‘ચા’ એટલે બે વ્યક્તિઓ વચ્ચેનું વ્યવહાર સાચવતું પ્રવાહી. સાથે ગુજરાતી લોકોનો જીવ પણ કહો તો કંઈ ખોટું નથી. સારી ‘ચા’ આવે એટલે ગુજરાતી ખુશખુશાલ થઇ જાય. પણ તમે એવી ‘ચા’ની દુકાન જોઈ છે, જ્યાં ૧૦૦થી વધુ પ્રકારની ‘ચા’ની વેરાયટી મળતી હોય, તો આવો જાણીએ આ દુકાન વિશે કે જ્યાં લોકોની લાંબી ભીડ જામે છે.
ચેન્નઈના દક્ષીણ રેલ્વે હેડકવાટર્સની આગળ મિન્ટ સ્ટ્રીટ પર એક ટી સ્ટોલ છે. અહીં આવવાવાળા યાત્રિકો માટે આ જગ્યા મસ્ત છે. અહીં આવીને ચા પીવાનો આનંદ કૈંક અલગ જ છે. આ ટી સ્ટોલનો માલિક અલગ-અલગ પ્રકારની એવી ચા બનાવે છે કે લોકોની ભીડ જામે છે. ‘ચા’ના શોખીનો માટે આ ટી સ્ટોલ બહુ પ્રખ્યાત જગ્યા છે.વિભિન્ન પ્રકારની ચા બનાવવામાં આવે છે તેમજ અમુક પ્રકારની જડીબુટ્ટીનો પણ પ્રયોગ કરવામાં આવે છે.
‘ચા’ની દુકાનનો માલિક કે. રાજીવ ‘ચા’ની ૧૦૦થી વધુ વેરાયટી આરામથી બનાવી શકે છે. જેમાં સ્વાસ્થ્યને ફાયદો કરે તેવી પણ ‘ચા’ ઉપલબ્ધ છે. પબ્લિકની વાત કરીએ તો ૨ હજારથી વધુ લોકો નિયમિત રૂપે તેના ટી સ્ટોલની મુલાકાત લે છે.
તેમાં આદુ, લીંબુ, ગ્રીન ટી તેમજ હની ટી, હર્બલ ટી જેવા મિશ્રણ નિયમિત મળે છે. તથા લોકો અહીં આવી ‘ચા’ પીવા માટે વધુ આવે છે. કેરળના રાજીવે આ ટી સ્ટોલ ચાલું કર્યો તેના ચાર વર્ષ થઇ ચુક્યા છે.
રાજીવને ‘ચા’ની આવી વેરાયટી બનાવીને વેચવાનો વિચાર આવ્યો કે, તરત જ તેને ટી સ્ટોલની સ્થાપના કરી નાખી. પહેલા તેને એલચી તથા આદુવાળી ચા ગ્રાહકોને આપવાની શરૂ કરી. પછી એક બાદ એક વેરાયટી વધતા અત્યારે ૧૦૦થી વધુ પ્રકારની ચા અહીં મળી શકે છે. સ્વાદનું પુનરાવર્તન આપીને ગ્રાહકોને ખુશ કરવા એ તેનો ઉદેશ્ય છે.
વધુમાં રાજીવ જણાવે છે કે, જયારે આ ટી-સ્ટોલ ચાલુ કર્યો ત્યારે વડીલોની સલાહ લીધી તેમજ અમુક રેસીપીની બુક્સ વાંચીને તેને ફોલો કરવાની શરૂ કરી. સ્વાસ્થ્ય માટે જરૂરી અને શરીર સારૂ રાખવા માટે પણ અહીં ચા ઉપલબ્ધ છે.
વૃક્ષની છાલમાંથી જડીબુટ્ટીવાળી ચા પણ આસાનીથી મળી જાય છે. હર્બલ ટી માટે રાજીવનો સ્ટોલ બહુ ફેમસ છે. રાજીવનું બેકગ્રાઉન્ડ મેડીકલ હોવાથી ગ્રાહકોને સારામાં સારી ઉતમ ગુણકારી ચા સજેસ્ટ કરી શકે છે.
આ ખાસિયતને કારણે આ ટી સ્ટોલ વિશ્વમાં જગપ્રખ્યાત બન્યો છે. સાફ-સફાઈમાં પણ જોરદાર અને ડીશ-કપ બધું એકદમ ચોખ્ખાં પાણીથી સાફ કરવામાં આવે છે. ઉચ્ચ ક્વોલીટીના આ ટી સ્ટોલમાં લોકોની ભીડ જામે છે. તમારે પણ એકવાર જરૂરથી મુલાકાત લેવા જેવી.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel