રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં રણથંભોર કિલ્લાની અંદર આવેલ ત્રિનેત્ર ગણેશ મંદિર ઘણી બધી બાબતમાં એકદમ અલગ છે. અહીં ગણપતિજીની પહેલી ત્રણ નેત્રની પ્રતિમા આવેલી છે, અને અહીં તેઓ પોતાના સંપૂર્ણ પરિવાર બે પત્ની રિદ્ધિ, સિદ્ધિ અને તેમના બે પુત્ર શુભ અને લાભ સાથે બિરાજમાન છે.
આ મંદિરની સૌથી મોટી ખાસિયત છે કે અહીં આવનાર પત્રો…… સમગ્ર દેશમાંથી ભક્તો પોતાના ઘરમાં થતા દરેક મંગળ કાર્યનું પહેલું નિમંત્રણ અહીં ભગવાન ગણેશને આપતા હોય છે, અને કહેવાય છે કે અહીં સાચા મનથી માંગેલી ઈચ્છા જરૂરથી પૂરી થાય છે. અહીંનો પીનકોડ 322021 છે. ત્રિનેત્ર ગણપતિજી નો ઉલ્લેખ રામાયણ કાળ અને દ્વાપરયુગમાં પણ જોવા મળે છે. કહેવામાં આવે છે કે ભગવાન રામે લંકા કુચ કરતાં પહેલાં ગણપતિજીના આ જ રૂપનું અભિષેક કર્યો હતો.
આ ત્રિનેત્ર ગણેશ મંદિર સવાઈ માધોપુર થી 13 કિલોમીટર દૂર આવેલ છે. આ મંદિર વિશ્વ ધરોહર માં સામેલ રણથંભોર કિલ્લાની અંદર બનેલ છે અહીં જવા માટે રેલવે સૌથી સારું સાધન છે, અને અહીં બસથી પણ જઈ શકાય છે. હવાઈ સેવાથી અહીં જવા માટે તમારે પહેલા જયપુર જવું પડશે, ત્યારબાદ બસ દ્વારા સવાઈ માધોપુર જવું પડશે. અહીંથી દર સમયે મંદિર જવા માટે વાહન ઉપલબ્ધ છે.
આ પ્રાચીન મંદિરથી જોડાયેલા ઘણા બધા ઐતિહાસિક અને ધાર્મિક કહાની પ્રચલિત છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ મહારાજા હમીર દેવ ચૌહાણ એ કરાવડાવ્યું હતું. ખરેખર મહારાજા હમીર દેવ અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે વર્ષ 1299 થી 1301 વચ્ચે રણથંભોરમાં યુદ્ધ થયું હતું. અને તે સમયે દિલ્હીના શાસક અલાઉદ્દીન ખીલજીએ સૈનિકોને આ કિલ્લાની ચારે તરફથી ઘેરી લીધો હતો અને સમસ્યા પૂરી થવાનું નામ જ લેતી ન હતી એવામાં મહારાજને સ્વપ્નમાં ભગવાન ગણેશજીએ કહ્યું કે મારી પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થઈ જશે, અને તેના બીજા જ દિવસે કિલ્લાની દિવાલ ઉપર ત્રિનેત્ર ગણેશજીની મૂર્તિ અંકિત થઈ ગઈ. ત્યારબાદ હમીરદેવે ગણેશ ભગવાન દ્વારા એક સ્થાન ઉપર મંદિરનું નિર્માણ કરાવડાવ્યું ત્યારબાદ ઘણા વર્ષોથી ચાલી રહેલ આ યુદ્ધ સમાપ્ત થઈ ગયું.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team