કોરોના વાઇરસ ને ધ્યાન માં લઈ ને લોકો તેમની immunity અને સ્વાસ્થ્ય ને લઈ ને ખૂબ સજાગ થઈ ગયા છે. કોરોના વાઇરસ ની સાથે જ મોસમ ની સાથે થતાં ફ્લૂ પણ ફેલાય છે. હવે જ્યારે રિપોર્ટ્સ પણ એવું કહે છે કે વાઇરસ હવા માં પણ છે, ત્યારે લોકો પોતાની immunity માટે વધુ ગંભીર થઈ ગયા છે. જ્યાર થી આપણે આપણી immunity નું ધ્યાન રાખતા થઈ ગયા છે ત્યાર થી ઘણા immunity બૂસ્ટર માર્કેટ માં આવી ગયા છે.
ઓનલાઇન immunity બૂસ્ટર ખરીદવા પહેલા તમારા રસોડા માં એક નજર પણ નાખી દેજો. તમારા આ કિચન માં immunity બૂસ્ટ કરવાનો ઈલાજ પણ મળી જ જશે. આપણાં શરીર ને જરુરી minerals ને પૂરા કરવા માટે કોઈ દવા નો સહારો ન લેતા પ્રાકૃતિક રીતે જ બૂસ્ટ કરો. તમારા ખાન પાન માં થોડો બદલાવ લાવી ને તમે immunity પર ધ્યાન આપી શકો છો.
વિટામિન c ની કમી ને પૂરી કરવી
આવા માં તમારે immunity વધારવી છે અને શરીર ને જરુરી તત્વો ની કમી ને પણ પૂરી કરવી છે. વિટામિન c ની સાથે immunity બૂસ્ટ કરવી છે તો સંતરા એક સરળ અને સારો ઉપાય છે. વિટામિન c એક soluble compound છે જેને શરીર જલ્દી થી નિકાળી પણ દે છે એટલે તે જેટલો વધુ લેવામાં આવે તેટલો સારો.
આ પોસ્ટ માં આપણે ઓરેંજ શેક બનાવાની રેસીપી જણાવી છે. જેમાં થોડા ડ્રાઇ fruits ભેળવી ને પીવા થી એક પર્ફેક્ટ immunity બૂસ્ટર પણ બની જશે. તમે એને સવારે પણ લઈ શકો છો અથવા તો મિડ-ડે પર પણ લઈ શકો છો.
ઓરેંજ બૂસ્ટ રેસીપી માટે ની સામગ્રી
- 1 ગાજર
- 2 સંતરા
- 100 ml ફ્રેશ સંતરા નું જ્યુસ
- 3-4 ખજૂર
- અડધી ચમચી તજ
- અડધી ચમચી છીણેલું આદું
- અડધી ચમચી હળદર
- અડધી ચમચી નારિયેળ નું તેલ
ઓરેંજ શેક બનાવા માટે આ બધી જ સામગ્રી ને mixer માં નાખી ને દળી લો અને તમારી પસંદ અનુસાર ઠંડુ કે નોર્મલ રીતે સર્વ કરો.
આ ડ્રિંક છે તમારા માટે પર્ફેક્ટ
સંતરા ના લીધે આ શેક માં વિટામિન c જ નહીં પણ કેલ્સિયમ,ફૉસ્ફરસ ,ઓમેગા-3, પ્રોટીન,ફાઇબર,પ્રચુર માત્રા માં હોય છે. હળદર અને આદું ના કારણે આ શેક તમને વાઇરસ અને મોસમી ફ્લૂ થી પણ રક્ષણ આપશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team