લીમડા નો ઉપયોગ ન તો ફક્ત સ્વાસ્થ્ય માટે પણ ત્વચા માટે પણ ઘણો સારો છે. તેના ફળ, પત્તા અને ડાળીયો થી પણ તેનો ફાયદો મેળવી શકાય છે. લીમડા માં એંટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. વિટામિન c હોવાને કારણે લીમડો ત્વચા ની બીમારીઑ માં પણ ફાયદાકારક રહે છે.
ચહેરા ના દાગ ને પણ ઓછા કરવામાં માટે લીમડા ના થોડા પત્તા પણ કાફી છે. તેની માટે લીમડા ના સુકાયેલ પત્તા ને પીસી ને તેમાં ગુલાબ જળ ભેળવી ને ચહેરા પર લગાવો. થોડા સમય બાદ ઠંડા પાણી થી ધોઈ નાખો. આ રીતે તમે ખીલ પણ દૂર કરી શકો છો.
ત્વચા થી જોડાયેલ સમસ્યા ને દૂર કરી શકાય છે લીમડા થી.
એક લિટર પાણી માં લીમડા ના પત્તા નાખી ને ઉકાળી લો. જ્યારે પાણી નો કલર લીલો થઈ જાય ત્યારે તેને ગાળી લો. અને સૂતા પહેલા તેને ટોનર ની જેમ ચહેરો સાફ કરો. થોડાક દિવસો માં કાળા દાગ, સફેદ દાગ, ખીલ બધુ જ દૂર થઈ જશે.
લીમડા ના તેલ ને રોજ રાતે ચહેરા પર લગાવો. અને સવારે ઠંડા પાણી થી મોઢું ધોઈ નાખવું. તેનો જલ્દી જ સકારાત્મક પરિણામ જોવા મળશે. જો નખ માં ફૂગ કે પછી ઇન્ફેકશન થઈ ગયું હોય તો લીમડા ના તેલ ના થોડા ટીપા થી નખ ની માલિશ કરવી. આ રીતે તમે નખ માં રહેલ ફૂગ નો નાશ કરી શકશો.
જો તમારી ત્વચા સંવેદનશીલ છે અને કાળા દાગ સરળતા થી નથી જતા તો લીમડા ના પાંદડા ના કતરણ ને પાણી માં મિક્સ કરી ને કાળા દાગ પર લગાવો. રોજ તેના વપરાશ થી કાળા દાગ દૂર થઈ જશે.
ચહેરા ની તાજગી ને જાળવી રાખવા માટે પણ ઉપયોગી છે લીમડો.
ચહેરા ની તાજગી અને રગંત ને સુધારવા માટે પણ લીમડો ખૂબ ઉપયોગી સાબિત થયો છે. તેની માટે લીમડા ના પત્તા ને ધોઈ ને સુકાવી લો. પછી ને પીસી ને તેનો પાવડર બનાવી લો. હવે આ પાવડર માં ગુલાબ ના પાંદડા નો પાવડર, દહી, થોડું દૂધ નાખી ને પેસ્ટ બનાવી લો. પેસ્ટ ને ચહેરા પર લગાવી ને 15 મિનિટ પછી ધોઈ નાખો.
શરીર ના કોઈ ભાગ પર કઈ વાગ્યું હોય કે દાજયા હોય ત્યાં લીમડા ના પત્તા નો પેસ્ટ લગાવો. તેના થી ઇન્ફેકશન થતું નથી. આ ઉપરાંત ક્યાંય વાગ્યું હોય તે જગ્યા પર લીમડા ના તેલ ના ટીપા ભરવા થી જખ્મ જલ્દી જ ભરાઈ જાય છે.
લીમડા ના પત્તા થી લોહી ની સાથે જ ખંજવાળ ને દૂર કરવા ના પ્રાકૃતિક તત્વો પણ હોય છે. પેઢા માં તકલીફ થતાં લીમડા ના ઉકાળેલા પાણી થી કોગળા કરવા. જો વાળ ખૂબ જ રુક્ષ અને ખરતા હોય તો વાળ માં શેમ્પૂ કર્યા પછી લીમડા ના પાણી થી વાળ ધોવા. તેના થી વાળ મજબૂત થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team