મંદિરોની ઘણી બધી અવનવી કહાનીઓ આપણે સાંભળી હશે પણ શું તમે એવા મંદિરો વિશેની વાત જાણી છે કે, મંદિરોમાં રહેલી દેવ-દેવીઓની પ્રતિમાને પસીનો આવતો હોય. કોઈ ખાસ આયોજન કરવામાં આવે તો એ ચિંતા પ્રતિમાને થતી હોય અને તેને પસીનો આવવા લાગે, જેમ આયોજન સમાપ્તિના આરે આવે એટલે પસીનો ધીમે-ધીમે ઓછો થતો જાય. આ સાંભળી કદાચ તમને નવાઈ લાગતી હશે. પણ આ સત્ય વાત છે.
તામિલનાડુ, હિમાચલ પ્રદેશ અને તિરૂપતિના મંદિરોમાં આવું ઈશ્વરનું રહસ્ય જોવા મળે છે. અહીંની મૂર્તિને પસીનો આવે છે. આજના લેખમાં આવા મંદિરો વિશેની માહિતી છે, તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.
૪/૪ : પહાડી પર વસતા ભગવાનને પણ આવે છે પરસેવો

પહાડી પર ઠંકડ હોય અને એ ઠંકડમાં પણ પરસેવો આવે તો?? આવું જ થાય છે આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લાના તિરૂપતિમાં સ્થિત વેન્ક્ટેશ્વર મંદિરમાં વિષ્ણુ ભગવાનને. આ મંદિરમાં ભગવાનની પ્રતિમાનું તાપમાન હંમેશા ૪૦-૪૫ સે. રહે છે અને મૂર્તિને પરસેવો પણ આવતો રહે છે. મંદિરના પૂજારી વારેવારે સાફ કપડાથી પરસેવો લૂછતાં રહે છે. ઈશ્વરનો આ એક અદ્દભુત ચમત્કાર છે.
૪/૩ : માતાને એસીમાં રહેવું ગમે છે, એસી બંધ તો આવવા લાગે છે પસીનો

મધ્યપ્રદેશના જબલપુરમાં એક પ્રાચીન કાલી માતા મંદિર છે. આ મંદિરમાં માતાને જરા પણ ગરમીમાં રહેવું પસંદ નથી. તાપમાન વધે એટલે આ મંદિરમાં માતાની મૂર્તિને પરસેવો આવવા લાગે છે એટલે અહીં ૨૪ કલાક એસી ચાલુ રાખવામાં આવે છે. જો ભૂલથી પણ એસી બંધ થઇ જાય તો અહીંની મૂર્તિમાંથી પરસેવો છૂટવા લાગે છે. આવું થવાનું કારણ શું છે? એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી, પરંતુ ભક્તો આ ઘટનાને ચમત્કારના રૂપમાં ગણે છે.
૪/૨ : સિક્ક્લ સિંગારવેલાવર મંદિર

આ મંદિર તમિલનાડુમાં આવેલું છે અને આ મંદિરમાં પણ આવી જ રીતે ચમત્કાર થતો જોવા મળે છે. શરૂઆતમાં આ રહસ્યને જાણવા માટે ઘણી મહેનત કરવામાં આવી પણ સફળતા મળી નહીં અને આજ સુધી આ રાઝ અકબંધ છે. અહીં દર વર્ષ ઓકટોબર થી નવેમ્બરની વચ્ચે તહેવારનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન દરમિયાન ભગવાન સુબ્રમણ્યની મૂર્તિને પસીનો આવવા લાગે છે. જેવું આયોજન સમાપ્ત થવા આવે છે ત્યારે પસીનો આવતો ઓછો થઇ જાય છે. પૂજારી આ પસીનાને જળના રૂપમાં એકઠો કરે છે અને સમગ્ર મંદિરમાં તેનો છંટકાવ કરે છે.
૪/૧ : હિમાચલ પ્રદેશમાં પ્રસિદ્ધ દેવીપીઠ

આ મંદિરમાં સ્વયંભૂ માતા છે. અહીં પણ માતાની મૂર્તિને પસીનો આવે છે. આ રહસ્ય જાણવા માટે ઘણા લોકોએ મહેનત કરી પણ કોઈને આ બાબતની માહિતી હાથ લાગી નહીં. આ મંદિરના પૂજારી કહે છે કે, વર્ષો વીતી ગયા છે પણ આ મૂર્તિને પસીનો આવવાનું કારણ આજ સુધી કોઈ જાણી શક્યું નથી.
તદ્દન નવી જાણકારી જાણવા માટે ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી” સાથે જોડાયેલા રહેજો. અહીં તમને દરરોજ નવી માહિતી જાણવા મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel