માર્કેટ યાર્ડમાં સરસવના ભાવમાં થયો વધારો, ભાવ જાણીને તમારી આંખો પહોળી થઈ જશે 

માર્કેટ યાર્ડમાં સરસવના ભાવમાં થયો વધારો, ભાવ જાણીને તમારી આંખો પહોળી થઈ જશે..

આ વર્ષે સરસવના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. સરસવનું વાવેતર ઘણું ઓછું થયું છે, પરંતુ સરસવનો ભાવ રૂ.25 થી રૂ.35 વધી રહ્યો છે. સરસવના ભાવમાં દિવસેને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. આમ આ વખતે સરસવના ભાવ ઘણા સારા જોવા મળ્યા છે. બોટાદના મંડી પરિસરમાં સરસવનો ભાવ રૂ.985 થી રૂ.1058 સુધી પહોંચી ગયો છે.

અમરેલીના મંડી પરિસરમાં સરસવનો ભાવ રૂ.990 થી વધીને રૂ.1121 થયો છે. સાવરકુંડલાના માર્કેટયાર્ડમાં સરસવના ભાવ ખૂબ સારા છે. અને આ ભાવ ખુબ સારા હોવાનું જણાવતા ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

ઊંઝાના મંડી પરિસરમાં સરસવનો ભાવ 1300 રૂપિયાથી વધીને 1398 રૂપિયા થઈ ગયો છે અને વિસનગરના બજારભાવ ની વાત કરીએ તો રૂ.987ને પાર કરી રૂ.1035 પર પહોંચી ગયો છે.

આ વર્ષે કુદરતી આફતો તથા કમોસમી વરસાદને લીધે સરસવના પાકને ખુબજ નુકસાન થયું પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડીવાળી ખરીદીને કારણે પાકના ભાવ ખૂબ સારા છે.ખેડૂતો તેમના પાકને લઈને દરેક મંડીની બહાર લાંબી લાઈનમાં ઉભા થઇ ગયા છે અને પાકના યોગ્ય સંગ્રહ અને સંભાળ માટે નિષ્ણાતો દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Leave a Comment