પેલું કહેવાય છે ને કે વારંવાર અભ્યાસ કરતા રહેવાથી અસંભવ થી અસંભવ કામ પણ સંભવ થઈ જાય છે. તેવી જ રીતે યોગ પણ આપણા જીવનમાં એવો જ એક અભ્યાસ છે, જેના કારણે શરીરને ન માત્ર સ્વસ્થ રાખી શકાય છે પરંતુ તેને પોતાના અનુસાર આપણે ચલાવી પણ શકીએ છીએ. અને એવો જ એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમાં એક મહિલા તિરંદાજી કરી રહી છે, જેમાં તે પોતાના શરીર અને દિમાગનું એવું સંતુલન બનાવ્યું છે કે પોતાના હાથની જગ્યાએ પગથી ખૂબ જ પરફેક્ટ નિશાનો લગાવે છે.
હરિયાણા યોગ પરિષદના અધ્યક્ષ ડૉ.જયદીપ આર્યએ આ વીડિયો શેર કર્યો છે અને તેમાં જોઈ શકાય છે કે એક મહિલા તિરંદાજી કરવા માટે પોતાના બંને હાથ નીચે રાખે છે અને એક બેઝ ઉપર બેલેન્સ બનાવે છે અને તે પોતાના પગ ઉપર કરીને મુદ્રામાં આવીને ખૂબ જ જોરદાર સંતુલન બનાવીને પોતાના પગ ઉપર ધનુષ લઈને તીર લગાવે છે, અને તીર આગળની તરફ જાય છે તથા તેમનો બીજો પગ ધનુષની દોરીને ખેંચે છે, તથા ખૂબ જ રસપ્રદ વાતતો એ છે કે આ લક્ષ્યને ટાર્ગેટ કરતી વખતે ધનુષ માંથી બાણ છોડે છે અને તે સીધો જ નિશાના ઉપર લાગે છે.
Excellence….
योग: कर्मसु कौशलम pic.twitter.com/0ery2ELdAh
— Dr Jaideep Arya (@swabhimani1) July 10, 2022
વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા તિરંદાજી કરે છે તે સમયે તેમના બંને હાથ નીચે છે અને એક બેઝ ઉપર તેમને હાથ મૂકીને બેલેન્સ બનાવ્યું છે, જોતા જ જોતા તેઓ શીર્ષાસનની મુદ્રામાં આવીને ખૂબ જ શાનદાર સંતુલન બનાવે છે. અને પગથી તીર ચલાવીને તીરને સીધું નિશાના પર લગાવે છે.
ડોક્ટર જયદીપ આર્ય એ આ વીડિયોને શેર કરતી વખતે લખ્યું છે કે કુશળતા. તેની સાથે જ તેમને યોગને કુશળતાનું સાધન બનાવ્યું છે, તથા આ વીડિયોનું લોકેશન અને મહિલા તિરંદાજી વિશે કોઈ જાણકારી નથી. પરંતુ 10 જુલાઈએ શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધી ત્રણ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 19 હજારથી વધુ લોકોએ તેને ખૂબ જ પસંદ કર્યો છે, અને લોકો આ મહિલાના વખાણ કરતા થાકતા નથી, ઘણા બધા લોકોએ આ મહિલાને તુલના મહાન ધનુર્ધર અર્જુન સાથે પણ કરી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ક્યારેય નહીં જોઈ હોય આવી અદભુત તિરંદાજી!!! જોઈને આશ્ચર્યમાં મુકાઈ જશો”