ભારતના આ પાંચ ગામ એવા છે જે વિદેશ સુધી પ્રખ્યાત છે કારણ કે અહીં…

ભારતથી વિશેષ એક પણ દેશ થાય નહીં અને ભારતના નાગરિક હોવાનો પણ એક અલગ જ અનુભવ છે. અહીં અલગ અલગ સંસ્કૃતિ, જાતિ-પ્રજાતિ અને જુદી જુદી રીત-રીવાજના સમન્વયથી ભારત દેશ બનેલ જોવા મળે છે. અને એટલે જ આ દેશની માટીમાં કંઈક અલગ મહેક છે.

તો ચાલો, એ જ ભારતના એવા ગામ વિશેની માહિતી જાણવા; એકવાર માહિતી જાણ્યા પછી તમે પણ આ ગામમાં જવાનું પસંદ કરશો. આ માહિતી જાણીને તમે ગર્વથી કહેશો ‘યે મેરા દેશ હૈ ઇન્ડિયા..’

સમગ્ર ભારતનું પરિભ્રમણ કરવામાં આવે તો તમને એક નહીં બલકે અનેક એવી માહિતી જાણવા મળશે જે ઘણું આશ્ચર્ય લગાડશે. ભારતમાં પણ એવા અચરજ પમાડે એવા ઘણા ગામ, મંદિરો, મસ્જીદો, ખૂબસૂરત જગ્યાઓ વગેરે આવેલી છે. તો આજે એવી જ અમુક જગ્યાઓની યાદી તાજી કરીએ…,

(૧) એક એવું ગામ જ્યાં બધા જ લોકો સંસ્કૃત જ બોલે છે :

આમ તો ભારત દેશની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે અને હવે તો અંગ્રેજીને ખાસ મહત્વ મળે છે. પણ સંસ્કૃત ભાષા પર એક સંકટ છે કારણ કે દિન પ્રતિદિન આ ભાષા લુપ્ત થતી જોવા મળે છે એટલે તેને બચાવવા માટે કર્ણાટકના શિમોગા શહેરથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલા તુંગ નદીના કિનારે આવેલા ગામમાં આજે પણ સંસ્કૃત ભાષા બોલવામાં આવે છે.

  • આ ગામમાં ૯૦% લોકો સંસ્કૃત ભાષા જ બોલે છે અને રોજીંદી જિંદગીમાં પણ સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે.
  • ભાષા પર કોઈ ધર્મ કે જાતિના ભેદભાવનો સઓછાયો નથી હોતો એટલે અહીં મુસ્લિમ પરિવાર પણ બધાની જેમ જ ચલણમાં સંસ્કૃત ભાષા જ બોલે છે.
  • ધર્મ અને સમાજના લોકો સંસ્કૃત ભાષાને લાંબા સમય સુધી જીવાડી રાખવા માટે સંસ્કૃત ભાષાને અતિ મહત્વ આપી રહ્યા છે.

 (૨) એક એવું ગામ જે દર વર્ષે ૧ અરબ રૂપિયાની કમાણી કરે છે :

યુપીમાં એક ગામ આવેલું છે, જેની ખાસિયતને કારણે એ દેશ-વિદેશમાં ખુબ પ્રચલિત બન્યું છે. આ ગામ જોયા વિકાસ ખંડનું ‘સલારપુર ખાલસા’ છે. આ ગામની જનસંખ્યા માત્ર ૩૫૦૦ લોકોની છે. છતાં પણ આ ગામને લોકો યાદ રાખે છે કારણ કે આ ગામની ખાસિયત જ કંઈક એવી છે.

  • આ ગામ સૌથી વધુ ટમેટાને લીધે ફેમસ થયું છે.
  • આ ગામમાં સૌથી મોટાપાયે ટમેટાની ખેતી કરવામાં આવે છે.
  • દેશનો લગભગ એવો કોઈ જ ખૂણો નહીં હોય જ્યાં આ ગામના ટમેટા ન પહોંચ્યા હોય.
  • સલારપુર ખાલસા ગામની ટમેટા ઉત્પાદન કરવાની ક્ષમતા એટલી વિશાળ છે કે, આ ગામ દર વર્ષે ૧ અરબથી વધુની કમાણી કરે છે.

(૩) હમશકલનું ગામ :

આ ગામનો ઈતિહાસ પણ કંઈક અચરજમાં મૂકી દે એવો છે, કારણ કે અહીં બાળકો મોટાભાગે એકબીજાના હમશકલ છે. કેરલનું મલપૂરમ જીલ્લાનું કોડીન્હી ગામ ‘જુડવાનું ગામ’ તરીકે જાણીતું છે. અત્યારે પણ અહીં ૩૫૦ થી વધુ લોકો એકબીજાની શકલને મેચ થતા હોય એવા છે. બાળકોથી લઈને વૃધ્ધો સુધી હમશકલ જોવા મળે છે.

  • હમશકલના આંકડા પર નજર કરીએ તો વિશ્વસ્તર પર ૧૦૦૦ લોકોમાંથી ૪ બાળકો જુડવા પેદા થાય છે. પરંતુ આ ગામમાં ૧૦૦૦ બાળકો પર ૪૫ બાળકો જુડવા છે.  
  • આ ગામમાં મુસ્લિમ લોકોની સંખ્યા વધુ છે.
  • એક જ પરિવારના બાળકોને ઓળખવામાં અહીં એટલી મુશ્કેલી પડે છે કે અમુક વખતે ફિંગરપ્રિન્ટથી કામ લેવામાં આવે છે.

(૪) આ ગામમાં હજુ પણ રામ રાજ્ય ચાલે છે :

મહારાષ્ટ્રના અહમદનગરના નેવાસા તાલુકામાં પણ ભારતની ખૂબી છુપાયેલી છે. આ ગામમાં ધર-દુકાનને દરવાજા નથી અને કોઈ તાળું ઉપયોગ કરતુ નથી. શનિ શિંગળાપુરના આ ગામમાં લોકોને ઘરે આજે પણ દરવાજા નથી.

  • અહીં કોઈપણ વ્યક્તિ કિંમતી સામાન પણ તિજોરીમાં રાખતું નથી.
  • આ ગામમાં આજ સુધી કોઈ સામાનની ચોરી થઇ નથી અને આજે પણ આ ગામના ઘરમાં દરવાજા નથી અને ક્યાંય પણ તાળું મારવામાં આવતું નથી.
  • આ ગામ શનિ દેવના મંદિર માટે જાણીતું છે. અહીં દેશ-વિદેશના પર્યટકો મુલાકાત લેવા માટે આવે છે.

(૫) આ ગામને એવો શ્રાપ મળ્યો છે કે ૧૭૦ વર્ષથી વિરાન છે આ જગ્યા :

ભારત દેશમાં રહસ્યમય જગ્યાઓ પણ આવેલી છે, જેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. રાજસ્થાનનું જેસલમેર જીલ્લાનું કુલધારા ગામ પાછળના ૧૭૦ વર્ષથી વિરાન પડ્યું છે. આ ગામમાં વર્ષો પહેલા એકસાથે ઘણા લોકો ગામ છોડીને જતા રહ્યા હતા અને શ્રાપ પણ આપ્યો હતો કે આ જમીન વિરાન જ રહેશે. કહેવાય છે કે આ ગામ પર આત્માઓનું રાજ ચાલે છે.

  • વર્ષો પહેલા અહીં ઘણા પંડિતોનું મૃત્યુ થયું હતું અને એ આત્માઓ આજે પણ અહીંની જમીન પર ભટકે છે.
  • આ ગામમાં કોઈ મફતમાં પણ રહેવા માટે રાજી થતું નથી અને એક પણ જગ્યાએ માનવ વસતી જોવા મળે નહીં.
  • અત્યારે પણ આ ગામને જેમ છે તેમ જ રાખવામાં આવ્યું છે  – ચારેબાજુ વિરાન પ્રદેશ જ જોવા મળે છે.

ભારતમાં આવી તો હજુ અનેક જગ્યાઓ છે જેની રહસ્ય કથાઓ પાછળના ઈતિહાસમાં ક્યાંય મળી શકે અથવા સાવ ઉલ્લેખમાં પણ ન હોય એ રીતે છે. સાથે ભારત વિવિધતામાં એકતા જાહેર કરતો દેશ છે. 

રોચક અને રસપ્રદ માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.

Author : Ravi Gohel

Leave a Comment