મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
પલપલ તારા દર્શન થાયે દેખે દેખણહારા રે
કદાચ આ પંક્તિ કવિશ્રી જયંતિલાલ આચાર્યે નીલકંઠ ધામ પોઈચા માટે તો નહીં લખી હોયને !!! સ્વામીનારાયણ સંપ્રદાય એ ગુજરાતનું ગૌરવ છે. સહજાનંદસ્વામીના સત્કાર્યો ઉગી નીકળ્યાં છે. એમણે શરુ કરેલો આ સંપ્રદાય આજે તો વિશ્વવ્યાપી બની ગયો છે.ભગવાન સહજાનંદ સ્વામી જેટલાં પૂજનીય છે એટલાં જ હકદાર આયુગના યુગપુરુષ જે ગતવર્ષે શ્રીજીચરણ થયાં એ શ્રી પ્રુમખસ્વામી જ ગણાય !!! પ્રમુખ સ્વામીએ સંપ્રદાયને વિકસાવ્યો અને અનેક મંદિરો બંધાવ્યા ભગવાન સ્વામીનારાયણનાં!!! આમ તો એમણે દાન માંગવા જવું પડયું નહોતું લોકોએ જ ધનવર્ષા કરીને આ મંદિરો બાંધવામાં એમણે મદદ કરી હતી. આવુંજ એક મંદિર છે —–નીલકંઠ ધામ પોઈચા
સ્વામીનારાયણ મંદિરની રચના મનને મોહિત કરી દે તેવી હોય છે. પછી એ BAPS મંદિર હોય કે વડતાલ તાબાનું મંદિર હોય !!! ગુજરાત સમેત વિદેશમાં અનેક સવ્મીનારાયણ મદિર પોતાની ભવ્યતા અને અદભૂત રચન માટે વિશેષ રૂપે જાણીતું છે. ગુજરાત રાજ્યનાં રાજપીપળાનાં નાંદોલ તહસીલમાં ૧૦૫ એકરમાં ફેલાયેલાં સ્વામીનારાયણ મંદિરની રચના અતિભવ્ય છે. નાંદોલ તહસીલનાં પોઈચા ગામમાં આ મંદિર નીલકંઠધામના રૂપમાં ઓળખવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા વિભિન્ન પ્રકારનાં આકર્ષણ તૈયાર કરવામાં આવ્યાં છે.
પર્યટકો માટે છે આકર્ષણનું કેન્દ્ર ..
વડોદરાથી રાજપીપળાના રસ્તે વડોદરાથી આશરે ૬૫ કી.મી. દૂર નર્મદા નદીના કિનારે પોઈચા ગામમાં ભવ્ય સ્વામીનારાયણ મંદિર બન્યું છે.આ નીલકંઠધામની આસપાસ અને અન્ય ક્ષેત્રોનાં લોકો માટે આ એક દિવસનું ફેવરીટ ડેસ્ટીનેશન બની ગયું છે.
૨૦૧૩માં બનેલું આ મંદિર નીલકંઠધામ તરીકે જાણીતું છે. મુખ્ય મંદિરમાં શેષનાગ સાથે વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. તદુપરાંત, ગણેશજી, હનુમાનજી, સપ્તર્ષિ, વિષ્ણુના અવતાર તથા અન્ય મંદિરો છે. મંદિરમાં ફુવારા છે, ૧૦૮ ગૌમુખ છે, એમાં સ્નાન કરી શકાય છે. સાંજની આરતીનું ઘણું મહત્વ છે, આરતી સમયે હાથી સાથે સવારી નીકળે છે. સાંજે બધે રંગબેરંગી રોશની કરાય છે, એ મંદિરની શોભામાં વધારો કરે છે. આનાથી મંદિરની શોભામાં ચાર ચંદ લાગી જાય છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરની ગાદી અહીંનો વહીવટ સંભાળે છે.
મંદિર આગળ પાર્કીંગની સરસ વ્યવસ્થા છે. બાળકોને રમવા માટે મેદાન છે. રહેવા જમવાની વ્યવસ્થા છે. અહીંથી નર્મદાને સામે કિનારે કરનાળી ગામ છે. નર્મદા નદીમાં નહાવાની મજા આવે એવું છે. નદીની રેતીમાં રસ્તો બનાવ્યો છે, એટલે ગાડી છેક પાણીની નજીક લઇ જઇ શકાય એવું છે.
નીલકંઠધામની બાજુમાં, સહજાનંદ યુનિવર્સ નામનું નવું સંકુલ ૨૦૧૫માં બન્યું છે. તેમાં જાતજાતનાં આકર્ષણો ઉભાં કર્યાં છે. અહીં સ્વામીનારાયણ ભગવાનની ૧૫૨ ફૂટ ઉંચી મૂર્તિ છે. નીલકંઠ હૃદય કમળ છે, રામાયણ, મહાભારતના પ્રસંગો, કૃષ્ણલીલા અને બીજાં અનેક સ્ટેચ્યુ છે. ભૂલભૂલૈયા, હોરર હાઉસ, લાઈટ અને સાઉન્ડ શો વગેરે છે.આખો વિસ્તાર સાત ભાગમાં વહેંચેલો છે. ગેટ બહુ જ આકર્ષક છે. સમય સવારના ૧૧ થી સાંજના ૮ સુધીનો છે. ફોટા પડવાની છૂટ છે.
દર્શન કરવા તથા એક દિવસની પીકનીક મનાવવા માટે આ સરસ જગા છે.પોઈચા રાજપીપળાથી ૧૩ કી.મી. દૂર છે.
નર્મદા જિલ્લામાં પોઈચા સ્થિત નીલકંઠ ધામમાં રોજ્જ ઘણાં પર્યટકો આવે છે. ૧૦૫ એકરમાં ફેલાયેલું નીલકંઠધામ દેશી-વિદેશી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ઘણાં સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યાં છે. આખાં મંદિરને રોશનીથી શ્રુંગારિત કરવામાં આવે છે…….
નીલકંઠધામની વિશેષતાઓ ——
મંદિરમાં કળા,કારીગરી નું અદભૂત કૌશલ
આ મંદિરની કલા, કારીગરીનું અદ્ભુત કૌશલ જોઇને લોકો દંગ રહી જાય છે. નર્મદા તટ પર તળાવને કિનારે બનવવામાં આવેલું આ એકમાત્ર મંદિર છે. અહીં આવવાંવાળાં પ્રવાસીઓને દરેક પ્રકારની સુવિધાઓ મંદિર પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવે છે!!!
અદભૂત સ્થાન છે
પોઈચા ગામની પાસે નર્મદા નદીને કિનારે સ્થિત નીલકંઠધામ સ્વમ્નારાયણ ભગવાનની વિશ્વની સૌથી મોટી ૧૫૧ ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અહીંયા ૧૧૦૦થી પણ અધિક મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ સહજાનંદ પાર્કમાં હરવા – ફરવાંણો અન્નદ જ કૈક ઓર છે !!!
નીલકંઠધામ સ્વામીનારાયણ મંદિર અને સહજાનંદ યુનિવર્સ પોઈચા, નર્મદા, ગુજરાત
- કરોડોના ખર્ચે બનાવાયેલું સહજાનંદ યુનિવર્સ
– નીલકંઠધામની નજીકમાં 2015માં 24 એકરમાં સહજાનંદ યુનિવર્સ નામનું સંકુલ બનાવવામાં આવું છે.
– અહીં ભારતીય સંસ્કૃતિને પ્રર્દિશત કરતું તીર્થધામ બનાવવામાં આવ્યું છે.
– આ ઉપરાંત સહજાનંદ યુનિવર્સમાં વિવિધ પ્રકારના આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે.
– અહીંનો આખો વિસ્તાર સાત ભાગમાં વહેંચેલો છે, ગેટ પણ ખાસ આકર્ષક છે.
– દોઢ કરોડથી વધુ કિંમતની 152 ફૂટ ઉંચી સ્વામીનારાયણ ભગવાનની પ્રતિમા ખાસ આકર્ષણમાનું એક છે.
- ક્યા આકર્ષણો ઉભા કરાયા છે
– લીલાછમ પહાડો પર ભગવત્ લીલા ચરિત્ર
– સુંદર સરોવર વચ્ચે નીલકંઠ મહારાજનું મંદિર
– ૧૫૨ ફૂટ ઉંચી વિરાટ કદની સ્વામીનારાયણ ભગવાનની પ્રતિમા
– નેચરલ પાર્ક, કલાકૃતિ ઘરો
– વોટર શો, લેસર શો, ડાન્સિંગ ફુવારા
– નૌકા વિહાર દ્વારા અદ્રભુત પ્રકૃતિ દર્શન
– ચેન્જ ઓફ લાઈફનો શો
– અમેજીંગ એક્વેરિયમ તથા પક્ષીઓનો નઝારો
– સહજાનંદ આર્ટ ગેલેરી તથા મીરર હાઉસ
– હોરર હાઉસ, ફ્લાવર્સ ક્લોક
– ઈન્ફોસીટી તથા સાયન્સ સેન્ટર
– એમ્યુઝમેન્ટ પાર્ક
– આનંદ પમાડતો એન્જોય પાર્ક
નર્મદાકિનારે પોઇચા ખાતે નિર્મિત નિલકંઠધામ ખાતે ભગવાન મહાદેવને નિલકંઠ સરોવરમાં બિરાજમાન કરાયા છે. સ્થળે ભોળાનાથને સતત જલાભિષેક થતો રહે છે…..
તમે સ્થળ ની મુલાકાત લો અને મનની શાંતિ અને સ્વાદિષ્ટ પ્રસાદ આનંદ જોઈએ! બધાં સ્વામિનારાયણ મંદિરો, આ સૌથી સુંદર છે ….તમે નસીબદાર હો તો અને પછી તમે પણ હાથીઓ જોવા માટે એક તક મળી………..
આવું સુંદર અને આદભૂત મંદિર એક વાર નહિ અનેકોવાર જોવાય. આમેય ઘણાં લોકો અનેકોવાર સ્વામીનારાયણ મંદિરની મુલાકત તો અવશ્ય જ લે છે. આપણે પણ આ તક ક્યારેય ના ચૂકવી જઈએ …….
જય સ્વામીનારાયણ !!!
——– જનમેજય અધ્વર્યુ
Copy Rights @FaktGujarati
Note : આર્ટિકલ ને કોપી કારસો તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે…