ઘણા બધા પુરુષો પોતાના બહાર નીકળેલા પેટથી ખૂબ જ પરેશાન રહે છે. ત્યાં જ અમુક પુરુષ એવા પણ હોય છે જેમનું શરીર ખૂબ જ નિર્બળ અને પાતળું તથા કમજોર હોય છે. એવામાં પુરુષ પોતાની તાકાતને વધારવા માટે અલગ અલગ પ્રકારના સપ્લીમેન્ટ અને પ્રોટીન પાવડર લેવાનું શરૂ કરે છે. પરંતુ ઘણા બધા પુરુષોમાં તેની સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. જો તમે ઈચ્છો તો અહીં આપેલા અમુક ઘરેલુ ઉપાયની મદદથી જ તમારી શારીરિક શક્તિને વધારી શકો છો. તથા તમારા શરીરને મજબૂત બનાવી શકો છો.
1. લસણનું સેવન કરો
જો તમારું શરીર ખૂબ જ દુબળું અને પાતળું છે તો તમે દરેક વખતે શારીરિક કમજોરી નો અનુભવ કરશો તો તમારા રેગ્યુલર ના ડાયટમાં લસણને તમે જરૂરથી સામેલ કરી શકો છો પુરુષો માટે લસણ ખૂબ જ લાભકારી માનવામાં આવ્યું છે. પોતાની શરીરની તાકાત વધારવા માટે દરરોજ સવારે ખાલી પેટ લસણનું સેવન તમે કરી શકો છો તેના માટે તમારે લસણની ત્રણ ચાર કળી લેવાની છે તેને છોલીને ગરમ પાણીની સાથે તેનું સેવન કરો દરરોજ આમ કરવાથી તમને તાકાત મળશે અને ઘણી બધી સ્વાસ્થ્યની સમસ્યાઓ માંથી પણ છુટકારો મળી જશે.
2 અશ્વગંધાનું સેવન કરો
આયુર્વેદ શાસ્ત્રમાં અશ્વગંધાને પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવ્યું છે. તેમ જ અશ્વગંધા પ્રોટીન, ઉર્જા, આયર્ન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર જોવા મળે છે. જો તમને શારીરિક કમજોરી નો અનુભવ થાય છે તો દરરોજ અશ્વગંધાનું સેવન કરી શકો છો. તેની માટે એક ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે, ત્યારબાદ તેમાં એક થી બે ચમચી અશ્વગંધાનો પાવડર ઉમેરો. હવે દરરોજ રાત્રે સૂતી વખતે તેનું સેવન કરો. દૂધની સાથે અશ્વગંધા ઉમેરીને લેવાથી તમારું વજન ધીમે ધીમે વધશે અને તેની સાથે જ તમારી કમજોરી થાક દૂર થશે અને તમને તાકાત મળશે.
3 સુકામેવા અને બીજ નું સેવન કરો
સૂકામેવા અને બીજ દરેક વ્યક્તિ માટે ખૂબ જ લાભકારી હોય છે. જો તમારું શરીર ખૂબ જ દુર્બળ છે અને તમને કમજોરીનો અનુભવ થાય છે, ત્યારે તમારે સુકામેવા અને બીજનું સેવન જરૂરથી કરવું જોઈએ. તેની માટે તમારે તમારા ડાયટમાં કાજુ બદામ દ્રાક્ષ અખરોટ અને સૂકા અંગેનું સેવન કરી શકો છો. તેની સાથે જ સૂરજમુખીના બીજ, તરબૂચના બીજ, કોળાના બીજ અને અળસીના બીજ નું સેવન પણ કરી શકો છો. આ દરેક વસ્તુને તમારા ડાયટમાં સામેલ કરવાથી શારીરિક કમજોરી દૂર થશે અને ખૂબ જ તાકાત મળશે તથા તમે સ્વસ્થ અને ફીટ અનુભવ કરશો.
4 આખા અનાજ ખાવ
ઘણા બધા લોકો ફાસ્ટ ફૂડ જંકફુડ અને કેફી પદાર્થોનું સેવન વધુ માત્રામાં કરતા હોય છે. તેનાથી ભલે તમારું વજન વધી રહ્યું હોય પરંતુ તમને શારીરિક તાકાત બિલકુલ મળશે નહીં. જો તમે મજબૂતી અને તાકાત બંને મેળવવા માંગો છો તો આ બધી વસ્તુઓની જગ્યાએ તમારા ડાયટમાં આખા અનાજને સામેલ કરવાનું શરૂ કરો. આખા અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેનાથી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે.
5 કેળાને તમારા રેગ્યુલર ડાયટમાં સામેલ કરો
જો તમે શારીરિક તાકાત મેળવવા માંગો છો તો તમારા ડાયટમાં કેળાને જરૂરથી સામેલ કરવા જોઈએ. કેળા એક એવું સુપર ફૂડ છે જેમાં ઊર્જા અને કાર્બોહાઇડ્રેટ બંને જોવા મળે છે, અને તેનું સેવન કરવાથી તમને તાકાત મળશે તેથી જ દરરોજ દૂધમાં એક થી બે કેળાને ઉમેરીને તેનું સેવન કરો.
આ દરેક વસ્તુ સિવાય તમે ખજૂર, અંજીર, સફેદ મુસળી, કેળા, ઘી, દૂધ, ડુંગળી, આમળા વગેરેનું પણ સેવન કરી શકો છો. આ દરેક વસ્તુનું સેવન કરવાથી પુરુષોની કમજોરી દૂર થાય છે અને શરીરમાં ખૂબ જ તાકાત મળે છે. તેની સાથે જ આ ઘરેલુ ઉપાય પુરુષોની સમસ્યાઓને દૂર કરવા માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે. પરંતુ યોગ્ય ડાયટ અને યોગ્ય લાઈફ સ્ટાઈલ અપનાવવા સિવાય પણ જો તમને કમજોરી નો અનુભવ થાય તો એક વખત જરૂરથી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team