ગરમીથી રાહત અપાવતી મૌસમ એટલે ‘મોનસૂન’ અને સાથે વાદળોનો ગડગડાટ કરતો અવાજ મનને ખુશ કરી દે છે પણ એ મોનસૂન અમુક પ્રકારની કાળજી રાખવા માટેનું પણ સૂચવી જાય છે.
જી હા, તમને જાણકારીના સીધે માર્ગે લઇ જાઉં તો એવું કહેવા માંગું છું કે, ચોમાસાની મૌસમમાં ખીલ-ફોલ્લી અને ચીકાશયુક્ત ચહેરાથી કઈ રીતે બચી શકાય? કારણ કે આ મૌસમ દરમિયાન ફેસ સ્કીન થોડી પરેજી માંગે છે. એમ, શું તમે ચહેરાને ક્લીન રાખવા માટેની ટીપ્સ જાણો છો? આજનો લેખ આ જ મુખ્ય વિષય પર આધારિત છે :
ચહેરા સાથે વધુ છેડછાડ :
અમુક લોકોને આદત હોય છે કે કોઇપણ કોસ્મેટિક આઈટેમ યુઝ કરી લેતા હોય છે. તો એવા લોકો માટે આ એક ખતરાની ઘંટી કહી શકાય. કારણ કે ચોમાસા દરમિયાન ભેજનું પ્રમાણ વધુ હોય છે જે ચહેરાને હોય તેના કરતા પણ વધુ ચીકાશયુક્ત બનાવી દે છે અને પરિણામે ખીલ-ફોલ્લી થવાની શક્યતા વધે છે.
તો આ છે ચહેરાને ક્લીન અને સાઈની રાખવા માટેની મોનસૂન ટીપ્સ :
- ચહેરાને ઓછામાં ઓછા ત્રણ કલાકના અંતર પછી સાફ કરવો જરૂરી છે; કારણ કે ત્વચાને પણ જરૂરી છે તાજગીભર્યો અહેસાસ. જે ચહેરાના ગ્લો સાથે જોડાયેલી બાબત છે.
- ત્વચામાં ગંદકી જામશે તો રોમ છિદ્રો બંધ થઇ જશે અને લાંબા સમય સુધી આ સ્થિતિ રહેતા ત્યાં ખીલ થઇ શકે છે અને ચહેરાની ખૂબસૂરતી ઓછી થઇ શકે છે.
- અમુક એવા ઉપાય છે જે આમ તો સામાન્ય છે, પણ બહુ અસર કરે એવા હોય છે. જેમ કે, ચહેરા પર એલોવેરા પેસ્ટ લગાડીને ૧૦ મિનીટ સુધી સુકાવા દો બાદ ચહેરાને પાણીથી સાફ કરી નાખો.
- ચહેરાની ત્વચા પણ ટોનિક ઈચ્છે છે એટલે ‘ટોનર’ દ્વારા ચહેરાને સાઈની રાખી શકાય છે. એ માટે અઠવાડિક બે કલાક ચહેરા માટે આપવી જોઈએ.
ચહેરા માટે ટોનર આ રીતે તૈયાર કરી શકાય છે :
એલોવેરા જેલમાં બે થી ચાર ટીપાં ગુલાબજળ મિશ્ર કરીને દિવસમાં બે વખત લગાડીને ચહેરાને તાજગી આપી શકાય છે. સાથે કુદરતી નાળીયેર તેલમાં ઓલીવ ઓઈલ ભેળવી ચહેરાને માલીશ કરવાથી પણ ચહેરાના ગ્લોમાં વધારો થાય છે.
અન્ય એક ઉપાય છે, જે પણ ચહેરાની ત્વચા માટે બેસ્ટ ટોનર છે. ચણાના લોટમાં, હળદર, ગુલાબજળ અને લીંબુના રસથી તૈયાર કરેલા ફેસપેકને ચહેરા પર લગાવો. ત્યાર બાદ હુંફાળા પાણી વડે ચહેરાને સાફ કરો. આ રીતે પણ મોનસૂન સીઝનમાં ચહેરાને સાચવી શકાય છે.
આ ટીપ્સથી મોનસૂનમાં પણ ચહેરા પર થતી ખીલ-ફોલ્લી કે ઓઈલી સ્કીન પ્રોબ્લેમની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આ ટીપ્સને પુરૂષ કે મહિલા કોઇપણ ફોલો કરી શકે છે.
ફેશન, સ્ટાઈલ અને બ્યુટી ટીપ્સને લગતી અન્ય જાણકારી મેળવવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel