હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસને કોઈને કોઈ દેવી – દેવતા સાથે જોડવામાં આવે છે અને માનવામાં આવે છે કે એ દિવસે જે તે દેવી દેવતાની વિધિ વિધાન પૂર્વક પૂજા કરવામાં આવે છે તો આવનાર સમયમાં જીવનના બધા જ દુખનું નાશ થાય છે. મંગળવારના દિવસને સંકટમોચન પવનપુત્ર હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ હનુમાનજીને સમર્પિત છે અને તે પોતાના ભક્તોના બધા કષ્ટ દૂર કરે છે.
મંગળવારના દિવસે રામભક્ત હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં આવનાર બધી મુશ્કેલીઓનો નાશ થાય છે અને હનુમાનજી પ્રસન્ન થઈને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે. તમને જણાવી દઈએ કે મંગળવારના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે અને કહેવાય છે કે જો તમે કોઈ શારીરિક સંકટથી પરેશાન છો તો તેનાથી તમને મુક્તિ મળશે.
કહેવાય છે કે જે તે જાતકની કુંડળીમાં મંગલદોષ થવા પર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ પછી જીવનમાં બધુ મંગળ મંગળ એટલે કે બધુ શુભ જ થાય છે. જો કોઈ પ્રકારની મુશ્કેલીથી તમે ઘેરાઈ રહ્યા છો અથવા તો હેરાન છો તો મંગળવારના દિવસે અમુક વિશેષ ઉપાય કરવાથી તમને રાહત મળશે. હિયા અમે તમને મંગળવારના દિવસના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય વિષે જણાવી રહ્યા છે.
ચાલો હવે તમને ફટાફટ જણાવી દઈએ કે મંગળવારના દિવસે શું ઉપાય કરશો.
1. જો આ દિવસે તમે બજરંગબાણનો પાઠ કરો છો તો તમારા જીવનમાં બધા દુશ્મનોનો નાશ થાય છે. આ પાઠ તમારે સતત 21 દિવસ સુધી એક જ જગ્યાએ બેસીને કરવાના રહેશે.
2. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવો જોઈએ અને આ પ્રસાદ પણ 21 મંગળવાર સુધી ચઢાવવાનો છે. આ પછી હનુમાનજીને ચોલા ચઢાવી શકો છો. આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ સાથે સમૃધ્ધિ મળશે.
3. જો ઘરમાં કે તમારી નજીકમાં કોઈ લાંબા સમયથી કોઈ બીમારીથી હેરાન થઈ રહ્યા છે તો તેમણે મંગળવારના દિવસે એક વાસણમાં પાણી ભરી હનુમાનજીની મૂર્તિ સામે મૂકી દો. આ સાથે હનુમાન બાહુકના 21 કે 26 દિવસ સુધી પાઠ કરવા જોઈએ. પાઠ થઈ ગયા પછી જળ ગ્રહણ કરવું અને ત્યાં બીજું પાણી મૂકી દેવું.
4. જો તમે ભૂત-પ્રેત કે અંધારાથી બીક લાગે છે તો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો અને ‘ॐ हं हनुमंते नम:’ મંત્રનો 108 વાર જાપ કરો. હનુમાનજીની મૂર્તિ સામે બેસી મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ, આમ કરવાથી કુંડળીમાં આવનાર મંગલદોષ જલ્દી પૂરો થઈ જાય છે.
તમારા બાળકોને જો ડર લાગતો હોય તો તેમને નિયમિત હનુમાન ચાલીસા બોલવાની આદત પાડી શકો છો. તમારા વિચાર અમને કોમેન્ટમાં જણાવજો.