કોઈપણના ઘરમાં છોકરા કે છોકરીના લગ્ન હોય ત્યારે અગાઉથી તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. પણ અમુક વાર લાંબી ચાલેલી તૈયારીનું પરિણામ શૂન્ય મળે છે. એક એવો જ કિસ્સો બન્યો છે, જેમાં દુલ્હન કંઈક એવું બોલી કે ,જેનાથી પલમાં ખુશીનો માહોલ ગમમાં બદલાઈ ગયો. જેવું આ દુલ્હન કંઈક બોલી કે તેના ઘરના પરિવારના સભ્યો રડવા લાગ્યા. તૈયાર થઈને બેઠેલી દુલ્હને કંઈક એવું રાઝ ખોલ્યું કે બધા ચોંકી ગયા.
જાણીએ આજના આર્ટીકલમાં એવી વાત જેને જાણીને આંખો ખુલ્લી રહી જાય એમ છે. નવી દુલ્હન તૈયાર થઈને બેઠી હતી અને છોકરાવાળાને તેણીએ એવું કહ્યું કે બધા ચોંકી ગયા. તે બોલી કે, “હું પહેલેથી જ વિવાહિત છું. મેં મારા પ્રેમી સાથે બે વર્ષ પહેલા જ લગ્ન કરી લીધા હતા. એટલે હવે હું આ લગ્ન નહીં કરી શકું.”
આખી ઘટના કંઈક નવી પ્રકારની બની છે જેની વિગતવાર વાત કરીએ તો એમ છે કે, લગ્નના મંડપમાં પહોંચતા પહેલા આ દુલ્હને અમુક એવા શબ્દો બોલ્યા જેને સાંભળી બધા ચોંકી ગયા. દુલ્હને મંડપમાં જવાની થોડીવાર પહેલા જણાવ્યું કે, “હું પહેલીથી જ વિવાહિત છું અને આજથી બે વર્ષ પહેલા જ મારા લગ્ન થઇ ચુક્યા છે. મેં મારા પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે.” આટલા શબ્દો બધાએ સાંભળ્યા ત્યાં ખુશીનો માહોલ ગમમાં બદલી ગયો હતો.
કદાચ આ એવી ઘટના હશે કે તમે પહેલીવખત સાંભળી હશે. અત્યાર સુધી દુલ્હન બની ત્યાં સુધી છોકરીએ કોઇપણ રાઝ ન ખોલ્યું અને રાઝને રાઝ અકબંધ રહેવા દીધું. જેવું મંડપમાં જવાની વારી આવી કે છોકરીએ બધા સમક્ષ વાતોનો વિસ્ફોટ કરી નાખ્યો.
આ ઘટના બની તો દુલ્હન પક્ષવાળા રડવા લાગ્યા હતા અને છોકરાવાળાના ચહેરા લાલ થઈ ગયા હતા. છોકરી બોલી કે હવે હું બીજા લગ્ન નહીં કરી શકું તો બધા વિચારમાં પડી ગયા હતા. અંતે વાતનો ખુલાસો થયો હતો. લગ્ન નક્કી તો અલગ-અલગ શહેરોના વ્યક્તિઓ વચ્ચે થયા હતા. પરંતુ છેલ્લે લગ્નને રોકી દેવામાં આવ્યા હતા. બંને પરિવારે લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા, જે પાણીમાં ગયા હતા.
બધાનું કહેવાનું એક જ થતું હતું કે, ભલે લગ્ન કરી લીધા હોય તો જાણ તો કરી દેવાની જરૂર હતી. કારણ કે બધાની સામે આબરૂના લીરા ઉડે નહીં. પણ બીજી તરફ વિચારીએ તો કદાચ એવું પણ હોઈ શકે કે છોકરીના માતા-પિતા તેના લગ્નને સ્વીકારશે નહીં એ તેની ખુદની દીકરીને પહેલેથી ભરોષો હોય એટલે આવું કરવું પડ્યું હોય. પણ હવે શું? જે થવાનું હતું એ તો થઇ ગયું. ઈશ્વર તેની જોડીને સહી સલામત રાખે….
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohil
1 thought on “તૈયાર થઈને બેઠેલી એક દુલ્હન મંડપમાં જતી વખતે કંઈક એવું બોલી કે આખા લગ્ન ફેઈલ થઈ ગયા…”