દહેજ ન મળવા પર કેટલીક વખત નક્કી થયેલા લગ્ન પણ તૂટી જાય છે. ત્યાં જ એક યુવકે આ માન્યતા ને તોડી દીધી. તેને એક યુવતી ને દહેજ લીધા વગર જ તેની સાથે લગ્ન કરી લીધા. છેવટે પિતા એ જીદ અને લાલચ છોડી ને વહુ ને આશીર્વાદ આપ્યા. આ વાત આખા ક્ષેત્ર માં ફેલાઈ ગઈ છે.
પ્રયાગરાજ જિલ્લા ના નવાબગંજ ક્ષેત્ર ના તકીયાની દૂરા ગામ ના ક્રિષ્ના યાદવ ના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા કુંડ ગામ ની છોકરી મોની જોડે નક્કી થયા હતા. વાત આગળ વધતાં છોકરા ના પિતા એ દહેજ માં 5 લાખ ની માંગ કરી. મોની ના પિતા ન હતા એટલે આ પૈસા ભેગા કરવા એની માટે અશક્ય હતું એટલે એને લગ્ન માટે ના પાડી દીધી. આ સાંભળી ને ક્રિષ્ના ના ઘરવાળા પાછા જતાં રહ્યા. ત્યારબાદ મોની અને તેના ઘરવાળા એ ક્રિષ્ના ને બધી વાત કરી. ત્યારબાદ ક્રિષ્ના એ પોતાના પિતા ને સમજાવ્યા કે દહેજ ની લાલચ છોડી દો પણ તે ન માન્યા.
મુંબઈ થી આવી ને ક્રિષ્ના એ પોતના ગામ માં એક રૂમ લઈ ને ત્યાં રહેવા લાગ્યો. તેને આ રીતે રહેતા જોઈ ને લોકો ને તે પ્રેમીયુગલ છે એવું લાગવા લાગ્યું. ત્યારબાદ પોલીસ એ તે લોકો ને પકડી લીધા ને પોલીસ સ્ટેશન લઈ ગયા. એ પછી ક્રિષ્ના ના પિતા ને પણ પોલીસ સ્ટેશન બોલવામાં આવ્યા. ત્યારે ક્રિષ્ના કહી દીધું કે તે મોની જોડે જ લગ્ન કરશે અને એ પણ દહેજ વગર. પહેલા તો પિતા માન્ય નહીં, પણ પછી તે પણ માંની ગયા. ત્યારબાદ મોની અને ક્રિષ્ના ના લગ્ન થયા. ક્રિષ્ના ના પિતા એ વહુ ને સાડી, મીઠાઇ ની ભેટ આપી. આના પર થી આપણે એક શીખ મળે છે કે દહેજ એક કુપ્રથા છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team