હવે છોકરી પણ છોકરાને ‘મંગળસૂત્ર’ પહેરાવશે – લગ્નમાં આવી ગયો એક બધાથી નવો રીવાજ…

ભારતની દેશમાં હિંદુ લગ્નવિધિમાં ઘણા રીત-રીવાજો છે. એ ઉપરાંત અલગ-અલગ જ્ઞાતિના પણ અમુક રીવાજો એવા છે જે બધાથી અલગ છે. લગ્નવિધિમાં કન્યાદાન, સિંદુરદાન, હસ્તમેળાપ, મંગળસૂત્ર વગેરે રીવાજો અગત્યના છે. આ રીવાજોને હિંદુ ધર્મ સંસ્કૃતિમાં મહત્વતા મળી છે. પણ આજે આર્ટીકલમાં એક નવા કિસ્સા વિશે ચર્ચા કરવાના છીએ. જે જાણીને તમને નવાઈ લાગશે.

સામાન્ય રીતે દરેક લગ્નમાં પતિ તેની પત્નીને મંગળસૂત્ર પહેરાવે છે. એટલે કે દુલ્હા તેની દુલ્હનને આ જિંદગીભરની સૌગાત આપે છે. પણ શું તમે સાંભળ્યું છે કે કોઈ દુલ્હાને-દુલ્હાને મંગળસૂત્ર પહેરાવ્યું હોય એવું? નહીં ને..પણ એક એવો કિસ્સો બન્યો છે જેમાં લગ્ન દરમિયાન દુલ્હને-દુલ્હાને મંગળસૂત્ર પહેરાવ્યું.

થોડો સમય પહેલા કર્ણાટકમાં બે કપલ્સે નવીન રીવાજનો દૌર શરૂ કર્યો. પહેલા તો હિંદુ રીવાજ મુજબ દુલ્હાએ-દુલ્હનને મંગળસૂત્ર પહેરાવ્યા. પછી એક તદ્દન નવો જ રીવાજ કર્યો જેમાં બંને કપ્લ્સે નવીન રીવાજથી લગ્ન કર્યા. આ અનોખા લગ્નમાં દુલ્હને-દુલ્હાને મંગળસૂત્ર પહેરાવ્યું હતું. જેટલા લોકોએ આ દ્રશ્યો પોતાની આંખ સમક્ષ જોયું તે બધા ચોંકી ગયા હતા. અમુક લોકો આ આર્ટીકલ સાંભળીને પણ ચોંકી ગયા હશે, અમુકને વિચાર આવતો હશે કે આવું કરવા પાછળનું કારણ શું? તો વાંચો વધુ આગળ એટલે તમામ માહિતી ખબર પડી જશે.

હિંદુ ધર્મમાં મંગળસૂત્ર સુહાગની નિશાની ગણાય છે. જે મહિલાના લગ્ન થઇ ગયા હોય એ તેના પતિની રક્ષા માટે મંગળસૂત્ર પહેરતી હોય છે. સાથે મંગળસૂત્ર પહેરવું એ પતિના જીવન અંગેનો પુરાવો પણ છે. જે મહિલાનો પતિ હયાત હોય એ મહિલા ગળામાં મંગળસૂત્ર પહેરતી હોય છે. પરંતુ દુલ્હન દ્વારા દુલ્હાને મંગળસૂત્ર પહેરવામાં આવ્યું એ આજની નવી પેઢીની નવી વિચારધારાને દર્શાવતી એવી સીસ્ટમ છે.

માહિતી મુજબ જણાવીએ તો બંને કલ્પસ કર્ણાટકના વિજયપુરા જીલ્લામાં રહે છે. આ બંને કપ્લ્સે દુનિયાની સામે સમલૈંગિક સંબંધોને ખુલ્લેથી દર્શાવ્યા છે. નવી વિચાર પ્રત્યેની આ એક નવી મસાલ છે જેના કારણે ઇકવલ જેન્ડરને પણ દુનિયાની અંદર સમાન માન-સમ્માન મળ્યું છે. હવે સમલૈંગિકતાને થોડી હળવી દ્રષ્ટિથી જોવામાં આવે છે ત્યારે આવા કિસ્સાઓ સામે આવવા એ કોઈ નવી વાત ન કહેવાય.

આ બંને કપલ્સ અલગ-અલગ જ્ઞાતિના હતા. તેમજ બંનેના લગ્ન એકબીજા સાથે મુર્હત અને હિંદુ વિધિ અનુસાર જ થયા. પરંતુ પત્નીએ તેના પતિને મંગળસૂત્ર પહેરવાની નવી રીત બહાર પાડી હતી. આવું કરવા પાછળનું કારણ એવું છે કે યંગ બ્લડનું એવું કહેવું છે કે, લગ્ન કોઈ સંપતિ નથી કે કોઈને દાન માં આપી શકાય પણ લગ્ન એ જીવનભરનું એક બંધન છે જેને જીવીએ ત્યાં સુધી નિભાવવું પડે છે. એથી દુલ્હન હોય કે દુલ્હા બંનેને સમાંતર લગ્નના રીવાજો ફોલો કરવા જોઈએ. આ અનોખા લગ્નમાં આશીર્વાદ આપવા માટે ઘણા મહેમાન પણ પધાર્યા હતા.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

1 thought on “હવે છોકરી પણ છોકરાને ‘મંગળસૂત્ર’ પહેરાવશે – લગ્નમાં આવી ગયો એક બધાથી નવો રીવાજ…”

Leave a Comment