ભારતના પશ્ચિમ ભાગમાં ઉપસ્થિત ગુજરાત ભારતનું એક પ્રમુખ રાજ્ય છે. અને ગુજરાત પોતાની સાંસ્કૃતિક વિવિધતા માટે ખૂબ જ જાણીતું છે. ગુજરાત જેટલું સુંદર છે તેટલા જ સુંદર તેની આસપાસ આવેલા હિલ સ્ટેશન છે, ગરમીથી છુટકારો અપાવવા માટે ગુજરાતની આસપાસ આવેલા ઘણા બધા એવા હિલ સ્ટેશન છે જે પ્રાકૃતિક સુંદરતા માટે ખૂબ જ જાણીતા છે. વિકેન્ડ ઉપર જવા માટે આનાથી બેસ્ટ પ્લેસ બીજું કોઇ નથી. લોનાવાલા, ઇગતપુરી, માઉન્ટ આબુ અને મહાબળેશ્વર જેવા સ્થાન દેશના લોકપ્રિય હિલ સ્ટેશનોમાં છે અને ગુજરાતની નજીક પણ આવેલા છે. ચાલો તમને આ લેખમાં ગુજરાત ની પાસે આવેલા અમુક ખાસ હિલ સ્ટેશન વિશે જણાવીએ.
વિલ્સન પહાડી
વિલ્સન હિલ્સ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલ છે અને તે ગુજરાતનું ખાસ હિલ સ્ટેશન છે. તે ગુજરાતમાં વલસાડ સુરત ની પાસે ધરમપુર ટેકરીમાં આવેલ છે. વિલ્સન હિલ્સ ગાઢ જંગલો વાળા ક્ષેત્રમાં છે અને આ હિલ સ્ટેશન સ્ટેશનમાંથી એક છે જ્યાં સમુદ્રનો નજારો જોઇ શકાય છે.
આ હિલ સ્ટેશન સમુદ્ર તટથી તેની ઊંચાઈ 750 મીટર એટલે કે 25 સો ફૂટ છે આ હિલ સ્ટેશન ચોમાસાના દિવસોમાં શાંત અને શીતળતાનો ખૂબ જ સુંદર અનુભવ કરાવે છે. અને અહીંના રોડ અને હરિયાળીથી ઢંકાયેલ પહાડ વાદળ નું અદભુત દ્રશ્ય ના ઝરણાં અને વરસાદની ઋતુમાં ત્યાંનું ધુમ્મસ તમને ખૂબ જ પસંદ આવશે.
સાપુતારા
સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલ એક પર્યટન સ્થળ છે તે મુંબઈ થી 250 કિમી અને મુંબઈની સીમા થી ચાર કિલોમીટર દૂર પશ્ચિમ ઘાટનું એક શાનદાર દ્રશ્ય પ્રસ્તુત કરે છે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન હોવાના કારણે તે 1000 મીટરની ઉંચાઈ પર આવેલ છે, અને તે પર્યટકોને વિશેષ રૂપે ચોમાસા દરમિયાન ખૂબ જ આકર્ષિત કરે છે. તેના આસપાસના ક્ષેત્રમાં અલગ-અલગ કારીગરોના હસ્તશિલ્પ તથા કૌશલ્યનું પ્રદર્શન જોઈ શકાય છે. હતગઢ જિલ્લો શિવાજી દ્વારા પોતાના શાસનકાળ દરમિયાન બનાવેલ ઈતિહાસીક મહત્વનું એક પ્રશંસનીય સ્થળ છે. તમે આ કિલ્લાના શીર્ષ ઉપર ભગવાન શંકરની મૂર્તિ જોઈ શકશો જે પવિત્રતાના દર્શન કરાવે છે.
ડૉન હિલ સ્ટેશન
ડૉન હિલ સ્ટેશન ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલ છે. અને તે 1200 વ્યક્તિઓને જનજાતિય આબાદી નું એક ગામ છે 1000 મીટરની ઊંચાઈ પર આવેલા હિલસ્ટેશન સુરતની પાસેના સૌથી પ્રાચીન હિલ સ્ટેશન માંથી એક છે. આ સુંદર હિલ સ્ટેશન ખુશનુમા વાતાવરણ ઠંડી હવા અને તેનું પ્રાકૃતિક સૌંદર્ય આપણને નિશ્ચિતરૂપે મંત્રમુગ્ધ કરી દેશે અહીં તમે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, કેમ્પિંગ અને ડોન મહોત્સવની મજા લઈ શકો છો.
પાવાગઢ
પાવાગઢ સુરતથી માત્ર 200 કિલોમીટર દૂર આવેલ બરોડા નજીક પંચમહાલ જિલ્લાનું એક સુંદર હિલ સ્ટેશન છે, પાવાગઢના પર્વત ઉપરથી નીચે પડનાર ઝરણાની શૃંખલા થી ગુજરાતની આ જગ્યા સૌથી મનોરમ્ય દેખાય છે. અને આ હિલ સ્ટેશનમાં ન માત્ર આપણને પ્રાકૃતિક સુંદરતા જોવા મળશે પરંતુ રોમાંચક ટ્રેકિંગ પણ અહીં જોવા મળશે કાળકા માતાનું મંદિર, કિલ્લો, જૈન મંદિર, જામા મસ્જિદ અહીંના મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે.
ગિરનાર
ગીરનાર પહાડ ના રૂપે જાણીતી પહાડો અહીં જૈન તથા હિન્દુઓ માટે સૌથી પ્રમુખ અને મહત્વપૂર્ણ તીર્થસ્થાન માંથી એક છે ગુજરાત પાસે ઉપસ્થિત સૌથી સારા હિલ સ્ટેશનમાં ગિરનાર પણ આવે છે તે ગુજરાતનું સૌથી ઊંચું સ્થાન છે. જેના પાંચ પહાડ ઉપર ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે ભગવાન શંકરને સમર્પિત ભવનાથ મંદિર છે, જે જૈન મંદિરનું એક પરિસર છે જેને 12મી શતાબ્દીમાં બનાવામાં આવ્યું હતું. આ મંદિરમાં અંબા માતા અને કાલિકા માતાનું મંદિર છે.
મહાબળેશ્વર
પશ્ચિમી ઘાટ માં આવેલ મહાબળેશ્વર પર્યટન સ્થળ પોતાની પ્રાકૃતિક સુંદરતાથી તમને ખૂબ જ મંત્રમુગ્ધ કરી દેશે. મહાબળેશ્વર પોતાની ઘણી બધી નદીઓ, શાનદાર ઝરણા અને મોટા મોટા પહાડો માટે ખૂબ જ જાણીતું છે. આ શહેર માં પ્રાચીન મંદિર, બોર્ડિંગ સ્કૂલ અને ઘણા બધા હરિયાળી જંગલ, ઝરણાં, પહાડો અને ઘાટી સામેલ છે. જે તમારી યાત્રા ને ખૂબ જ શાનદાર બનાવશે. ગુજરાતમાં વીકેન્ડ ઉપર જવા માટે મહાબળેશ્વર ખૂબ જ લોકપ્રિય હિલ સ્ટેશન છે.
માઉન્ટ આબુ
રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતની ખૂબ જ સુંદર જગ્યાઓમાંથી એક છે. ઊંચા પહાડ ઉપર આવેલ આ હિલ સ્ટેશન પોતાના શહેરના ઠંડા વાતાવરણ તથા અદભૂત દ્રશ્યો માટે ખૂબ જ જાણીતું છે. તે દેશના અન્ય હિસ્સાઓ થી અલગ જોડાયેલું છે, અને આ શહેર અલગ-અલગ રોમાંચ અને દર્શનીય સ્થળો માટે ખૂબ જ લોકપ્રિય હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય વિસ્તાર, ગુરુ શિખર પિક, સનસેટ પોઇન્ટ આબુ રોડ જેવા ઘણા બધા પ્રમુખ આકર્ષણ અહીં ઉપસ્થિત છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ચોમાસાની આલ્હાદક ઋતુમાં માણો ગુજરાતની નજીક આવેલા ખાસ હિલ સ્ટેશનોની મજા”