મેષ : આજે કોઈપણ ખોટું કામ કરશો નહીં. આખો દિવસ થાક અને આળસ રહેશે. મન અને મગજમાં ઉથલપાથલ રહેશે. વિદ્યાથીઓએ ભણવામાં મહેનત કરવાની રહેશે. વેપારીઓનો વેપાર સારી રીતે ગતિ કરશે. નાવી યોજનાઓની શરૂઆત કરી શકો છો.
વૃષભ : આજે નાણાંકીય રીતે મિશ્રિત દિવસ રહેશે. ઓફિસમાં તમારા સહકર્મીઓનો સહયોગ મળશે. આજે કોઈ મોટી કંપની સાથે ભાગીદારી કરવાનો ચાન્સ મળશે. વેપારીઓ માટે સારો સમય રહેશે.
મિથુન : વિદેશ યર્ર કરવાના યોગ બની રહ્યા છે. સામાજિક ક્ષેત્રમાં તમને સમ્માન મળશે. વિદ્યાર્થીઓ આજે પોતાના ભણવાને લઈને થોડી ઉતાવળમાં રહેશે. આજે તમારી મુલાકાત કેટલાક એવા વ્યક્તિ સાથે થશે જે તમારું જીવન બદલી દેશે.
કર્ક : આજે પારિવારિક સમસ્યા તમને વધુ હેરાન કરશે. વધારે ચિંતા કરવાની જરૂરત નથી. આજે પૈસા ઇન્વેસ્ટ કરવા માટે પ્લાન બનાવશો નહીં. તેનાથી તમને નુકશાન થઈ શકે છે. તમારા કામ પર વધુ ધ્યાન રાખવું. વધારે કામ હશે પણ તમારી વાણી પર કંટ્રોલ રાખવો.
સિંહ : દરરોજના જીવનમાં ખુશીઓ આવશે. અમુક ગેરસમજ થઈ શકે છે. આજે યુવાનોને કરિયર સંબંધિત પ્રયત્ન સફળ થઈ શકે છે. તમારા બધા કામ ખૂબ સરળ રીતે અને સારી રીતે પૂરા થઈ જશે. તમારા અમુક કામ કોઈ કારણસર અટકી શકે છે.
કન્યા : આજે તમારો વેપાર બહુ સારી રીતે ઝડપી વધશે. તમારા કોઈપણ મહત્વના કામમાં પરિવવર, જીવનસાથી અને મિત્રોની સલાહ લેવી જરૂરી રહેશે જેનાથી તમને ફાયદો થશે. પ્રેમ સંબંધ મધુર બનશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે.
તુલા : તમારા જીવનમાં આવનાર બધા બધા પ્રકારના દુખ દૂર થઈ જશે. ઘરમાં સુખ અને સુવિધા સંબંધિત ખરીદી કરી શકશો. પરિવાર સાથે સંબંધ વધુ મજબૂત બનશે. વેપારમાં વારંવાર થયેલ નુકશાનથી ચિંતા વધશે. કોઈપણ વિવાદમાં પડવું નહીં.
વ્રુશિક : આજનો દિવસ સૌથી ઉત્તમ રહેશે. તમારા ભૂતકાળને ભૂલીને ભવિષ્ય વિષે વિચારો. આજે ખર્ચમાં વૃધ્ધિ થશે. બજેટ પ્રમાણે ખર્ચ કરો. જો તમે કોઈ કામ કરી શકતા નથી કે કોઈ મુશ્કેલી આવી રહી છે તો તમારા જીવનસાથીની મદદ લેવી.
ધન : ધન રાશિના જાતકોએ આજે ઉતાવળમાં કોઈપણ કામ કરવું નહીં. આજે તમારા દુશ્મનોથી તમારે બચીને રહેવું જોઈએ. દરરોજનું કામ સંપૂર્ણ મહેનત અને લગનથી કરો. જીવનસાથીની વાતોને સમજવા માટે ટ્રાય કરો.
મકર : પર્સનલ સંબંધો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. સંપત્તિથી લાભ થશે. તમારા દ્વારા કરવામાં આવતા કામમાં સફળતા મળશે. વેપારીઓ માટે સારો દિવસ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પીઠમાં દુખાવો હેરાન કરી શકશે. આજે પરિવારમાં વિવાદ થઈ શકે છે.
કુંભ : આજે યાદગાર સફર કરવાની સંભાવના છે. ઓફિસમાં તમારી ભૂલ થી તમારા સિનિયર નારાજ થઈ જશે. આજે આગળ વધવા માટે જીવનમાં અમુક પરિવર્તન કરવા પડશે. ઘરે અમુક મહેમાનોનું આગમન થઈ શકે છે. આજે સારી સારી વાનગીઓ ખાવા મળશે.
મીન : આજે દરરોજના કામમાં અમુક જોખમ મળી શકે છે. ઈચ્છાઓ અને મનોકામના પૂરી થશે. વેપારમાંથી લાભ લેવા માટે ખોટો રસ્તો પસંદ કરશો નહીં. અમુક સમસ્યાનું સમાધાન તમને અચાનક મળશે. વાહન ખરીદીના યોગ છે.