
સાહસ અને શક્તિ અને પરાક્રમનો કારક માનવામાં આવતો મંગળ ગ્રહે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. દરેકના જીવનમાં રાશી એ ખુબ જ મહત્વનું પાસું ગણવામાં આવે છે. 22 માર્ચ બપોરે 3 કલાક 2 મિનિટ પર મંગળ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. 4 મે 2020ની રાત્રીએ 9 કલાક 4 મિનિટ સુધી મંગળ મકર રાશિમાં સ્થિત રહેશે. મંગળ ગ્રહનું ગોચર કેટલીક રાશિઓ માટે શુભ રહેશે તો કેટલીક રાશિઓ માટે અશુભ. આઓ જાણીએ તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ.

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન શુભ રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળનું આ ગોચર મેષ રાશિઓના જાતકોને ઉચ્ચ અધિકારીઓથી સહયોગ પ્રાપ્ત થશે. પારિવારિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે સામાન્ય ફળદાયી રહેશે. તબિયતની કાળજી રાખજો. યાત્રા કે મુસાફરી થશે.

મિથુન રાશિ
મિથુન રાશિ માટે આ રાશિ પરિવર્તન અશુભ છે. સમસ્યાઓ આવશે. લોકો સાથે મૃદુ વ્યવહાર કરજો. આવક કરતા જાવક વધશે.

કર્ક રાશિ
કર્ક રાશિ માટે આ રાશિ પરિવર્તન સામાન્ય રહેશે. મંગળ ગ્રહનું ગોચર વેપારમાં લાભ અપાવશે. વૈવાહિક જીવનમાં સમસ્યા થશે. પારિવારિક ક્લેશથી દૂર રહેજો.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ ગોચર શુભ રહેશે કોર્ટ કચેરીના ચક્કરમાંથી બહાર આવી શકશો. ગુસ્સા પર કાબૂ રાખવો.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ પરિવર્તન અશુભ રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળનું ગોચર તકરાર કરાવશે. સંતાન સંબંધિત તકલીફો રહેશે. થોડુ સંભાળીને રહેવુ વિરોધીઓ જોર પકડે.

તુલા રાશિ
તમારા માટે આ રાશિ પરિવર્તન રહેશે સામાન્ય. માતા-પિતાનું સ્વાસ્થ્ય સંભાળવુ. ઉચ્ચ અધિકારીઓ સાથે તકરાર થશે. સાવધાન રહેજો.

વૃશ્ચિક રાશિ
મંગળનું રાશિ પરિવર્તન શુભ રહેશે. પરાક્રમમાં વૃદ્ધિ થશે. મહેનત કરશો તો સફળતા જરૂર મળશે. પારિવારિક પ્રેમ મળશે.

ધન રાશિ
ધન રાશિના જાતકો માટે આ પરિવર્તન સામાન્ય રહેશે. ધનલાભ થશે. લવ લાઈફ અને વૈવાહિક જીવન માટે ઠીક નથી.

મકર રાશિ
મકર રાશિ માટે આ રાશિપરિવર્તન શુભ નથી.તમને વધારે ગુસ્સો આવી શકે છે. સંબંધોમાં ખટાશ આવશે.

કુંભ રાશિ
આ રાશિનું પરિવર્તન અશુભ ફળ આપશે. આવકમાં વધારો થશે. આર્થિક સમસ્યાઓ સતાવશે. સમજી વિચારીને ખરચા કરવા.

મીન રાશિ
મીન રાશિ માટે આ રાશિ પરિવર્તન શુભ રહેશે. આવકના સ્ત્રોત વધશે. આર્થિક સમસ્યા દુર થશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team