ભારતના અમુક એવા જ પ્રાચીન મંદિરો જેની ચમત્કારિક વાતો વિશે જાણીને દરેક લોકો વિચારવા મજબુર થઇ જશે..
ભારત આસ્થા અને વિશ્વાસ નો દેશ છે. હિંદુ ધર્મમાં મંદિર અને પૂજન નું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. અમુક મંદિર એવા પણ છે. જે ફક્ત મનોકામના પૂરી કરવા માટે જ નહિ પરતું એમની અનોખી અથવા ચમત્કારિક વિશેષતા ના કારણે પણ ઓળખાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભારતના અમુક એવા જ પ્રાચીન મંદિરો વિશે, જેની સાથે જોડાયેલી ચમત્કારી વાતો, પરંતુ એની આ ખાસ વિશેષતાઓ કોઈ પણ વ્યક્તિને વિચારવા પર મજબુર કરી શકે છે.
કાલ ભૈરવ મંદિર (મધ્ય પ્રદેશ)
મધ્ય પ્રદેશ ના ઉજ્જૈન શહેર થી લગભગ ૮ કી.મી દુર કાલ ભૈરવ મંદિર છે. અહી ભગવાન કાલભૈરવ ને પ્રસાદ તરીકે ફક્ત દારૂ જ ચડાવવામાં આવે છે. દારૂ થી ભરેલો ગ્લાસ કાલભૈરવ ની મૂર્તિ ના દર્શન કરતા જ જોત જોતામાં ખાલી થઇ જાય છે. કાલ ભૈરવ ની મૂર્તિ દ્વારા ગ્રહણ કરવામાં આવેલુ દારૂ ક્યાં જાય છે. આ વાત આજે પણ રહસ્ય બની ચુકી છે.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર (ગુજરાત)
ઘણા પુરાણોમાં આ તીર્થ સ્થળ વિશે બતાવવામાં આવે છે. મહીસાગર સંગમ તીર્થ ની પાવન ભૂમિ પર ભગવાન શંકર ના પુત્ર કાર્તિકેયે એક શિવલિંગ ની સ્થાપિત કરી હતી. જેને શ્રી સ્તંભેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આ સ્તંભેશ્વર તીર્થ ગુજરાત ના ભરૂચ જિલા ના જંબુસર માં કાવી-કંબોઈ સમુદ્ર તટ પર છે. મંદિર ની વિશેષતા એ છે કે સમુદ્ર દિવસ માં બે વાર શ્રી સ્તંભેશ્વર શિવલિંગ નો સ્વયં અભિષેક કરે છે.
કામાખ્યા મંદિર (અસમ)
કામાખ્યા મંદિર અસમ ના ગુવાહાટી રેલ્વે સ્ટેશન થી ૧૦ કિલોમીટર દુર નીલાંચલ પહાડી પર આવેલું છે. આ મંદિર દેવી કામાખ્યા ને સમર્પિત છે. કામાખ્યા શક્તિપીઠ ૫૨ શક્તિપીઠો માંથી એક છે. કહેવામાં આવે છે સતીનો યોનીભાગ કામાખ્યા માં પડ્યો. એ જ સ્થળ પર કામાખ્યા મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું.
આ મંદિરમાં પ્રતિવર્ષ અમ્બુબાચી મેળા નું આયોજન કરવામાં આવે છે. એમાં દેશભર ના તાંત્રિક અને અઘોરી ભાગ લે છે. માનવામાં આવે છે કે આખા વર્ષમાં એક વાર અમ્બુબાચી મેળા દરમિયાન માં કામાખ્યા રજસ્વલા હોય છે અને આ ત્રણ દિવસે યોની કુંડ માંથી જળ પ્રવાહ ની જગ્યાએ રક્ત પ્રવાહ થાય છે.
કરણી માતા મંદિર (રાજસ્થાન)
કરણી માતા મંદિર રાજસ્થાન માં બિકાનેર થી અમુક દુર દેશનોક નામના સ્થાન પર છે. આ સ્થાન મુષક મંદિર ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ની વિશેષતા એ છે કે અહી ભક્તો કરતા વધારે કાળા ઉંદર નજર આવે છે. માન્યતા છે જે એની વચ્ચે જો કોઈ સફેદ ઉંદર જોવા મળે તો સમજવું કે મનોકામના પૂરી થઇ જશે.
જ્વાલા દેવી મંદિર (હિમાચલ પ્રદેશ)
હિમાચલ પ્રદેશ ના કાંગડા જિલામાં કાલીધાર પહાડી ની વચ્ચે આવેલું છે, જ્વાલા દેવીનું મંદિર. શાસ્ત્રો અનુસાર, અહી સતીની જીભ પડી હતી. માન્યતા છે કે દરેક શક્તિપીઠો માં દેવી હંમેશા નિવાસ કરે છે. શક્તિપીઠ માં માતા ની આરાધના કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. જવાલાદેવી મંદિર માં સદીઓ થી તેલ વગર પ્રાકૃતિક રૂપથી નવ જ્વાળાઓ સળગી રહી છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team