આ વિટામિન અને મિનરલ્સની પુરુષોને અત્યંત જરૂર હોય છે, જાણો કેમ 

પુરુષોને આઉટડોર કામ વધુ હોય છે તેથી તેમને વધુ ઊર્જાની જરૂર હોય છે. પોષક તત્વોથી ભરપૂર ભોજન લેવાથી શરીર હેલ્ધી રહે છે. હેલ્થગ્રેડ ડોટ કોમ ની ખબર અનુસાર ઘણા રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે સપ્લિમેન્ટ ની જગ્યાએ કુદરતી ફૂડ જ ખૂબ યોગ્ય સાબિત થાય છે. તેનાથી ઘણી બીમારીઓ નું જોખમ ઓછું થઈ જાય છે. અહીં અમુક એવા પોષક તત્વ અને તેના સ્ત્રોત વિશે જાણકારી આપવામાં આવી છે જે પુરુષો માટે ખૂબ જરૂરી છે. પુરુષો તેનું નિયમિત રૂપથી સેવન કરે તો ઘણા પ્રકારનો ફાયદો પહોંચી શકે છે. આવો જાણીએ કે કયા પોષક તત્વો પુરુષો માટે જરૂરી છે.

વિટામિન ડી

જ્યારે પણ તમારા મસલ્સ ખેંચાઇ જાય છે ત્યારે તેમને વિટામિન-ડીની ખાસ જરૂર હોય છે. વિટામીન આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને હાડકામાં તાકાત લાવવા માટે મદદ કરે છે. તે કેલ્શિયમને અવશોષિત કરવામાં મદદ કરે છે જે માંસપેશીઓના સંકુચન, હાડકાનું ઘનત્વ અને હૃદયની ધડકનના નિયમન અને તંત્રિકાના સંચરણ માટે ખૂબ જરૂરી ખનિજ છે. વિટામીન ડી માટે અનાજ, નારંગીનો જ્યુસ,છાશ, દૂધ વગેરેનું સેવન કરો.

ફોલેટ

ખાસ કરીને એવું માનવામાં આવે છે કે મહિલાઓને ફોલેટ ની વધુ જરૂર હોય છે. પરંતુ તેની પુરુષોને પણ એટલી જ જરૂર હોય છે. પ્રોટીન અને ડીએનએ ના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે તે સિવાય ફોલેટ સ્પર્મમાં કોઈપણ પ્રકારના અનહેલ્ધી પરિવર્તનથી બચાવે છે. જો સ્પર્મ ખોટી રીતે પરિવર્તન થઈ જાય તો તેનાથી ઉત્પન્ન થતું બાળક મનોવિકાર વાળું ઉત્પન્ન થાય છે. પાલક, સ્પ્રાઉટ, બીન્સ, નટ્સ જેનાથી ફોલેટ પ્રાપ્ત કરી શકાય છે.

ઝીંક

જે પુરુષ વેજિટેરિયન હોય છે તેમને ઝીંકની કમી હોઈ શકે છે. જે શરીરના ઘા ને ભરે છે. અને કોઈપણ પ્રકારના સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે.રેડ મીટ, સી ફૂડ, અને પોલ્ટ્રી માં ઝીંક જોવા મળે છે.જો તમે વેજિટેરિયન છો તો પોતાના આહારમાં કઠોળ, ચણા, મસૂર દાળ વગેરેને સમાવેશ કરી શકો છો. કઠોળને ઝીંકનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

કેલ્શિયમ

કેલ્શિયમ મસલ્સ અને નર્વ તથા હાડકાને સપોર્ટ કરે છે તેથી પુરુષોને તેની આવશ્યકતા વધુ હોય છે. 20 વર્ષના યુવાનને કેલ્શિયમની ખૂબ જ જરૂર હોય છે દૂધ,છાશ, ચીઝ, માછલી, લીલા શાકભાજીમાં કેલ્શિયમની માત્રા ખૂબ જોવા મળે છે.

પોટેશિયમ

પોટેશિયમ બ્લડ પ્રેશરમાં સોડિયમના અસરને ઓછું કરે છે. લોહીની નલિકાઓ ને હેલ્ધી રાખવા માં પોટેશિયમનો મહત્વપૂર્ણ યોગદાન છે પાલક, મશરૂમ,ટામેટા, બટાકા,શક્કરીયા, તરબૂચ,દ્રાક્ષ નારંગી, કેળા, દૂધ,દહી, વગેરેમાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ જોવા મળે છે

વિટામીન સી

વિટામિન સીને ઇમ્યુનિટી બુસ્ટર પણ કહેવામાં આવે છે. જે હાડકા અને દાંતને યોગ્ય રાખવામાં ફાયદાકારક છે.આયર્નને અવશોષિત કરવામાં વિટામીન સી ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. વિટામીન સી પુરૂષોના યૌન સ્વાસ્થ્યને પણ વધારે છે. અને ખાટા ફળ એ વિટામીન-સી નો એક સારો સ્ત્રોત છે. લાલ સીમલા મરચું,બ્રોકોલી, પાલખ,સ્પ્રાઉટ્સ,જાંબુ,ટામેટા, બટાકા, કોબીજ, અને કીવિ માં વિટામીન સી જોવા મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

Leave a Comment