ફિલ્મી દુનિયાનું સેન્ટર મુંબઈ છે તો મુંબઈમાં તમને ઘણીવાર બોલીવૂડ સેલિબ્રિટી સામે મળી જાય એવા પણ લોકેશન છે. અમુક જગ્યાએ તમે જાવ તો ત્યાં સેલિબ્રિટી પણ જોવા મળી જાય. ચાલો, જાણીએ મુંબઈના એવા લોકેશન જ્યાં તમને સેલિબ્રિટી સાથે ફોટો ક્લિક કરવાનો શોખ આરામથી પૂર્ણ થઇ શકે છે. આજના આર્ટીકલમાં તમને મુંબઈના એવા ડેસ્ટીનેશન વિશે જણાવવું છે જ્યાં સેલિબ્રિટી પણ સામાન્ય માણસની જેમ ફરતા જોવા મળે છે.
(૧) ઓલીવ વોર
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલું આ રેસ્ટોરન્ટ બહુ ફેમસ છે. અહીં ઘણા ખરા સ્ટાર અને નામાંકિત પર્સનાલીટી આવતી જતી જોવા મળી જાય છે. ફેમસ કલાકારોની ઘણીવાર તો અહીંયા લાઈન લાગે છે કારણ કે કોઈના કોઈ આ ડેસ્ટીનેશન પર મળી જ જાય છે. જો તમે પણ કોઈ સેલિબ્રિટીને મળવા ઈચ્છતા હોય તો આ બારમાં આવવાનું ભૂલતા નહીં. જો કે સામાન્ય રોડછાપ બાર કે રેસ્ટોરાં કરતા આ ઓલીવ વોર બહુ મોંઘુ છે, જે બધાને પોસાય એવું નથી.
(૨) નીડો
નીડો મુંબઈનું જાણીતું બહુ મોટું રેસ્ટોરન્ટ છે. જે ઓલીવ વોરની નજીક જ છે. અહીં શરાબથી લઈને અન્ય ખાવા-પીવાની તમામ આઇટેમ મળી જાય છે. આમ તો નીડોમાં તમે ગમે ત્યારે આવો અહીં કોઈના કોઈ કલાકાર મળી જ જાય છે. ઈશા દેઓલ અને ઝરીન ખાન અહીં વારંવાર આવતા રહે છે. એવી જ રીતે ઘણી સેલિબ્રિટી અહીં આવે છે.
(૩) હોટેલ જેડબ્લ્યુ
બોલિવૂડ સ્ટારની પાર્ટી માટે આ જગ્યા ફેમસ છે. અહીં પાર્ટીનો માહોલ વધુ જોવા મળે છે, જેને કારણે બોલીવૂડ હસતીઓ આવતી જતી રહે છે. અહીં બાજુમાં એક પબ છે જ્યાં સેલિબ્રિટીઓ આવતી જતી રહે છે અને એ સાથે અહીં કોઈ સેલિબ્રિટી સાથે મુલાકાત કરવી સરળ રહે છે.
(૪) ફિલ્મ સીટી
મુંબઈમાં કદાચ કોઈ જગ્યાએ તમને સ્ટાર જોવા મળે કે નહીં એ કહી શકાય પરંતુ બોરીવલીમાં ફિલ્મ સીટીની અંદર આવો એટલે લગભગ મોટા નામાંકિત કલાકારો તમને મળી જ જાય. અહીં. સીરીયલ, વેબ સીરીઝ કે મૂવીનું શૂટિંગ થાય છે જેના કારણે અહીં સેલિબ્રિટીઓનો જમાવડો રહેતો હોય છે.
(૫) સેલિબ્રિટીઓના ઘર
મોટાભાગના સેલિબ્રિટી મુંબઈમાં જ રહેતા હોય છે અને સાથે તેની કોઈ અન્ય જગ્યાએ પણ પ્રોપર્ટી હોય છે. તો તમે જે સેલિબ્રિટીને મળવા ઈચ્છો છો તેના એડ્રેસ હોય તો તમારી વિઝીટ આરામથી થઇ શકે છે. ઘણીવાર સ્ટાર બાલ્કનીમાં જોવા મળી જતા હોય છે અને ફેનને હાય-હેલ્લો કરી લેતા હોય છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel