અંગ્રેજી હુકુમતે ભારતમાં લગભગ 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. પરંતુ તમને એક વાત જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે દેશનો એક એવો ભાગ છે, જ્યાં તેઓ ક્યારેય પણ કબજો કરી શક્યા ન હતા. ભારતના અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ નોર્થ સેન્ટિનલ દ્વિપ એક એવી જગ્યા છે જ્યાં બ્રિટિશ હુકુમતનું રાજ ચાલતું નથી અત્યારે વર્ષ 2018માં અહીં એક અમેરિki મિશનરી ઝોન એનલ ચાઉં ને અહીંના આદિવાસીઓ એ મારી નાખ્યા હતા.
આ અમેરિકી મિશનરી ની મોતની ઘટના ને એક વખત ફરીથી લોકોનું ધ્યાન આ ખખના પરિદ્રશ્ય તરફ ખેંચ્યું છે જોન એલન ચાઉં 17 નવેમ્બર વર્ષ 2018 ની રાત્રે ગાયબ થઈ ગયા હતા અને ત્યારબાદ તેમનું શબ લેવા માટે પોલીસ ગઈ હતી, પરંતુ આદિવાસીઓનો ખોફનાથ નજારો જોઈને જ તેમને ખાલી હાથ પાછું આવવું પડ્યું હતું.
ખરેખર તો જ્યારે પોલીસ ત્યાં ગઈ ત્યારે આદિવાસીઓના હાથમાં તીર અને ધનુષ જોઈને જ ખૂબ જ ડરી ગઈ હતી. જ્યારે તેમને દૂરબીનથી જોયું ત્યારે તેમને માહિતી મળી કે ત્યાંના આદિવાસી તીરકામઠા લઈને ખૂબ જ ગુસ્સામાં ઊભા હતા અને આવી પરિસ્થિતિમાં પોલીસની હિંમત જ ન ચાલી કે તેઓ તે આદિવાસીઓ સામે જાય આમ આ સમગ્ર ઇલાકામાં જારવા અને સેન્ટીનલી નામના આદિવાસી પ્રજાતિ રહે છે.
પોલીસવાળાઓને પણ આ આદિવાસીઓની બીક લાગવી ખૂબ જ સામાન્ય છે આમ તો તે આદિવાસી છે જેના સામે ટકરવાની હિંમત અંગ્રેજોના હુકુમતમાં પણ ન હતી. બ્રિટિશ હુકુમત એ ઘણી બધી વખત આ રહસ્યમય આદિવાસીઓ સામે જવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ બે સદી રાજ કર્યું ત્યાર પછી પણ અંગ્રેજો આ આદિવાસી ઉપર ક્યારેય ગુલામી કરી શક્યા ન હતા. ભારતનો આ ભાગ હોવાથી પહેલા બ્રિટિશ હુકુમત એ અંદમાન નિકોબારના મૂળ નિવાસીઓ સામે ટકરાવવાની ઘણી વખત કોશિશ કરી હતી. અને તેમાં તેઓ અસફળ રહ્યા હતા.
અંગ્રેજો તેમની સંપૂર્ણ આબાદીને જ સમાપ્ત કરવા માંગતા હતા બ્રિટિશ પ્રશાસ અને આ આદિવાસીઓને ક્રૂર માનતા જ તેમની આબાદીને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ સલાહકારોના સમજાવટ પછી આ આદિવાસીઓની દુનિયાને અન્ય લોકો સાથે જોડવાની કોશિશ શરૂ કરવામાં આવી અને તાત્કાલિક બ્રિટિશ અધિકારી એમ.વી.પોર્ટમેન એ 1899 માં પોતાની ચોપડીમાં તેમની ક્રૂરતાની વાત કરી છે.
તત્કાલીન અંગ્રેજ અધિકારી એમ.વી.પોર્ટમેનએ તેમના પુસ્તક ‘અ હિસ્ટ્રી ઓફ અવર રિલેશન્સ વિથ ધ આંદામાનીઝ’માં ત્યાં બનેલી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. અને તેમને લખ્યું છે કે કઈ રીતે અંગ્રેજોની હુકુમતની નીતિ બે ચરમપંથી ધ્રુવોના વચ્ચે ડગમગતી રહી. માર્ચ 1896 માં જારવા કબીલાના ત્રણ ખતરનાક આદિવાસીઓએ અંદમાનના જંગલમાં કામ કરનાર કેદીઓ પર હુમલો કર્યો હતો તેમાંથી એક કેદીનું દર્દનાક મૃત્યુ થઈ ગયું હતું.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team