જીવનમાં સફળતા મેળવવા ઈચ્છો છો!! તો આ જીવનમંત્રનું રટણ કરી રાખો

કુદરત હંમેશા એક માર્ગદર્શક અને પ્રેરણાદાયી રૂપે આપણને ઉત્સાહિત કરતું રહે છે. દરેક ઝાડ-વૃક્ષ, ફૂલ-પાનનો એક મોન સંદેશો હોય છે. તે બધા પોતાની રીતે જણાવે છે કે પોતાને નિરંતર ગતિમાન અને સંતુલિત રાખવા માટે ધીરજ જોઈએ. માંજર અને મોર આવ્યા પછી તરત ફળ આવતું નથી. ધીમે ધીમે આ પ્રક્રિયા સંપૂર્ણ થાય છે. માટી, હવા અને પાણીથી જે રીતે એક છોડ ધીમે રહીને પોતાને પોષિત અને વિકસિત કરે છે, આપણે પણ આવું જીવન અજમાવવું જોઈએ.

મહર્ષિ અરવિંદ પોતાની પાસે આવતા દરેક જિજ્ઞાસુઓને તે મંત્ર શીખવતા હતા કે મનુષ્ય પોતાના સંપૂર્ણ જીવનનો વાસ્તુકાર પોતે છે. આપણે આપણી પસંદ અને વિચાર પ્રમાણે દિનચર્યા નક્કી કરીએ છીએ. આપણે આપણા દરેક પળને આપણી રીતે વિતાવીએ છીએ અને બધું સાધારણ રહે છે. પરંતુ આ દિનચર્યામાં કઈક મનગમતું ન થાય તો આપણે દુઃખી થઇ જઇએ છીએ.

આપણી પસંદના બનેલા જીવનમાં દુઃખો અને ખળભળાટ આપણને વિચલિત કરી દે છે. આપણે ભૂલથી પણ આત્મ અવલોકન કરતાં નથી. આપણે આપણી ભૂમિકા જોતા નથી અને કોઈ બીજા પર જડપથી વાંક નાખીએ છીએ. કઈ પણ ખોટું જે અનિચ્છનીય થવા પર લગભગ દરેકને આ વ્યવહાર નક્કી હોય છે કે દુર્દશા તો અમારી થઈ રહી છે, પરંતુ અમારી આ હાલત ના જવાબદાર અમારી સિવાય બીજા બધા છે.

આજે જો ઇમાનદારીપૂર્વક પૂછવામાં આવે તો આ તથ્યથી કોઈ ના નહિ કહે કે આપણે દરેકે પોતાની અણમોલ ઉર્જા અને ઉપયોગી અવસર બીજા ઉપર પોતાની સમસ્યાઓનો વાંક કાઢવામાં બરબાદ કરી દીધો છે. આરોપ લગાવવા અને પોતે બચી જવાની આ કવાયતમાં લાગ્યા રહેલા આપણે તે હકીકત ભૂલી જઈએ છીએ કે કર્મનો નિયમ કંઈક બીજો જ છે. કર્મનો સિદ્ધાંત ચોખ્ખું કહે છે કે આપણા દરેક દુઃખ ના જવાબદાર આપણે પોતે જ છીએ કોઈ બીજું નહીં. આજે આપણે જે કંઈ પણ છીએ જે પણ અનુભવ કરી રહ્યા છીએ તે આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ છે.

ગીતામાં પણ કહેવાયું છે કે જ્યારે પણ બાધા, સંકટ, દુઃખ, તકલીફ વગેરેનો બોજ કોઈ પર પડે છે તો તેમણે દરેક ફરિયાદ ભૂલીને તે સમસ્યાને સમજવી જોઈએ. બીજા કોઈને ખરાબ શબ્દ કહેવાને બદલે તે સમસ્યાના નિવારણ માટે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવવી જોઈએ. પરંતુ કમભાગ્યે આપણે તેવું કરી શકતા નથી. તેનું કારણ આપણો મતલબી સ્વભાવ અને બેદરકારી છે. આ બેદરકારીનું પરિણામ ત્યાં સુધી હોય છે કે આપણે પરિવાર અને સંબંધીઓ જ નહીં, બે ડગલા આગળ વધીને ભગવાનને પણ આરોપી કરવા લાગીએ છીએ, જોકે આપણા દુઃખો પાછળ ભગવાનનો ક્યારેય હાથ હોતો નથી.

જો આપણે ડરપોક છીએ તો દરેક નાની મોટી સમસ્યાઓ આવતા જ ભાગી જઈએ છીએ. પરંતુ જો આપણે આપણું મૂલ્યાંકન કરવાનું જાણીએ છીએ કે એવું કરવા ઇચ્છીએ છીએ, તો કોઈ માર્ગ નીકળે જ છે.

તુનક મિજાજી અને ફરિયાદી સ્વભાવ – આ બંને એવા દુશ્મનો છે જે બે ડગલાં આગળ લઈ જઇને ત્રણ ડગલાં પાછળ તરફ લઈ આવે છે. જીવનમાં દરેક ક્ષણે ફક્ત સુવિધાઓ અને આરામને લીધે આપણે પોતાને પોતાનાથી દૂર કરતા જઈએ છીએ, જ્યારે જીવનની સુંદરતા છે કે તે સારા અને નિસ્વાર્થ કર્મ કરનારાઓને સભાન રાખી તેને સર્વોત્તમ દિવસ પ્રદાન કરે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment