બુધનું મિથુન રાશિમાં ભ્રમણ, જાણો કેવા રહેશે વેપાર ધંધા

ગ્રહ મંડળનો સૌથી વધુ તેજ ગતિથી ભ્રમણ કરતો ગ્રહ બુધએ મિથુન રાશિમાં ભ્રમણ શરૂ કર્યું છે. 1 ઓગસ્ટ સુધી બુધ તેની પોતાની સ્વરાશિ મિથુનમાં રહેશે. બુધ બુદ્ધિનો કારક અને તર્ક શકિતનો સ્ત્રોત માનવામાં આવે છે. વિદ્યાભ્યાસ માટે, બુદ્ધિની તીવ્રતા માટે બુધનો વિચાર કરવામાં આવે છે. બુધ સૂર્યની અત્યંત નજીકનો ગ્રહ છે. મોટા ભાગે જન્મકુંડળીમાં સૂર્ય, બુધ સાથે જોવા મળે છે. વાણી અને વિચારનો કારક ગ્રહ છે.

image source

બુધ વ્યાપરનો કારક છે. ડોકટર, વૈદ્ય, વકીલ, એજન્ટ, વિક્રેતા અને બ્રોકર જેવા વ્યવસાય બુધનું આદિપત્ય છે. આ સમયમાં સ્વગૃહે બુધ બળવાન છે. પરંતુ બુધ રાહુ જેવા અશુભ- પાપ ગ્રહ સાથે હોવાથી આ સમયમાં વેપાર- ધંધા અને વ્યવસાય ક્ષેત્રે ઘણી પ્રતિકુળતાના સંજોગો સૂચવે છે.

મકરમાં મંગળના ભ્રમણ અંગે અગાઉના લેખમાં લખેલું કે, અશુભ ઘાટ ગળો બનશે અને ઘણી અશુભ ઘટનાઓ બની ગઇ છે. ઇશ્વર સૌનુ રક્ષણ કરે. મંગળ સૈનિક, કેમિસ્ટ, દંત વૈદ્ય અને ઇલેક્ટ્રિકઇલેકટ્રોનિકસ વગેરેનો કારક છે. આ ક્ષેત્રમાં વેપાર ધંધા વધે, તેજી આવે, જમીન- જમીનની ઉપજ ધાન્ય લાલ વસ્તુ, વગેરે માટે સાનુકૂળ સમય છે. શુભ સમય અને ધાતુ, તાંબુ અને ઉર્જા અંગે મંગળ શુભ છે. તેનો ધંધો વધે, લાભ વધે, ખેડૂતોને પણ સરકાર તરફથી લાભ માટે પોલીસદળને પણ લાભની ઘોષણા સરકાર કરે યા મદદ વધારશે.

image source

મંત્ર પ્રભાવ

મિથુનમાં બુધ સ્વગૃહી છે. તેથી બુધ મંત્રના જાપ 1008 એક મહીના સુધી રોજ કરવાથી ઘણી મદદ મળે. નોકરી- વેપાર- ધંધા- વ્યવસાય અને સામાજિક બાબતો માટે સાનુકૂળતા રહેશે.

મંત્ર : ૐ બં બુધાય નમ
(1008 જાપ રોજ કરવા એક માસ સુધી)

image source

વ્રત તહેવાર

મંગળ- તા. 26 – વિનાયક ચતુર્થી,
બુધ- તા. 27 – પંચમી,
ગુરૂ- તા. 28 – સ્કંદ ષષ્ઠી- ગુરૂપુષ્યામૃત યોગ,
શનિ- તા. 30 – દુર્ગાષ્ટમી,
રવિ- તા. 31 – શ્રી હરી જયંતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment