ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં ગાયના ઘી ને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. તેના સેવનથી અગણિત ફાયદા થાય છે. જો તમે ગાય ના ધી નું સેવન નિયમિત રૂપે કરો તો તેનાથી તમે વજન પણ નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓ થી પણ તમે છુટકારો મેળવી શકો છો.
દેશી ઘી ખાવાથી ઘણા લોકો વિચારે છે કે ચરબી વધે છે અને વજન વધે છે. તેની સાથે જ હૃદયથી જોડાયેલી કેટલીકત બીમારીઓ પણ થાય છે. વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આયુર્વેદ મુજબ દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જાણો ધી થી થતા અમૂલ્ય અને અજાણ્યા ફાયદાઓ
- નાકમાં ગાયનું ઘી નાખવાથી યાદ રાખવાની ક્ષમતા સારી બને છે અને યાદ શક્તિ પણ વધે છે.
- જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને તેલ ખાવાની મંજૂરી નથી, તો પછી ગાયનું ઘી ખાઓ, હૃદય મજબૂત બને છે.
- માઇગ્રેનના દુખાવાથી છૂટકારો મેળવવા માટે દેશી ઘીના બે ટીંપા નાકમાં નાખો અને સૂઇ જાવ તેનાથી નાસિકા સ્વચ્છ થશે અને માઇગ્રેનના દુખાવામાં રાહત મળી શકે છે. જોકે માઇગ્રેનનો દુખાવો કેટલીક વખત નાક પર વાયરસ, બેક્ટેરિયા, ધૂળ-માટીના કણ જમા થવાના કારણે પણ થઇ શકે છે.
- જ્યારે વધુ પડતી ગરમીને કારણે નાકમાંથી લોહી નીકળતું હોય છે, તો પછી નાકમાં ગાયનું ઘી લગાવવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે.
- નાકમાં ગાયનું ઘી નાખવાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ પણ આવવા લાગે છે. નાકમાં ગાયનું ઘી નાખવાથી માનસિક શાંતિ મળે છે, સ્મૃતિ તીવ્ર બને છે.
- ઘીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે જેનાથી ચહેરામાં ચમક આવે છે. ચહેરા પર દેશી ઘીથી મસાજ કરો. તેનાથી ત્વચા મુલાયમ થશે.
- ઘણા લોકોને કાનના પડદામાં કાણું પડી જવા જેવી સમસ્યા થાય છે અને તેના કારણે કાનમાં દુખાવા જેવી સમસ્યા થાય છે તો તમે નાકમાં ગાયનું દેશી ઘીના ટીપા નાંખી શકો છો. જેનાથી મુશ્કેલીથી રાહત મળી શકે છે.
- જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ ગાયના દેશી ઘીનું સેવન કરવું જોઇએ.
- શરીરમાં રહેલી કમજોરી દૂર કરવા માટે દૂધની અંદર ગાયનું દેશી ઘી મિક્સ કરીને પીવું જોઇએ.
- જ્યારે હાથમાં પગના તળિયામાં બળતરા હોય ત્યારે પગના તળિયામાં ગાયના ઘીની કાંસા ના પાત્ર દ્વારા માલિશ કરવાથી ઠંડક થાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team