ઘણા ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને પ્રજાની સલામતીને રામ ભરોસે છોડી દેનારા હોય છે.તો અમુક જાંબાજ એવા પણ હોય છે જેમન માટે પ્રજાની સલામતી પ્રથમ હોય છે,બીજું પછી!
આવી એક જાંબાજ IPS ઓફિસર છે – મંઝિલ સૈની.”લેડી સિંઘમ“ના નામથી ઓળખાતી મંઝીલ સૈની આવારા તત્વો સામેની એમની ખોફનાક રીએક્શનને કારણે ઘણી પોપ્યુલર છે એ સાથે મહિલા શક્તિનું એક બેમિશાલ ઉદાહરણ પણ.
હાલ તેમને ઉત્તરપ્રદેશના મેરઠની કેપ્ટન બનાવવામાં આવી છે.મંઝિલનો SSPના રૂપમાં મેરઠ અગિયારમો જીલ્લો છે.આ અગાઉ તે મુઝફ્ફરનગર,મથુરા,અલ્હાબાદ વગેરે જીલ્લામાં SSPના રૂપમાં કામ કરી ચુકી છે.ગુંડાગર્દી કરતા તત્વો તેના નામથી ભય પામે છે.
મેરઠના નવનિયુક્ત કેપ્ટનના રૂપમાં ચાર્જ લેતાં જ મંઝિલ સૈનીએ જણાવ્યું કે,”ગુનેગારોને આકરી સજા મળશે.મહિલાઓ અને ગરીબો સામે થતી તેમની દાદાગીરી લેશ પણ સાંખી નહી લેવાય!”ઉલ્લેખનીય છે કે,મંઝિલ ૨૦૦૫ની બેન્ચની IPS ઓફિસર છે.
જ્યારે સિપાહીએ ઘરે જવાનું કહેલું –
મેરઠ પહેલાં મંઝિલનું કાર્યક્ષેત્ર લખનઉમાં હતું.એક દિવસ રવિવારે તે જીન્સ પેન્ટ-શર્ટ પહેરીને ચુપકીદીથી ટ્રાફિક ઓફિસ પહોંચી ગયેલી.કાર થોડે દુર પાર્ક કરીને મંઝિલ ચાલતી ટ્રાફિક ઓફિસ પાસે આવી.બહાર ઉભેલા સિપાહીએ આવનાર યુવતી તરફ અછડતી નજર નાખીને ફેરવી લીધી.એને લાગ્યું કે,કોઇ સામાન્ય યુવતી હશે!કારણ કે,સૈનીએ ઘરનો પોશાક પહેર્યો હતો.
મંઝિલે સિપાહીને પૂછ્યું,”ભાઇસાહેબ!મારૂં ચલણ કપાયું છે.હવે મારે છોડાવવું હોય તો શું કરવું?”
સિપાહીએ આગંતુકની સામે જોયા વિના થોડા તિરસ્કારથી કહી દીધું,”મેડમ!આજે રવિવાર છે,ઓફિસમાં રજા છે.ચલણ છોડાવવું હોય તો કાલે આવજો!”
એવામાં અંદર રહેલા ઓફિસરોએ બહાર આવીને આ યુવતીને સેલ્યુટ મારી.સિપાહીને ત્યારે ખબર પડી કે આ IPS ઓફિસર છે અહીંના…!તે હક્કોબક્કો રહી ગયો.જેમતેમ તેણે માફી માંગી અને સલામ ઠોકી.મંઝિલે હસીને કહ્યું,”પોલિસને કદી રજા ના હોય!”
લખનઉના સદર થાના વિસ્તારની ટ્રાફિક ઓફિસમાં આ બનાવ બનેલો.મંઝિલ તેના કામોને લીધે “લેડી સિંઘમ“તરીકે પણ જાણીતી છે.ઉલ્લેખનીય છે કે,૨૦૧૩માં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલા બળવાને તેણે દબાવી દીધેલો.આ ઘટના ઉપરથી સાઉથમાં “મુઝફ્ફરનગર ૨૦૧૩”નામની ફિલ્મ પણ બની છે.મંઝિલ સૈની ગમે ત્યારે તેના કાર્યક્ષેત્ર પર જાતે હાજર થઇ જાય છે,માટે પોલીસકર્મીઓ હંમેશા ચોક્કના રહે છે…!
Story Author: Fakt Gujarati Team & Kaushal Barad
તમે આ લેખ ‘Fakt Gujarati‘ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આર્ટિકલ વાંચવા બદલ આભાર
૩ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ.. શું તમે હજી સુધી આપણું પેજ લાઈક નથી કર્યું???
મિત્રો, આ લેખ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત
NICE WORK MADAM LOTS SALUTE