જળ છે તો જીવન છે, પૃથ્વી પરના અમર્યાદિત પ્રાકૃતિક સંસાધન અને માનવ જીવન માટે જરૂરી એવા પાણીના મૂલ્ય, ઉપયોગ અને મહત્વ વિશે જાણો

નૃપેન્દ્ર અભિષેક નૃપ ગ્રહ પર જીવનની સંભાવનાઓ શોધવામા લાગેલા છે. તેનો આધાર એ છે કે ત્યાં હવામાં કેટલાક જામી ગયેલા પાણીના કણો અને ભેજ મળી આવ્યા હતા. તેનાથી પાણીનું મહત્વ સરળતાથી સમજી શકાય છે, પરંતુ આજે આ પૃથ્વી પર જળ સંસાધન ભારે મુશ્કેલીમાં છે. તે સંકટ પ્રતિ જાગૃકતાના પ્રસારમા દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસનું આયોજન કરવામાં આવે છે.

સ્પષ્ટ છે કે કુદરત સાથે આપણે ઘણી રમત રમી છે અને તેના ગંભીર પરિણામો પણ આપણી સામે પ્રત્યક્ષ છે. જળસંકટ પણ આનું જ એક પરિણામ છે, જે સતત વધી રહ્યું છે. જળ સ્ત્રોતોને જો સૌથી વધુ કોઈએ નુકસાન પહોંચાડ્યું હોય તો તે છે વધતું પાણીનું પ્રદૂષણ. જો આપણે કોઈ રીતે નદીઓ, તળાવો વગેરેને પ્રદુષિત કરતા રહીશું તો તે દિવસ દૂર નથી જ્યારે નદીઓનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જશે. નદીઓમાં પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કેટલાક પ્રયત્નો ચોક્કસ કર્યા છે, પરંતુ આ પ્રયાસોને વધુ વેગ આપવાની જરૂર છે.

શહેરોમાં ગંદુ પાણી નદીઓમાં નાખતા પહેલા તેને સાફ કરવાની વ્યવસ્થા ચોક્કસ કરવામાં આવી રહી છે, પરંતુ અપેક્ષિત પરિણામો આવવાના હજુ બાકી છે. જેના કારણે પણ જળની ગુણવત્તા પર પણ અસર પડી રહી છે. ભારતમાં ખેતીમાં વ્યાપક પ્રમણમાં પાણીનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં ખેતીમાં પાણીની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. તેથી, ખેતીમાં સૌપ્રથમ ટપક સિંચાઇ પર ધ્યાન આપવું પડશે. વાસ્તવમાં, ટપક સિંચાઈ પદ્ધતિ એ સિંચાઈ કરવાની એક શ્રેષ્ઠ ટેકનીક છે.

આ ટેકનિકની મદદથી પાણીની બચત થાય છે. આ ટપક સિંચાઈમાં ટીપુ-ટીપું કરીને વૃક્ષ – છોડના મૂળની આસપાસ પાણી છોડવામાં આવે છે, જેથી વૃક્ષો અને છોડને જેટલા પાણીની જરૂર હોય છે, તેટલું જ પાણી તેને આપી શકાય. તેનાથી પાણીનો બગાડ અટકાવવામાં મદદ મળે છે.

પૃથ્વી પર પાણી એ એક અમર્યાદિત કુદરતી સંસાધન છે, જે રિસાયક્લિંગ દ્વારા બને છે, પરંતુ તાજું અને પીવાલાયક પાણી એ આપણી મુખ્ય જરૂરિયાત છે, જેને આપણા સુરક્ષિત સ્વસ્થ જીવન માટે બચાવવું જોઈએ. પાણીની સાચી કિંમત તો તે માણસ જ જણાવી શકે, જે રણના ધગધગતા તડકામાથી પસાર થઈને આવ્યો હોય. તેથી, જળ સંરક્ષણના મહત્વ વિશે દરેકે સમજવું પડશે અને પોતાની જવાબદારીઓ નિભાવવી પડશે. શહેરોએ પાણીનો ઉપયોગ ઓછો કરવો પડશે અને પાણી માટે વ્યાજબી ચૂકવણી કરવી જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “જળ છે તો જીવન છે, પૃથ્વી પરના અમર્યાદિત પ્રાકૃતિક સંસાધન અને માનવ જીવન માટે જરૂરી એવા પાણીના મૂલ્ય, ઉપયોગ અને મહત્વ વિશે જાણો”

Leave a Comment