવ ઘટાડવાની તકનીક માને છે. વર્ષ 2020માં પ્રકાશિત અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનમાં પ્રકાશિત એક અભ્યાસનો મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમાં ટેપિંગ થેરેપીથી 60 મિનિટ પહેલા અને ત્યારબાદ  તેમના તણાવ લેવલ ની તપાસ કરવામાં આવી હતી. EFT બાદ એક્સપર્ટે ચિંતા હતાશા સહિત ઘણા લક્ષણોમાં સુધારો જોયો.

શું ટેપિંગ કરવું સુરક્ષિત છે?

ટેપિંગ દ્વારા તણાવ ઓછો કરવો હાનિકારક નથી, આમ કરવું બિલકુલ સુરક્ષિત છે પરંતુ ટાઈપીંગથી વજન ઓછું કરવા માટે કોઈ જ રિસર્ચ થયું નથી. તેથી તેને લઈને અત્યારે કોઈ જ દાવો કરી શકાતો નથી તેમાં સૌથી મુખ્ય વાત એ છે કે EFT માં કોઈપણ પોષણ અને ખોરાક વિશે વાત કરવામાં આવી નથી. એક્સપર્ટ જણાવે છે કે વજન ઓછું કરવાની કોઈ પણ પોષણની સમજ, ખાદ્ય ચીજવસ્તુઓની યોગ્ય પસંદગી હેલ્ધી કુકિંગ ટેકનીક અને કદની સાઇઝની સમજ હોવી ખૂબ જ જરૂરી છે 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment