ઘણાને ખાલી પેટ અમુક વસ્તુ ખાવાથી ગેસ પ્રોબ્લેમ કે એસીડીટીનો પ્રોબ્લેમ થતો હોય છે. આનું કારણ છે કે ઘણા ખાદ્ય પદાર્થ શરીરની અંદરનું એસીડીક લેવલ વધારી દેતી હોય છે, જેથી શરીરમાં એસીડીટીનો પ્રોબ્લેમ થાય છે. તેમજ શરીરની પાચન શકતી પણ અમુખ ખાદ્ય પદાર્થ ખાલી પેટે લેવાથી ઘટતી હોય છે, વળી ઘણા કિસ્સામાં એવું બને છે કે તમને કફ થઈ જવાની શક્યતા પણ રહે છે માટે અમુક વસ્તુ ખાલી પેટ ન ખાવી જોઈએ. તો આવો જાણીએ કેટલાક એવા ફૂડ જે ખાલી પેટ ન ખાવા જોઈએ.
– ખાલી પેટ દૂધ પીવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર અસર થશે, કફ થવાની આશંકા વધી જાય છે તેમાં રહેલા સેચુરેટેડ ફેટ અને પ્રોટીન પેટના મસલ્સને નબળા કરે .
– ખાલી પેટ ચા પીવાથી પેટમાં અલ્સર થવાની શક્યતા વધી જાય છે. ચા ની અંદર એસિડની માત્રા વધારે હોય છે. તેનાથી શરીરમાં એસિડનુ લેવલ વધી શકે છે.
– ખાલી પેટ ટામેટા ખાવાથી તમને શરીરમાં સ્ટોનની સમસ્યા થઈ શકે છે. તેમાં રહેલો એસિડ પેટમાં અઘુલનશીલ ઝેર ઉત્પન કરી શકે છે.
– ખાલી પેટ સોફ્ટ ડ્રિંક પીવાથી ઉલ્ટી થઇ શકે છે, બેચેની વધારે લાગી શકે છે. તેમાં કાર્બોનેટ એસિડની માત્રા વધારે હોય છે. ખાલી પેટ પીવાથી ઉલ્ટી થઇ શકે છે.

-ખાલી પેટ શક્કરિયા ખાવાથી ડાયજેશન ખરાબ થઇ શકે છે, છાતીમાં દુઃખાવો થવાની શક્યતા. તેમાં ટેનિન અને પેક્ટીન હોય છે, જે ખાલી પેટ ડાયજેસ્ટ નથી થતા.
– ખાલી પેટ ખાંડ ખાવાથી આંખોની બીમારી થઈ શકે છે. ખાલી પેટ ખાંડ અથવા તો ગળી વસ્તુ ખાવથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team