મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન થોડી પરિસ્થિતિ તાણ અનુભવાય એવી રહેતી હોય છે કારણ કે બાળકની ‘માં’ બનવાની અનુભૂતિ સૌથી મોટી હોય છે અને એ સાથે ગર્ભમાં રહેલા બાળકની ચિંતા પણ હોય છે. માતાનું સ્વાસ્થ્ય જો તંદુરસ્ત હોય તો ગર્ભમાં રહેલા બાળકને પુરતું પોષણ મળે છે જેથી તેનો વિકાસ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. એમ અગત્યની વાતમાં શું તમને પણ મોર્નિંગ સિકનેસ થાય છે? એટલે કે સવારે ઉઠતાની સાથે ઉલ્ટી, ઉબકા કે અન્ય કોઈ તકલીફ થાય છે? જાણકારી માટે અમે સ્પે. આજ આ વિષયની માહિતી લઈને આવી ગયા છીએ તો વાંચવાનું ભૂલતા નહીં.
મોટાભાગની મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન સમાન અનુભવ થતા હોય છે. એ વાતમાં એવું કે ગર્ભ રહે ત્યારથી બાળકના જન્મ સુધીની પ્રોસેસમાં મહિલાના શરીરમાં હોર્મોન્સમાં બદલાવ થતો હોય છે. એ અસરના કારણે મહિલાના શરીરમાં શારીરિક ફેરફાર જોવા મળે છે. પ્રેગનેન્સી દરમિયાન અમુક તકલીફ એવી છે જે અનુભવ થયા વગરની રહેતી જ નથી. જેમ કે, ઉલ્ટી થવી, ચક્કર આવવા, માથાનો દુખાવો, એસીડીટી વગેરે. આ સમયમાં મહિલાઓના મનમાં ડર બેસી જાય છે.
એમ, પ્રેગનેન્સી દરમિયાન મોર્નિંગ સિકનેસ પણ થાય છે. પણ જો એ સમયમાં અમુક ઉપાય ઘરગથ્થું અજમાવવામાં આવે તો આ તકલીફમાંથી રાહત મળી શકે છે. એવા ક્યાં ઉપાયો છે જેના કારણે પ્રેગનેન્સી દરમિયાન થતી શારીરિક તકલીફને હળવી કરી શકાય છે. એ માટે વધુ વાંચો આગળ.
- મોર્નિંગ સિકનેસ જણાતી હોય તો પાણીમાં લીંબુનો રસ મિશ્ર કરીને પી શકાય છે. જે શરીરને સ્ફૂર્તિમાં રાખે છે.
- પ્રેગનેન્સી દરમિયાન સવારે ઉઠો ત્યારે થોડું વોક કરવાનું રાખવું જોઈએ.
- ગર્ભ હોય એ દિવસો દરમિયાન ઉઠીને તરત જ કામમાં વળગી જશો તો શરીર થાક્યાનો અનુભવ થશે. તો આ સમયમાં ધીમે-ધીમે કામની શરૂઆત કરો.
- જો સવારે ઉઠ્યા બાદ તરત જ ચક્કર આવવા લાગે તો પથારીમાં ફરીથી રીલેક્ષ થઈને સુઈ જવું.
- ખોરાકમાં ખાસ તેલવાળું કે તીખું ખાવાનું ઓછું રાખવું.
- એસીડીટી, ઉલ્ટી, અપચાની સમસ્યા હોય તો થોડું અજમાનું સેવન કરવાનું રાખવું જોઈએ.
આ મુદ્દાઓ ખાસ એવા છે, જેને ખાસ નોંધીને યાદ રાખવા જેવા છે. સુપર મોમ બનવા માટે પહેલા તો ખુદનું ધ્યાન રાખવું જરૂરી છે અંતે બાળકને સાચવીને તેને કાળજીપૂર્વક ઉછેર કરવો જોઈએ. આમ જોઈએ તો બાળકનું બાળપણ સરસ વીતે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણકે, જીવનમાં બાળપણથી વિશેષ કોઈ સમય અગત્યનો નથી.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે
Author : Ravi Gohel