જયારે પણ આપણી જીંદગીમાં સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણામાંથી ઘણા લોકો વિચારે છે કે મારી સાથે જ કેમ આવું થઈ રહ્યું છે? આ વિચારો ધીરે ધીરે આપણી અંદર ઘોર નિરાશા ઉત્પન્ન કરે છે. જે આપણી જીંદગીમાં બોજ બની શકે છે. આજે અમે તમને એક એવા અમર્યાદિત શક્તિવાળા વ્યક્તિની કહાની વિષે જણાવીશું કે જેની જીંદગીમાં કઈ પણ અસંભવ નથી. વિશ્વાસ ના હોઈ તો આ પ્રેરક કહાની વાંચો –
4 ડિસેમ્બર 1982માં ઓસ્ટ્રેલીયામાં એક બાળકનો જન્મ થયો જેનું નામ Nick Vujicic હતું. Nick Vujicic બીજા બાળકોની જેમ સ્વસ્થ હતા પરંતુ તેનેમાં એક ખામી હતી. તે Phocomelia નામના એક દુર્લભ વિકાર સાથે જન્મ્યા હતા જેના કારણે તેના બંને હાથ અને પગ ના હતા.
ડોકટરો હેરાન હતા કે નીકના હાથ પગ કેમ નથી. નીકના માતા પિતાને આ ચિંતા સતાવા લાગી હતી કે તેનું જીવન કેવું રહેશે. હાથ અને પગ વગર આ બાળકનું ભવિષ્ય કેવું રહેશે? બાળપણના શરૂના દિવસો ખુબ જ મુશ્કેલ હતા. નીકના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. તે ભગવાન પાસે એક જ પ્રાથના કરતા કે તેને તેના હાથ પગ પાછા મળી જાય. તે તેની વિકલાંગતાથી એટલા હેરાન હતા કે તેમણે 10 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
પરંતુ ત્યારબાદ તેની માતા દ્વારા આપવામાં આવેલા એક લેખને વાંચી તેનું જીવન પ્રત્યે નજારો પૂરી રીતે બદલી ગયો. નીકે ધીરે ધીરે તેની પગની આંગળી અને થોડા ઉપકરણો દ્વારા લખવાનું અને કમ્પ્યુટર પર ટાઈપ કરવાનું સીખી લીધું. 21 વર્ષની ઉંમરમાં નીકે એકાઉન્ટઅને ફાઈનેન્સમાં ગ્રેજ્યુએટ કરી લીધું.
તેમણે “Attitude is Attitude” નામથી તેની કંપની બનાવી અને ધીરે ધીરે નીકને દુનિયામાં એક એવા પ્રેરક વક્તાના રૂપમાં ઓળખાવા લાગ્યા જે તેના જીવનમાં એક ચમત્કાર છે. તેમણે પ્રેરણા અને સકારાત્મકનો સંદેશ દેવા માટે “Life Without Limbs” નામથી એક નફાકારક સંસ્થા પણ બનાવી.
33 વર્ષીય નીક આજે એક સફળ પ્રેરક વક્તા જ નહી પરંતુ તે એ બધા જ કામ કરે છે જે એક સામાન્ય વ્યક્તિ કરે છે. જન્મથી જ હાથ પગ ના હોવા છતાં તેઓ ગોલ્ફ અને ફૂટબોલ, તરતા, સ્કાઇડાવિંગ અને સર્ફિંગ પણ કરે છે. આજે તે દુનિયાને જિંદગી જીવવાની રીત શીખવાડે છે. નીકે ભૌતિક સીમાને જકડી રાખવાને બદલે તેના જીવનને નિયત્રણ કરવાની શક્તિ રાખી. આ સાથે જ તેમણે 44 દેશોની યાત્રા પણ કરી છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
1 thought on “નિક વ્યુચિચ: અમર્યાદિત શક્તિવાળી વ્યક્તિ, જેમણે હાથ-પગ વિના જ જીતી જિંદગીની જંગ”