મેલડી મા નું ધામ – મરીડા. કેવી રીતે થયું માં નું પ્રાગટ્ય. કરો દર્શન બધી જ મનોકામના પૂર્ણ કરતી મા મેલડીના
મા શક્તિ નું ખુબ જ પાવન સ્થાન… માં મેલડી માંના સ્વરૂપમાં… દર્શન કરો મરીડના મેલડીમાંના..
ભક્તોના દરેક કષ્ટો દૂર કરે છે મા…
અમદાવાદ થી ૬૦ કિલોમીટર દૂર નડિયાદ પાસે આવેલું છે મરીડા નામનું સ્થળ. લોકોની બધી જ મનોકામના પૂર્ણ થતી હોવાથી બની ગયુ છે લોકોનું આસ્થાસ્થાન..
માં મેલડીનો સ્વરૂપ કેવી રીતે બિરાજમાન થયું મરીડા ધામમા… મા ના અલૌકિક શણગાર ખુબ જ અલગ પ્રકારની આભા ઉપસાવે છે. તેમને જોઈને જ એવું થાય છે કે સઘળાં દુઃખોમાંથી મુક્તિ મળી ગઈ છે.
મંદિરની સ્થાપના 2003માં થઈ છે.. અને શ્રદ્ધાળુઓ માંથી એક શ્રદ્ધાળુ રાજભાને એવી અંતઃસ્ફૂરણા થઈ કે મેલડીમાં નુ મંદિર હોવું જોઈએ આ ગામમાં.. તેમણે મરીડા વાસી ગામના લોકોને વાત કરી અને લોકોએ તેમની ઇચ્છાને ખૂબ જ આવકારી.. મંદિરનું ખાતમુહૂર્ત થયું અને જયપુરથી માની પ્રતિમા લાવવામાં આવી હતી.
તમને જાણીને નવાઇ લાગશે કે આ મૂર્તિને બનાવવાનું કામ કોઈ વ્યકિતએ નહોતું કર્યું પણ લોકોને સંકેત મળ્યો હતો કે આ મૂર્તિનું સ્થાન ક્યાં હશે.. આ મૂર્તિનું સ્થાન જયપુરમાં છે અને આ મૂર્તિ ક્યાં પડેલી છે તેવું સંકેત મળતાની સાથે જ લોકો ત્યાં દોડી ગયા હતા.
જ્યારે સાચી લોકો જોવા ગયા ત્યારે તેમને મળેલા સંકેત મુજબ તે જ મૂર્તિ હતી તેની ઉપર કપડું પણ ઢાંકેલું હતું અને તે મૂર્તિ ત્યાં જ પડેલી હતી કે જ્યાં એમને સંકેત મળ્યો હતો.. જયપુરથી લાવેવી મૂર્તિનું મરીડા માં ખુબજ આનંદ ઉત્સાહ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.
હજી તો માની મૂર્તિ આવી જ હતી થોડાક જ સમયમાં માના પરચા દેખાવાનું શરૂ થયું લોકોની શ્રદ્ધા અતૂટ હતી તેમની મનોકામના પૂરી થતી જતી હતી…. જેમ-જેમ લોકોની શ્રદ્ધા વધતી ગઇ મનોકામના પૂર્ણ થતી કે તેવી જ રીતે ભક્તોએ માતા ના મંદિરમાં દાન દઈને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત કર્યુ.
2003માં યોજાયો મા નો પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચૈત્રી સુદ આઠમના દિવસે , થઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા..પછી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી માતાજીની માનતા થી બધાં જ કાર્ય પૂરા થાય છે લોકોની મનોકામના પણ પૂરી થાય છે લોકોને ભગવાન ઉપર ખૂબ ઊંડો વિશ્વાસ આવી ગયો છે.
જય માં મેલડી મા કરે છે દુઃખોનો નાશ.. મલિનતા ને દુર કરી, ભવસાગરમાંથી પાર કરાવે છે મા… કળિયુગમાં પણ હાજરાહજૂર છે માં મેલડી …એકવાર આવ્યા પછી ભક્તો ભરી-ભરીને અનેકવાર આવે છે અહીંયાં માતાજીના દર્શન માટે.. સાતમ અને આઠમ નું પાટોત્સવ કરવામાં આવે છે.
તેમના પ્રાગટ્ય દિવસને લઈને.. દર્શન કરો મા મેલડીના કહેવાય છે ને કે તમારા ખૂબ જ પુણ્ય હોય તો તમે માતાજીનાં દર્શન કરી શકો તેમ ના મંદિર સુધી પહોંચી શકો… આવો આજે કરીએ જ શ્રદ્ધાપૂર્વક માના મંદિરના દર્શન.. જય મેલડી માં.
Story Author: Nirali Trivedi & Fakt Gujarati Team
જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…