તમે જોયું છે ગુજરાતનું આ શહેર? આ છે ગુજરાતની પૂર્વ ગઢવાળી રાજધાની

ઈ.સ. ૭૪૫ માં ગુજરાતની પૂર્વ રાજધાની પાટણની સ્થાપના થઇ હતી. રાજા વનરાજ ચાવડા દ્વારા નિર્મિત આ શહેરને ગુજરાતનું પ્રાકૃતિક અને ઐતિહાસિક શહેર માનવામાં આવે છે. અમદાવાદની નજીક આવેલું આ પાટણ શહેર ફરવા માટેની બેસ્ટ જગ્યા છે. અહીં આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો અહીં ફરવા માટે આવે છે. ફોટોગ્રાફ્સ ક્લિક કરવાના શોખીન લોકો માટે પણ આ લોકેશન એકદમ ઉતમ છે.

આજના લેખમાં ગુજરાતમાં આવેલા પાટણ શહેરની રસપ્રદ માહિતી જાણવા મળશે તો આ લેખને અંત સુધી વાંચવાનો ભૂલશો નહીં. ગુજરાતના બધા શહેરો ફરો પણ જો પાટણ ન જોયું હોય તો યાત્રા અધુરી ગણાય!! એક સમયમાં ગુજરાતની રાજધાની કહેવાય એવા શહેર પાટણની વાતો પણ એટલી જ આબેહૂબ છે! તો ચાલો જાણીએ પાટણ શહેરની માહિતી આ લેખ દ્વારા…

પાટણ ફરવા માટેનો બેસ્ટ સમય :

પાટણ મધ્યમ આબોહવાથી ધેરાયેલ વિસ્તાર છે અને અહીં જૂનીપુરાણી સંસ્કૃતિની ઝાંખી થાય છે. આમ તો કોઇપણ સમયે પાટણ ફરવા માટે જઈ શકાય છે પણ એથી વિશેષ ફરવાનો આહલાદક આનંદ લેવો હોય તો સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી સુધીનો સમય યોગ્ય ગણાય છે.

અહીંના જાણીતા સ્થળો :

અહીં એક સહસ્ત્રલિંગ તળાવ છે. ગુજરાતના મહાન શાસક સિદ્ધરાજ જયસિંહ દ્વારા અહીં પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં આ ટાંકીમાં પાણી તો સુકાઈ ગયું છે પણ ટાંકીને નિહાળવા જેવી છે. અહીં એ સાથે મંદિરો અને ઘણા એવા ખંઢેર મૌજુદ છે, જેને નિહાળવા પણ જિંદગીનો અનેરો લાહવો કહી શકાય.

પાટણ શહેરમાં રાણીની વાવ છે જે સૌથી આકર્ષણનું કેન્દ્ર છે. શિલ્પકલાનું બેનમૂન ઉદારહણ પણ રાણી વાવ છે સાથે એ સમયમાં આ જગ્યા કેટલી વિશાળ અને અદ્વિતીય હતી એ પણ પ્રદર્શિત થાય છે.

પાટણ કેવી રીતે પહોંચી શકાય?

પાટણ પહોંચવા માટે સૌથી પહેલા તો અમદાવાદ જવું પડે છે. ભારતના કોઇપણ ખૂણેથી અમદાવાદ આસાનીથી પહોંચી શકાય છે. અમદાવાદથી લગભગ ૧૨૦ કિમી જેટલું અંતર પછી પાટણ શહેર આવે છે. અહીં તમે મોટરસાયકલ, કાર અથવા બસથી પણ પહોંચી શકો છો.

વધુ માહિતી જણાવીએ તો પાટણ શહેરમાં જોવા લાયક અન્ય સ્થળોમાં ખાન સરોવર અને અનેક જૈન મંદિરો પણ છે. અહીં જૈન દેરાસરની પણ શ્રૂંખલા જોવા મળે છે. ઘણા એવા મંદિરો પણ સ્થિત છે જે પ્રાચીનકાળમાં નિર્માણ થયા હતા અને આજેય સ્થિત છે.

આજની માહિતી બસ અહીં સુધી. તમને આ લેખની માહિતી કેવી લાગી એ અમને જણાવજો અને તમારા મિત્રો સાથે પણ આ માહિતીને શેયર કરવાનું ભૂલશો નહીં. તમે જો અવનવી માહિતી જાણવાના શોખીન હોય તો ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

#Author : Ravi Gohel

Leave a Comment