ઉજ્જૈન નું મંગલનાથ મંદિર ખૂબ જ જૂનું છે. સિંધિયા લોકો એ તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અહિયાં કરવામાં આવેલ મંગળ ની પૂજા નું વિશેષ મહત્વ છે. ભક્તો અહી મંગલનાથ ને શિવ જી ની જેમ જ પૂજે છે.
ઉજ્જૈન ને મહાકાલ ની નગરી કહેવામાં આવે છે. અને અહી વહેતી શિપ્રા નદી ને મોક્ષદાયિની ક્ષિપ્રા નદી પણ કહે છે. શિપ્રા નદી ને કાંઠે ઉદ્ભવેલી આધ્યાત્મિક સંસ્કૃતિ ને કારણે ઉજ્જૈન નગર એ ઉજ્જૈની પુરાણો માં મંગળ ની જનની પણ કહેવાઈ.
આમ તો દેશ માં મંગળ ભગવાન ના ઘણા મંદિર છે. પણ મંગલનાથ મંદિર માં ભગવાન મંગળ ની પૂજા નું જે મહત્વ છે તે બીજે ક્યાંય નથી. એવું માનવામાં આવે છે અહી પૂજા કરતાં ભક્તો ના બધા જ કુંડળી ના દોષો દૂર થાય છે. જેનો મંગળ ભારે હોય તે વ્યક્તિ અહી પૂજા કરવા માટે આવે છે. લોકો અહી અનિષ્ટ ગ્રહો ની શાંતિ માટે આ મંદિર માં પૂજા પાઠ કરાવા આવે છે. મંગલનાથ મંદિર માં ઉગ્ર રૂપ ધારણ કરેલો મંગળ શાંત થઈ જાય છે. આજ ધારણા ને અનુસરતા, નવવિવાહિત કપલ, અહી મંગળદોષ દૂર કરવા આવે છે.
મંગળ ગ્રહ ના જન્મ ની કથા..
કહેવાય છે કે અંધકાસૂર નામક દૈત્ય ને શિવજી એ વરદાન આપ્યું હતું કે તમારા રક્ત માંથી સેકડો દૈત્ય જન્મ લેશે. વરદાન પછી આ દૈત્ય એ અવંતિકા માં તબાહી મચાવી દીધી. ત્યારે દિન દુખીઓ એ શિવજી ને પ્રાથના કરી. ભક્તો ના દુખ હરવા માટે શિવજી એ અંધકાસૂર સાથે યુદ્ધ કર્યું. બંને ની વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને શિવજી નો પસીનો વહેવા લાગ્યો. આ પસીના ના ટીપા જમીન પર પડતાં જ ઉજ્જૈન ની ધરતી બે ભાગ માં વિભાજિત થઈ ગઈ. અને મંગળ ગ્રહ નો જન્મ થયો. શિવજી એ દૈત્ય નો વધ કર્યો અને તેના લોહી ને તે નવઉતત્પન્ન મંગળ ગ્રહ માં સમાવી લીધું. એટલે જ મંગળ ગ્રહ ની સપાટી લાલ છે.
કહેવાય છે કે આ મંદિર વર્ષો જૂનું છે. સિંધિયા રાજઘરાના ના લોકો એ તેનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. અહિયાં કરવામાં આવેલી મંગળ ની પૂજા નું વિશેષ મહત્વ છે. ભક્તો દ્વારા અહિયાં મંગલનાથ ને શિવજી ના રૂપ માં જ પૂજવામાં આવે છે. અહી એવી માન્યતા છે કે અહી ભાત પૂજા કરવા થી કુંડળી ના મંગળ ની શાંતિ થાય છે. મંગળ દોષ વાળા વ્યક્તિ ના બધા જ કામો નિર્વીગ્ન્ પૂરા થાય છે.
ભગવાન મંગલનાથ નું મહત્વ
આ મંદિર માં નવ ગ્રહ ની પૂજા કરવા થી વિશેષ લાભ થાય છે. અહી શાંત મન થી કરેલી પૂજા થી ઉગ્ર થયેલ મંગળ પણ શાંત થઈ જાય છે. સામાન્ય રીતે સવારે 6 વાગે મંગળ આરતી થાય છે. પણ મંગળવારે અહી ની ભક્તો ની વિશેષ ભીડ જોવા મળે છે. મંગળ ની શાંતિ, વાહન, ભૂમિ વગેરે ની સુખ પ્રાપ્તિ માટે ભક્ત અહી ભાત પૂજા કરે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team