આ દુનિયામાં સમય કોની પાસે છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વ્યસ્ત છે. તમને પણ સમય મળતો નથી, તો પણ સમય મળે તો કોઈ બાળકને પૂછી જુઓ કે તે મોટો થઈને શું બનવા ઈચ્છે છે અને ધ્યાનથી સાંભળો તે બાળક પાસેથી તેના સપના વિશે, તમારે તે પૂછવાની જરૂર નહિ પડે કે તેને પોતાના સપના પર વિશ્વાસ છે કે નહિ, કેમકે તમને તે બાળકનો વિશ્વાસતેની આંખો અને તેની વાતોમાં જોવા મળશે. જો તમને થોડો સમય વધારે મળે તો ક્યારેક પોતાને પૂછીને જુઓ તમે શું બનવા ઈચ્છો છો અને તે પણ પૂછો કે શું તમને વિશ્વાસ છે કે જે તમે બનવા ઈચ્છો છો તે તમે બની શકશો?
જો તમારો જવાબ હા છે, તો ખૂબ સારી વાત છે અને તે એ વાતનો સંકેત છે કે તમારે તમારા સપના પર કામ કરતા રેહવું જોઈએ, પરંતુ હકીકત તો એ છે કે જ્યારે પણ લોકો તેમના સપનાઓની વાત કરે છે કઈક કરવા, કઈક બનવાની વાત કરે છે ત્યારે તેના સપનાની સાથે એક પરંતુ જોડાયેલ હોય છે.
જેમકે હું ક્લાસમાં પ્રથમ આવવા તો ઈચ્છું છું પરંતુ હું શિક્ષક તો બનવા ઈચ્છું છું પરંતુ…. હું ધંધો તો શરૂ કરવા ઈચ્છું છું પરંતુ…. જેટલા લોકો તેટલા લોકો, બધાના પોત પોતાના પરંતુ અને આ ફર્ક છે એક બાળકને સફળતા સિવાય, તેના સપનાઓ સિવાય બીજું કંઈ દેખાતું નથી અને તમને તમારી મુશ્કેલીઓ, તમારી ખામીઓ અને પરંતુ સિવાય કઈ દેખાતું નથી.
બાળપણથી યુવાનીના સફરમાં ઉંમર તો વધી જાય છે, સમજદારી પણ વધે છે પરંતુ પોતાના પર વિશ્વાસ ઓછો થઈ જાય છે. જ્યારે જીવનમાં વિશ્વાસ ઓછો થઈ જાય ત્યારે આપણે મોટા સપનાઓ જોવાના અને ઉચ્ચ વિચારની ક્ષમતા ખોઈ બેસીએ છીએ અને એક ખોટી જિંદગી જીવવા લાગીએ છીએ. આપણે પોતાની જાતને દરરોજ ખોટું બોલીએ છીએ કે આપણે જીવનમાં વધારે કઈ જોઈતું નથી.
હું કંઈક બનવા ઈચ્છું છું પરંતુ….
આપણે દરરોજ પોતાને સમજાવી લઈએ છીએ કે જીવનમાં આપણી પાસે જે છે, જેટલું છે, ઘણું છે. જેમકે સાચું તો એ છે કે દુનિયામાં જેટલા પણ લોકો છે બધા પોતાના જીવનને વધુ શ્રેષ્ઠ બનાવવા ઈચ્છે છે. બધા પોતાના જીવનને પોતાની શરતો પર જીવવા ઈચ્છે છે. એક નજર તે લોકોની તરફ નાખો જેમણે સફળતા પ્રાપ્ત કરી છે.
તે લોકોને પણ જુઓ જેમણે પોતાનું સપનું સાચું કર્યું છે. તે દરેક લોકો અવકાશમાંથી નથી ટપક્યાં, તે લોકોએ કોઈ ખાસ બદામ ખાધી નથી. તે પણ આપણા જેવા લોકો છે. તેના જીવનમાં પણ દરેક કામની પાછળ પરંતુ હતું પણ તે પરંતુ તેમના સપનાઓની સામે ખૂબ જ નાનું હતું. તેમણે તેના પરંતુને પોતાનું બહાનું ન બનાવ્યું અને તેમના સપનાઓને સાચા કરવાના કાર્યને બંધ પણ કર્યું નહિ.
શું તમે જાણો છો કે લોકો કેટલા ડગલાં ચાલ્યા પછી પોતાના સપનાઓ પર કામ કરવાનું બંધ કરે છે, એકપણ ડગલું ચાલ્યા વગર. સૌથી પેહલા લોકો વિચારે છે કે તેને સફળ થવાનું છે. પછી તે વિચારે છે કે સફળ થવા માટે આ રસ્તો શ્રેષ્ઠ છે. ત્યારબાદ તે મુશ્કેલીઓ વિશે વિચારે છે જે આ માર્ગમાં આવશે. પછી તે આ માર્ગ પર લાગતા સમય વિશે વિચારશે.
આવી વિચારસરણીથી તે અંતે પોતાનું એક પરંતુ શોધી લે છે.તેને પોતાના સપનાઓ પર કામ ન કરવાનું એક બહાનું અને આ બહાનાથી લોકો પોતાને ફોસલાવી લે છે અને સમજાવી લે છે કે કેમ તેના સપનાઓ પૂરા કરી શકતા નથી. કમાલ છે તમે એક સપનું જોયું અને એક ડગલું ચાલ્યા વગર જ, વગર પ્રયત્ન કરે પોતાના સપનાને એક ડબ્બામાં બંધ કરીને રાખી દીધુ.
ખરેખર આશ્ચર્યજનક છે અરે ભાઈ, જીવનમાં આવતી કાલે શું થશે તે કેમ વિચારો છો, કારણ કે કંઈ નહિ થાય તો પણ અનુભવ તો થશે જ. હા એ વાત સાચી છે કે દરેક પ્રયત્નો સફળ નથી. પરંતુ તે પણ સાચું છે કે દરેક અસફળ પ્રયત્ન આપણને કંઈક શીખવી જાય છે અને પ્રયત્ન કરનારની ક્યારેય હાર થતી નથી.
સપનાઓ પૂરા કરવા હોય તો ઊભા રહ્યા વગર સપનાઓ પર કામ કરવું પડે છે, કોઈ બહાનું કાઢ્યા વગર રોજ ચાલવું પડે છે. ઊભા રહીને આજ સુધી કોઈ ક્યાંય પહોચ્યું નથી. ધીમે ધીમે જ કદમ વધારતા રહો. વાહિયાત અને અસ્પષ્ટ બહાના કાઢવાનું છોડી દો. બહુ થયું આ પરંતુ, કેમકે આ પરંતુ તમને ના કેહવાનુ શીખવે છે.
તમે દરેક વસ્તુને ના કહેતા શીખો છો, એ વિચાર્યા વગર કે કોઈ કામ કે વિચારને ના કહેવાનો અર્થ એ છે કે તમે તમારા સપનાઓ અને તમારા જીવનને ના કહો છો. વિચારીને જુઓ કે તમારી પાસે કેટલા ઉમદા અને આશ્ચર્યજનક વિચારો છે. વિચારીને જુઓ કે તમારી પાસે એવી કેટલીક વસ્તુઓ છે જે તમે કરવા ઈચ્છો છો અને તમે કરી શકો છો.
તો આજે જ ઉઠાવો તે પહેલું કદમ તમારા સપનાઓને તમારી મંઝિલ તરફ કારણ કે દરેક લાંબા અને સુંદર સફરની શરૂઆત આ પહેલા કદમ થી થાય છે. જો તમે તમારા સપનાઓ ઉપર કાર્ય કરવાનો નિર્ણય નથી કર્યો.
જો તમે તમારી જિંદગીને એક જિંદગીની જેમ જીવવાનો નિર્ણય નથી કર્યો , જો તમે તમારા ભયનો સામનો કરવાનો નિર્ણય નથી કર્યો, જો તમે તમારી જિંદગી, તમારા સપનાઓને હા કહેવાનો નિર્ણય નથી કર્યો તો આ દુનિયા આગળ વધી જશે અને તમે પાછળ રહી જશો.
આજે જ નિર્ણય કરી લો કે તમે કૂવાના દેડકા જેવા નથી અને કૂવામાંથી બહાર નીકળવા માટે તૈયાર છો. આજે જ નિર્ણય કરી લો કે, સફળતા મેળવવા માટે તમારા સપનાઓ સાકાર કરવા માટે જે કઈ પણ શીખવું પડશે, જે કંઈ પણ કરવું પડશે તેના માટે તમે તૈયાર છો. તમે દરેક સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છો.
તમે ગમે તેટલો ખરાબ હોય, મુશ્કેલી ગમે તેટલી હોય, ગમે તેવા પડકારનો સામનો કરવો પડે તેમ છતાં તમે તમારા સપનાઓનો સાથ ક્યારેય નહીં છોડશો. તમારા સપનાઓ સાથે ઊભા રહેશો, કારણ કે તમે તમારા સપનાઓ સાથે ઉભા થઈ જાઓ છો ત્યારે આ વિશ્વ, આ સૃષ્ટિ પણ તમારી સાથે ઉભી રહે છે.
તમારા સપનાઓ તમારા દરેક પરંતુ, દરેક અગર મગર, દરેક કિન્તુથી મોટા છે. તમારા જીવનના શબ્દકોશમાંથી દરેક પરંતુ, દરેક અગર મગરને કાઢીને ફેંકી દો અને તમારા આવનારા સુંદર કાલની કહાની લખવાનું ચાલુ કરો. તમને ખબર પણ નહીં પડે કે ક્યારે લખતા લખતા તમે સફળ બની ગયા.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team