હાલના દિવસોમાં તમે ઘણા બધાને ઇયરફોન કાનમાં ભરાઇને ગીત સાંભળતા અથવા કોઇ બીજા સાથે વાત કરતાં જોયા હશે. જો તમને પણ એવી આદત હોય તો સાવધાન થઇ જાવ અને તમારા ઇચરફોન કોઇ બીજા સાથે શેર કરશો નહીં અને બીજાના ઇયરફોનનો પણ ઉપયોગ કરશો નહીં. જી હાં એક નવા રિસર્ચ પ્રમાણે ખુલાસો થયો છે કે તમારા ઇયર ફોન અથવા ઇયર પ્લગ બીજી વ્યક્તિ સાથે શેર કરવાથી તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઇ શકે છે.
૧. કાનમાં આવી શકે છે કીડા

કુતરા અને બિલાડીના કાનમાં નાના કીડા હોવાની વાત તમે સાંભળી હશે. આ ખૂબ જ નાના જંતુ સ્કીનના લેવલ પર રહે છે. જો કે આ ખૂબ નાના કીડા અથવા કણ સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. પરંતુ આ માણસના કાન સુધી પણ પહોંચી શકે છે. માનો કે તમારો મિત્ર એના કૂતરાં સાથે સૂઇ રહ્યો છે ત્યારે કૂતરાંના કાનમાંથી તમારા મિત્રના ઇયરફોનમાં ઘૂસી ગયા અને જ્યાર તમે તમારા મિત્રનો એ ઇયરફોન ઉપયોગ કરો છો તો એ કીડા તમારા કાનમાં પણ પહોંચી શકે છે.
૨. થઇ શકે છે ફંગલ ઇન્ફેક્શન

શું તમને કોઇ દિવસ કાનમાં દુખાવો થયો છે. તો તમે સમજી શકો છો કે કાનનો દુખાવો કેટલી તકલીફ આપે છે. એક અભ્યાસ પ્રમાણે કાનના દુખાવાથી પીડિત આશરે ૭ ટકા લોકો કાનમાં ફંગલ ઇન્ફેક્શન અથવા જંતુઓની સમસ્યાથી પરેશાન રહે છે. અને એ મિત્રના ઇયરફોનનો ઉપયોગ કરો છો તો એ ઇન્ફેક્શન તમારા કાનમાં પણ પહોંચી શકે છે.
૩. કીડા
મોટાભાગે જ્યારે આપણે કોઇ પણ કામ પર ધ્યાન લગાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો કેટલાકત કીડા આપણું ધ્યાન ભટકાવે છે. આ કીડી ઇંડા આપે છે અને જ્યારે તેમેન ગરમ અને ભેજવાળું વાતાવરણ મળે છે તો આ ઇંડા કીડામાં બદલાઇ જાય છે. જો તમે તમારો ઇયરફોન ક્યાંય મૂકીને આવી ગયા હોય તો કોઇ કીડા એની અંદર પોતાના ઇંડા મૂકી શકે છે.

૪. ઈન્ફલ્યુએન્ઝા
જો કોઇ વ્યક્તિને ઈન્ફલ્યુએન્ઝા છે તો એની પૂરી સંભાવના છે કે એ વ્યક્તિના કાનમાં પણ ઇન્ફેક્શન થઇ જશે.
એવામાં જો ઈન્ફલ્યુએન્ઝાથી પીડિત કોઇ વ્યક્તિ તમારો ઇયરફોનનો ઉપયોગ કરે છે તો ઈન્ફલ્યુએન્ઝાનું ઇન્ફેક્શન તમારા સુધી પણ પહોંચી શકે છે.
૫. જર્મ્સ ફેલાય છે

જો ઉપર આપેલા કારણો તમને હાઇપોથેટિકલ અથવા કલ્પના લાગી રહ્યા છે તો સમજો કે ઇયરફોન લગાવો ખોટો નથી કે સારો પણ નથી. આ બધી ચીજવસ્તુઓ શેર કરવાથઈ જર્મ્સ પણ ફેલાઇ શકે છે.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.