નવાજુદ્દીન સિદ્દીકી બોલિવુડના અભિનેતાઓમાં થી એક માનવામાં આવે છે જે હંમેશાં પોતાની એક્ટિવિટી પોતાના ફેન્સનો દિલ જીતી રહ્યા છે અને તે હિન્દી સિનેમા પોતાના એક્ટિંગ માટે ખૂબ જ જાણીતા છે નાના શહેરથી મોટા સપના લઈને આવનાર નવાજુદ્દીન જ્યારે મુંબઈમાં પોતાના સપનાનો મહેલ તૈયાર કર્યો ત્યારે તેમના ફેન્સ ના મનમાં તેમની માટે સન્માન વધુ વધી ગયું.
નવાજુદ્દીન એ મુંબઈમાં બનાવ્યું પોતાનું આલિશાન ઘર
તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીને મુંબઈમાં એક આલિશાન ઘર બનાવીને પોતાના સપનાને પૂરું કર્યું છે. તેમની માત્ર એટલી જ ઈચ્છા હતી કે તે કેટલું કમાઈ અને એટલી તરફથી કરે કે તેમનો પોતાનો એક મહેલ જેવું ઘર હોય. અને સફેદ રંગની લક્ઝરી હવેલી. નવાઝુદ્દીન સિદ્દીકીના આ ઘરની તુલના શાહરૂખ ખાનના મન્નતથી કરવામાં આવી રહી છે. અને તેની ઉપર તેમના ચાહકો નું કહેવું છે કે 22 વર્ષના આ સફરમાં તેમને જેટલી સ્ટ્રગલ અને મહેનત કરી છે તે હિસાબે કિસ્મતે તેમને આપ્યું છે.
નવાજુદ્દીનના સંઘર્ષના દિવસો
નવાજુદ્દીન પાસે આજે તેમનો આલિશાન બંગલો છે લક્ઝરી અલગ-અલગ ગાડીઓ છે અને કરોડો રૂપિયાનું બેંક બેલેન્સ પણ છે નવાઝુદ્દીન જ્યારે મુજ્જફરનગર થી મુંબઈ આવ્યા હતા ત્યારે તેમને પોતાને એ વાતની ખબર ન હતી કે સુપરસ્ટાર બની જશે. એક સમય એવો પણ હતો જ્યારે નવાજુદ્દીન ઘર ચલાવવા માટે સંપૂર્ણ રાત વોચમેનની નોકરી કરતા હતા. અને તેમને આજે મુંબઈમાં પોતાના સપનાનો મહેલ તૈયાર કર્યો છે.
નવાજુદ્દીનના ઘરનું નામ નવાબ રાખવામાં આવ્યું છે
નવાજુદ્દીન એ અમુક વર્ષ પહેલાં મુંબઈના આ બંગલો ખરીદ્યો હતો. તેને રીનોવેશન કરવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો, તમને જણાવી દઈએ કે નવાજુદ્દીન માંડવો ઘર તેમના ગામ ના વાળા ઘરથી પ્રેરિત છે. તેમને પોતાના ઘરનું નામ તેમના પિતાના નામ પર નવાબુદ્દીન સિદ્દિકીના નામ પર નવાબ રાખવામાં આવ્યું. વર્ષ 1999માં સરફરોષ મુવી તે પોતાની ભૂમિકાને સાથે નવાજુદ્દીન હિન્દી સિનેમા પગ મુક્યો.
150 કરોડ રૂપિયા છે નવાજુદ્દીનની કુલ સંપત્તિ
ઘણા બધા લોકોએ સરફરોષ મુવી મા નવાજુદ્દીન સિદ્દીકી ને ઓળખ્યા પણ નહીં હોય. પરંતુ તેમને આ સફળતા મેળવવા માટે એક લાંબો સફર નક્કી કરવો પડ્યો એક રિપોર્ટ અનુસાર નવાજુદ્દીનની કુલ સંપત્તિ 20 મિલિયન ડોલર એટલે કે 150 કરોડ રૂપિયાની નજીક છે તથા દર મહિને તે લગભગ એક કરોડ રૂપિયાની કમાણી કરે છે અને આ કમાઈ માત્ર મુવી માંથી જ નહીં પરંતુ ઓટી સીરિઝની સાથે બ્રાન્ડની જાહેરાત સાથે થાય છે.
નવાજુદ્દીન ‘ટીકુ વેડ્સ શેરૂ’ માં દેખાશે
આવનાર સમયમાં નવાજુદ્દીન કંગના રાણાવતની સાથે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરૂ’ માં દેખાશે. અને તે સિવાય તેમના ‘જોગીરા સારા રા રા’, ‘બોલે ચૂડિયાં’, ‘શૂટઆઉટ એટ ભાયાળા’, ‘અમેઝિંગ’, ‘સંગીન’ અને ‘હીરોપંતી 2’ જેવી 7 ફિલ્મ છે. અને તદુપરાંત તેમના વધતા ચાહકોના જોઈને એ કહી શકાય કે હજુ ખૂબ આગળ સુધી જઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી એ બનાવ્યો આલિશાન બંગલો નવાબ શાહરૂખના મન્નતથી થઈ રહી છે તુલના”