- રીસર્ચ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે 5 મિનીટ જંગલમાં ભ્રમણ કરવાથી તણાવ ઘટે છે
- દરરોજ ફક્ત 5 મિનીટ સુધી દોડવાથી વ્યક્તિ લાંબા સમય સુધી જીવી શકે છે
આ મુદ્દાઓ એવા છે જે લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા છે અને આ મુદ્દે અને નહીં પણ અનેક સંશોધન પણ થયા છે. એ રીસર્ચમાં શું જાણવા મળ્યું અને રીસર્ચ દરમિયાન શું થયું એ બધી જ માહિતી આ આર્ટીકલમાં લખવામાં આવી છે. આપ આ આર્ટીકલને છેલ્લે સુધી વાંચવાનું ભૂલશો નહીં.
‘યોર નેકસ્ટ બિંગ થિંગ’ પુસ્તકના લેખક ડો. બેન મીકેલીસના મત મુજબ, શરીર અને મસ્તિષ્ક બંને એક જ છે. જ્યારે કોઇપણ વ્યક્તિ ખુદની સારસંભાળ કરે છે તો એ શરીરની આખી કાર્યપ્રણાલી સુધારવા માટે કામ કરે છે. વૈજ્ઞાનિકોના મત મુજબ, રોજ ત્રણ એકટીવીટી કરવામાં આવે તો કોઇપણ વ્યક્તિ ડિપ્રેશનમાંથી બહાર આવી શકે છે.
ત્રણ વૈજ્ઞાનિક તથ્યો જણાવે છે કે દોડવું, યોગ અને પ્રકૃતિની નજીક રહેવું એ ખુબ જ અસરકારક કાર્યો છે જેનાથી ડિપ્રેશનની બીમારીને જલ્દીથી દૂર કરી શકાય છે. તો આજે અહીં તમને એ જણાવી દઈએ એવી કઇ પદ્ધતિઓ છે જેનાથી ડીપ્રેશનની સ્થિતિને દૂર કરી શકાય અને હંમેશા ખુશ રહી શકાય છે.
યોગ : આ ગુસ્સો, બેચેની અને ડિપ્રેશનને દૂર કરે છે :
એવીડેન્સ બેઝ કોમ્પલીમેન્ટ્રી એન્ડ અલ્ટરનેટીવ મેડીસીન જર્નલમાં પબ્લીશ કરવામાં આવેલ રીસર્ચ કહે છે કે, યોગ ક્લાસમાં ભાગ લેનાર દરેક વ્યક્તિમાં ગુસ્સો, બેચેની અને ડીપ્રેશનના લક્ષણોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Image by Valiphotos from Pixabay
પ્રકૃતિની વચ્ચે રહેવું : સ્ટ્રેસ ઓછો થાય છે
એન્વાયાર્નમેંટલ હેલ્થ એન્ડ પ્રિવેન્ટીવ મેડિસિન જર્નલમાં પબ્લીશ રીસર્ચ મુજબ, જાપાની શોધકર્તાઓએ અમુક વ્યક્તિઓને જંગલમાં અને અમુકને શહેરમાં મોકલ્યા. પછી શોધકર્તાઓએ 20 મિનીટ સુધી જંગલમાં ફરવાવાળી વ્યક્તિમાં સ્ટ્રેસ હોર્મોન ઓછો હોય છે.
દોડવું : 5 મિનીટ દોડવાથી ઉંમર વધે છે
વર્ષ 2014ની હેલ્થ મેગેજીન પબ્લીશ થયેલ રીસર્ચ મુજબ, રોજના ફક્ત 5 મિનીટ દોડવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય મળે છે. મીકેલીસના માનવા મુજબ, મુડને સારો રાખે એ ન્યુરોટ્રાન્સમીટર્સ સેરેટોનીન અને નોરેપિનેફ્રિન બંને એક્ટીવ થઇ જાય છે. દોડવાથી મસ્તિષ્ક પર ધ્યાન ધરવા જેવી અસર થાય છે.
જયપુરના ફિટનેસ એક્સપર્ટ જણાવે છે કે ડિપ્રેશન, સ્ટ્રેસ અને એન્ગજાઈટીને દૂર કરવા માટે અમુક પ્રકારના આસનો બહુ ઉપયોગી છે. એ આસનોની વિગત અહીં નીચેના પેરેગ્રાફમાં જણાવી છે :
(૧) અધોમુખ શ્વાનાસન :
ફાયદા :
- મગજ શાંત રહે છે
- માથાના દુઃખાવામાં રાહત મળે છે
- ખંભા, હાથ-પગ મજબુત બને છે
- ફેફસાની ક્ષમતા વધે છે
આપ યુટ્યુબ પર સર્ચ કરીને આ આસન વિષેનો વિડીયો જોઈ શકો છો અને એ મુજબ આ આસન કરવાની પદ્ધતિ અપનાવી શકો છો.
(૨) સેતુબંધાસન :
- ફાયદા :
- મસ્તિષ્ક સુધી લોહી પહોંચાડે છે
- ડોકનો દુઃખાવો દૂર કરે છે
- ડીપ્રેશન-સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે
- ચરબીને ઘટાડે છે
- પાચનતંત્રને એક્ટીવ કરવામાં મદદ કરે છે
આ આસન બેસ્ટ છે જેનાથી મસ્તિષ્ક સુધી લોહી પહોંચતું થાય છે અને ડિપ્રેશનમાંથી છુટકારો મળે છે. આપ યુટ્યુબ પર જઈને આ આસન વિષેનો વિડીયો પણ જોઈ શકો છો અને પદ્ધતિ અપનાવી શકો છો.
(૩) શવાસન
- ફાયદા :
- એકાગ્રતા અને યાદદાસ્ત વધે છે
- ઓક્સીજન લેવલમાં સુધારો આવે છે
- માથાનો દુઃખાવો અને અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે
- વધારે બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે
શવાસન આમ તો એક સામાન્ય આસન છે પણ આ સામાન્ય આસનના ફાયદાઓ અનેક છે. શવાસનથી શરીરને એકદમ આરામ મળે છે અને એ સાથે મગજને શાંત કરવામાં પણ મદદ મળે છે. આપ વર્કઆઉટ કર્યા પછી ફરીથી બોડીને નોર્મલ કરવા માટે પણ આ આસનનો ઉપયોગ કરી શકો છો. વધુ વિગત માટે આપ યુટ્યુબ સર્ચ કરીને આ આસનની પદ્ધતિનો વિડીયો જોઈ શકો છો.
(4) ચક્રાસન :
ફાયદા :
- કમરના હાડકાઓ મજબુત થાય છે
- હદય રોગનો ખતરો ઓછો કરે છે
- ફેફસાની કાર્ય ક્ષમતા વધારે છે
આ આસનમાં શરીરને થોડું સ્ટ્રેચ કરવાનું હોય છે અને પછી પાછળની બાજુ જુકાવવાનું હોય છે. આ આસન વિષેની વધુ માહિતી માટે આ યુટ્યુબ પર કોઈ વિડીયો સર્ચ કરીને પદ્ધતિ જાણી શકો છો. આ આસન સ્વાસ્થ્યને લાંબા સમય માટે સારું રાખે છે. નિયમિત આ આસન કરવાથી સ્ટ્રેસને જલ્દીથી દૂર કરી શકાય છે.
(૫) ઉત્તાનાસન :
ફાયદા :
- માથાના દુઃખાવામાં જલ્દીથી ફાયદો કરે છે
- જાંઘ-ઘૂંટણ મજબુત બનાવે છે
- પાચનક્રિયાને નિયમિત કરે છે
- બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે
- સ્ટ્રેસને દૂર કરે છે
આ આસનમાં માથાને નીચે જમીન સુધી લઇ જવાનું હોય છે જેના કારણે બ્લડનું પરિભ્રમણ શરીરમાં યોગ્ય રીતે થવાનું શરૂ થઇ જાય છે. આપ આ આસનથી ડિપ્રેશન કે સ્ટ્રેસને આસાનીથી દૂર કરી શકો છો. વધુ માહિતી આ આસન વિષે જાણવા ઇચ્છતા હોય તો આપ યુટ્યુબ પર જઈને આ આસનની પદ્ધતિ જાણી શકો છો.
આજના આર્ટીકલને આપના નજીકના મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં. અને અન્ય આવી જ રસપ્રદ માહિતી જાણવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Fakt Gujarati Team