ગરમીની સીઝન ચાલુ થઇ ગઈ છે અને હવે ગરમીનો પારો ધીમે – ધીમે વધી રહ્યો છે ત્યારે એસી અને કુલરના કારણે વીજળી બીલનો આંકડો વધારે થઇ જશે. ઉનાળામાં રાતનો સમય તો પસાર થઇ શકે છે પણ બપોરના સમયમાં વધારે તકલીફ પડે છે. એવામાં રાહત માટે એસી કે કુલરનો સહારો લેવો પડે છે.
ગરમીના દિવસો વધુ હાલત ખરાબ કરે ત્યારે એસી કે કુલર વગર ચલાવવું ફરજીયાત બને છે પરંતુ અમુક એવી ટીપ્સ છે જેના વડે ઘરમાં અંદરનું તાપમાન નીચે લાવી શકાય છે. ગરમીના દિવસોમાં પણ ઘરમાં ઠંડક રાખવા માટે આ ટીપ્સ ગજબની કામ આવશે. તો ચાલો જાણીએ ઉપયોગી ટીપ્સ :
ગાલીચાનો ઉપયોગ ટાળવો :
ગરમીના દિવસોમાં ઘરમાં પાથરેલ ગાલીચાનો ઉપયોગ ટાળવો જોઈએ. ગાલીચામાં ગરમી અંદર સમાઈ જતી હોય છે એટલે એ ઘરનું વાતાવરણ ગરમ રાખે છે એ કારણે ગરમીના દિવસોમાં ઘરમાં ગાલીચા પાથરશો નહીં.
પાણીનો છંટકાવ કરો :
બપોરના સમયની લૂ જો ઘરમાં આવશે તો ઘરની અંદરનું વાતાવરણ પણ ગરમ થશે એટલે બપોરના સમયે ઘરની અંદર તડકો કે લૂ ન આવે એ ધ્યાન રાખો. સાંજ થતા જ બારી-દરવાજાને ખોલીને અંદરની હવાને તાજી થવા દો. સાંજ થતા ઘરની આસપાસ પાણી છાંટી દો જે વાતાવરણમાં ઠંડક પ્રસરાવવામાં મદદ કરશે.
છોડ પણ મદદ કરી શકે છે :
ઘરની શોભા વધારવા માટે બહારના ભાગમાં છોડ કે ઝાડ હોય છે એવી રીતે ઘરની અંદર પણ અમુક પ્રકારના છોડ રાખવથી ઘરની અંદર ગરમીનું પ્રમાણ ઘટાડી શકાય છે. ઘરમાં ડેકોરેશન તરીકે પણ છોડ લગાવી શકાય અને ગરમીમાં પણ ફાયદો આપે છે. સામાન્ય છોડ લગાવવાથી પણ રૂમના ટેમ્પરેચરમાં ૬-૭ ડીગ્રી જેટલો ઘટાડો આવે છે અને ગરમીથી રાહત મળે છે.
આ ટીપ્સને હંમેશા માટે યાદ રાખી લો કારણ કે આ ટીપ્સ દર વર્ષે ઉનાળા દરમિયાન કામ આવશે અને આરામથી ગરમીના દિવસો વિતાવી શકાશે.
આવી જ અન્ય માહિતીને વાંચવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો અને તમારા ખાસ મિત્રો સાથે પણ આ રસપ્રદ માહિતીને શેયર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel